________________
• વ્યવહારણ્ય વ્યાવ્યા
तत्त्वार्थाधिगमसूत्रम् १/३४
निश्चर्यात् सङ्गृहीतानां विधिपूर्वकमेवहरणं व्यवहारः । यदि घटादिभेदश्रुत्या स्वसामान्यानुबद्धस्य निरस्तसामान्यान्तरसम्बन्धस्य श्रूयमाणत्वानुगुणमेव ग्रहणं न स्यात्, किन्तु सर्वव्यपदेशविशेषाभिव्यङ्गयो भाव एव तेन तेन रूपेणाभिव्यज्यते, ततो घटाद्यन्यतरभेदश्रुतौ सर्वरूपभेदभावप्रतीतिप्रसङ्गस्ततश्च घट-पटोदकादिरूपव्यतिकरभौवान्निश्चयाभावप्रसङ्गः, उपदेश-क्रियोपभोगापवर्गव्यवस्थादीनां चाभावात् सर्वसंव्यवहारोच्छेदः, सर्वविशेषव्याकरणे च निर्निबन्धनभवनाभावाद् भावाभाव હેમગિરા
२८०
સ્વીકાર કરી બીજાનો તિરસ્કાર કરવો તે દુર્રય. પણ ત્રણેનો સાપેક્ષતયા સ્વીકાર તે પ્રમાણ છે. આ જ રીતે કાર્યમાત્રમાં કાળ, સ્વભાવ, કર્મ, પુરુષાર્થ અને નિયતિ એ પાંચ કારણ સ્યાદ્વાદદષ્ટિએ માન્ય છે, આ પાંચમાંથી કોઈ એકનો પણ કારણ તરીકે અપલાપ કરનાર તે દુર્નય છે.
વ્યવહાર નય :- સંગ્રહ નય વડે સત્ સ્વરુપે નિશ્ચય કરાયેલા સંગૃહીત = સ્વીકૃત પદાર્થોનું વિધિપૂર્વક અભ્યવહરણ = વર્ગીકરણ કરે તે વ્યવહાર નય કહેવાય. આ નયનું કહેવું છે કે જો સંગ્રહ નયની માન્યતા મુજબ ઘટાદિ પદાર્થ સ્વસામાન્ય(સત્તા)થી યુક્ત હોઈને જ બોધ કરાવે છે, તે પદાર્થમાં સામાન્યથી અન્ય એવા વિશેષ ઘટ, પટાદિનો અસ્વીકાર નિરસ્ત કરવામાં આવે. વળી એમ કહેવામાં આવે કે ઘટ વગેરે વિકલ્પો તો અનાદિ અવિદ્યાથી જ હોવાથી, તે ઘટાદિ શબ્દ વડે થતો બોધ એ બોધ રુપ જ નથી.અર્થાત્ શ્રોતાગણને ઘટ (વિશેષ) કહેવાથી તદ્અનુગુણ (ઘટને અનુરૂપ) બોધ થઈ જ શકતો નથી. પરંતુ જે કાંઈ બોધ થાય છે તે સત્તા સામાન્યરૂપ બોધ છે. તો એ સિદ્ધાંત બરોબર નથી તે આ મુજબ →
* વિશેષ વિના વ્યવહારનો લોપ = વ્યવહારનય
અગર જો વ્યપદેશ કરાતાં સર્વ વિશેષોથી સત્તાની જ અભિવ્યક્તિ=પ્રતીતિ થવા દ્વારા સત્તા જ તે તે રુપ વડે સર્વવસ્તુમય પ્રતીત થતી હોય. તો પછી સત્તા સ્વરૂપ ઘટ-પટાદિમાંથી કોઈ એકનું શ્રવણ થતાં શેષ સર્વ પટાદિ વિશેષોનો એકી સાથે બોધ થઈ જવાનો પ્રસંગ આવશે. કારણ કે સત્તા સામાન્ય તો ઘટાદિ સર્વ પદાર્થોમાં એકરૂપે રહેલી છે. (કારણ કે સત્તા-સત્ત્વ ધર્મ બધામાં એક જ છે) અને તેમ થવાથી ઘટ-પટ પાણી આદિ વસ્તુઓનું મિશ્ર (=ભેળસેળીયો) બોધ થવાથી ઘટ કોને કહેવો ? પટ કોને કહેવો ? પાણી કોને કહેવું ? ઈત્યાદિ સ્પષ્ટ બોધ કરવા માટે મૂંઝવણ ઊભી થશે અને તેથી કોઈ પદાર્થનો સચોટ બોધ, ચોક્કસ વ્યવસ્થા થઈ શકશે નહીં. આમ પદાર્થ વ્યવસ્થાના અભાવે ઉપદેશ, ક્રિયા, ઉપભોગ, અપવર્ગ = સ્વર્ગ મોક્ષ આદિ વ્યવસ્થાઓ પણ ભાંગી પડે અને સર્વ વ્યવહારોનો વિચ્છેદ થઈ જશે.
* સામાન્ય વિશેષથી ભિન્ન નથી = વ્યવહારનય **
યદિ જો ઉપરોક્ત દોષના સમાધાન માટે ઘટ-પાદિ પદાર્થોમાં રહેલી સત્તાને જો વિશેષરૂપે
ભિન્ન ભિન્ન રૂપે સ્વીકારશો. અર્થાત્ ઘટનિષ્ઠ સત્તાથી પટનિષ્ઠ સત્તા ભિન્ન, પનિષ્ઠ સત્તાથી
. યાસર્જી મુ/ "યાત્ ગૃી.(માં.)/માવનિશ્ચયાસગૃહી મા./ ૨. મવગ્રળ રા./ રૂ. "માવપ્રસાદ સં..
–