________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• નૈમસ્ય દૈવિધ્યમ્ -
शीलमस्य स सर्वपरिक्षेपी, सामान्यग्राहीतियावत् । सामान्यविशेषरूपस्तु नोक्तः, अनुवृत्तिलक्षणश्चेत् सामान्यं, व्यावृत्तिलक्षणश्चेत् विशेषः, ततोऽन्यस्याभावात् । अथवा आद्यन्तयोर्ग्रहणात् तन्मध्यगतस्यापि ग्रहणम् । शब्दस्त्रिभेद इति शब्दस्य त्रैविध्यम् शब्दनयस्त्रिभेदः त्र्यंश इति, तानाह - साम्प्रत इत्यादिना, साम्प्रतं=वर्तमानं भावाख्यमेव वस्त्वाश्रयति यतोऽतः साम्प्रतः सम्प्रतिकाले यद् वस्तु भवत् तत् साम्प्रतं तद्वस्त्वाश्रयन् साम्प्रतोऽभिधीयते । ।
નનુ ઘુ ‘વ્હાલાટ્યગ્’ (પા.૪/૩/૧૧) કૃતિ સાપ્રતિષ્ઠ કૃતિ ભવિતવ્યમ્, નૈષ ટોપ, વર્તમાન-. क्षणवर्तिवस्तुविषयोऽध्यवसायस्तद्भवः शब्दः साम्प्रतः, स्वार्थिको वा प्रज्ञादित्वात् । एष च मौलशब्दनयाभिप्रायाविशिष्ट इति न पृथगुदाहरणैर्विभावितः । यां यां संज्ञामभिधत्ते तां तां समभिरोहतीति समभिरूढः सोऽभिदधाति यदि लिङ्गमात्रभिन्नमवस्तु, विसंवादित्वात् रक्तनीलतादिवत्, → હેમગિરા
છે જેનો તે સર્વપરિક્ષેપી નૈગમનય કહેવાય આને ‘સામાન્યગ્રાહી’ પણ કહેવાય. અહીં સામાન્ય અને વિશેષ એ બન્નેને પૃથક્ રીતે જ કહ્યાં છે, પણ સામાન્ય-વિશેષ ઉભયરૂપે અહીં નથી જણાવ્યાં. કારણ કે જેમાં અનુવૃત્તિ લક્ષણ જણાય તે સામાન્ય છે. અને જ્યાં વ્યાવૃત્તિ લક્ષણ જણાય તે વિશેષ છે. આ બે સિવાય અન્યનો અભાવ છે. અથવા તો આદ્ય અને અંતના ગ્રહણમાં મધ્યનું ગ્રહણ થઈ ગયું એ ન્યાયે સામાન્ય (આદ્ય) અને વિશેષ (અંત)ના ગ્રહણમાં, સામાન્ય-વિશેષ ઉભયરૂપતાનું ગ્રહણ થઈ જાય છે. તેથી ઉભયરૂપને અલગથી નથી કહેવામાં આવ્યું.
"
२८७
* શબ્દનયના ત્રણ પ્રકાર
-
(૧) સાંપ્રત ઃ- વર્તમાન (વિદ્યમાન) ભાવ રુપ જ વસ્તુનો આશ્રય કરે તે સાંપ્રત. વર્તમાનકાળે થતી જે વસ્તુ ‘સાંપ્રત' તેવી સાંપ્રત વસ્તુનો સ્વીકાર કરનાર આ નય સાંપ્રત કહેવાય છે. શંકા :- જાનાદેંગ્ (પા.૪/૩/૧૧) સૂત્રથી કાળવાચિ (સાંપ્રત આદિ) શબ્દોને ‘ગ્' પ્રત્યય લાગતા ‘સાંપ્રતિક’ પ્રયોગ થવો જોઈએ ને ? જવાબ :- આ દોષને અવસર નથી કારણ કે અહીં આ સાંપ્રતને અધ્યવસાય તરીકે કહ્યો છે.
વર્તમાન ક્ષણવર્તિ જે વિષય તે અંગેનો જે અધ્યવસાય એ અધ્યવસાયમાં થનાર ‘શબ્દ’ તે ‘સાંપ્રત' છે. અથવા તો સ્વાર્થમાં આ ‘સાંપ્રત’ પ્રયોગ જાણવો. કારણ કે સ્વાર્થિક પ્રત્યયો માટે વ્યાકરણમાં આવતાં ‘પ્રજ્ઞાદિ’ ગણ પાઠમાં આ ‘સાંપ્રત’ શબ્દ-પ્રયોગ પણ છે. આ સાંપ્રતનય મૂલ શબ્દનયનો જ એક ભેદ છે. પૂર્વે જણાવેલ શબ્દનયના અભિપ્રાયને જ જણાવતો આ નય છે. તેથી આ સાંપ્રતનયના જુદા ઉદાહરણો અહીં નથી દર્શાવ્યાં.
૨. સમભિરૂઢ :- જે જે સંજ્ઞા (શબ્દો)નો ઉચ્ચાર કરાય તે તે સંજ્ઞા તરફ આ નય આરોહણ કરે અર્થાત્ આ નય દરેક સંજ્ઞાના ભિન્ન અર્થો માને છે. યદિ જો લિંગ માત્રના ભેદવાળી