________________
२९२
• વ્યવહારલક્ષળમ્
भाष्य- लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः ।।
सामान्यं एकदेशो=विशेषः तयोः सर्वैकदेशयोः = सामान्य-विशेषात्मकयोरेकीभावेन ग्रहणम् = आश्रयणमेवंविधोऽध्यवसायः सङ्ग्रहो भण्यते । एकीभावेन ग्रहणमेवं द्रष्टव्यम् - यौ हि सामान्य-विशेषौ नैगमाभिमतौ तौ सम्पिण्ड्य सग्रहनयः सामान्यमेव केवलं स्थापयति सत्तास्वभावम् यतः सत्तातो न व्यतिरिच्यते विशेषः ।।
तत्त्वार्थाधिगमसूत्रम् १/३५
व्यवहारलक्षणाभिधित्सयाऽऽह - लौकिकेत्यादि । लोके = मनुष्यादिस्वभावे विदिताः लौकिकाः = पुरूषास्तै समः=तुल्यः, यथा लौकिका विशेषैरेव घटादिभिर्व्यवहरन्ति तथाऽयमपीत्यतस्तत्समः, उपचारप्राय इति। उपचारो नामान्यत्र सिद्धस्यार्थस्यान्यत्राध्यारोपो यः, यथा कुण्डिका स्रवति, पन्था गच्छति, उदके कुण्डिकास्थे स्रवति कुण्डिका स्रवतीत्युच्यते, पुरुषे च गच्छति पन्था गच्छतीति। एवमुपचारप्राय= उपचारबहुल इत्यर्थः । विस्तृतो = विस्तीर्णोऽनेकोऽर्थो=ज्ञेयो यस्य स विस्तृतार्थः अध्यवसायविशेषो व्यवहार इति निगद्यते । ।
→ હેમગિરા
ભાષ્યાર્થ :- લૌકિક સમ, ઉપચાર પ્રાયઃ, અને વિસ્તૃત અર્થવાળો વ્યવહાર છે.
-
એ છે કે ઘટાદિ અર્થોના સર્વ = સામાન્ય અને એકદેશ = વિશેષ આ બન્નેનું એકી ભાવે ગ્રહણ કરતો અધ્યવસાય તે સંગ્રહ કહેવાય. એકીભાવે કઈ રીતે ગ્રહણ કરે છે. તે જણાવતાં કહે છે કે- નૈગમ નયને અભિમત જે સામાન્ય અને વિશેષ છે તે બન્નેને એકઠાં કરી સંગ્રહ નય એકમાત્ર સત્તા સ્વરૂપ સામાન્યને જ સ્થાપન કરે છે. અર્થાત્ પદાર્થમાત્રને ‘સત્તા’ સ્વરુપે સ્વીકાર કરે છે. કારણ કે આના મતે વિશેષ એ સામાન્યથી કોઈ અતિરિક્ત વસ્તુ નથી. (જેથી કે વિશેષને અલગ સ્વીકારવો પડે). હવે વ્યવહારનાં લક્ષણનું વિધાન કરવાની ઇચ્છાથી કહે છે
# વ્યવહારનયનું લક્ષણ લૌકિકસમ :- લોક=મનુષ્યાદિ ગતિસ્વરૂપ. તે લોકમાં જણાય તે લૌકિક. લૌકિક પુરુષોની જેમ વર્તનારું તે લૌકિકસમ કહેવાય. જેમ લૌકિક પુરુષો વિશેષ એવા ઘટ આદિ વડે જ વ્યવહાર કરે છે. તેની જેમ આ નય પણ વિશેષથી જ વ્યવહાર કરે છે. તેથી આને લૌકિકસમ કહેવાય છે.
ઉપચારપ્રાયઃ :- અન્ય સ્થાને સિદ્ધ થયેલ અર્થનો અન્ય ઠેકાણે આરોપ કરવો તે ઉપચાર કહેવાય. જેમ ‘કુંડી ઝરે છે.’ ‘માર્ગ જાય છે.’ અહીં હકીકતમાં કુંડીમાં રહેલું પાણી ઝરે છે. તથા માર્ગ ઉપર પુરુષ કે વાહન આદિ ચાલે છે. છતાં કુંડી ઝરે છે. પંથ ચાલે છે. એવા જે પ્રયોગો કરાય છે તે ઉપચાર રુપ સમજવા. અહીં ‘પ્રાયઃ' શબ્દ એ બહુલતાના અર્થમાં છે. અર્થાત્ મોટાભાગે વ્યવહારમાં ઔપચારિક પ્રયોગો થતાં હોય છે.
છુ. સામાન્ય દેશો માં ૨. છાવી હું.