________________
૩૨૦
• असद्धर्मस्य वस्तुनि ख्यापने दोषः • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ कुतः? षड्द्रव्यावरोधादिति। षड् द्रव्याणि कथम् ? उच्यते- पञ्च धर्मादीनि कालश्चेत्येके (सू. ५/३८) इति । यथा- येन प्रकारेण एता: एक-द्वि-त्रि-चतुः-पञ्च-षडात्मिका अवस्थाः एकत्र जगत्युपादीयमाना न विरूद्धाः प्रतिपत्तयो भवन्ति, अथ च ज्ञेयस्य जगतः अध्यवसायान्तराणि= परिच्छेदकारिविज्ञानान्येकादिरूपेण, तद्वत् तेन प्रकारेण नयानां नैगमादीनां वादा जल्पा अध्यवसायकृता न विरूध्यन्ते।। ____एतत् कथयति यो हि नाम यत्र वस्तुनि धर्मो न विद्यते स तत्र स्वेच्छयोपादीयमानस्तत्स्थेनापरेण धर्मेण विरोधं प्रतिपद्यते, यथाऽऽत्मनि अज्ञानिता उपादीयमाना ज्ञानरूपेणात्मस्थेन धर्मेण विरूद्धा सती त्यज्यते, नैवं नयेषु, यथा वा व्योम्नि मूर्त्तता तत्स्थेनापरेणामूर्तेन धर्मेण विरूद्धा सती विप्रतिपत्तिरूच्यते, नैवं नयेषु, यतो वस्तु सामान्य-विशेषधर्मसमन्वितं कश्चित् केनचिदाकारेण परिच्छिनति । यदि ह्यसन्नेवासौ धर्मस्तेन नयेन तत्र वस्तुन्यध्यारोप्येत स्याद् विप्रतिपत्तिप्रसङ्ग इति, न तु तथा।
- હમગિરા - કરતા છ દ્રવ્ય થાય. સંપૂર્ણ જગત છ દ્રવ્યથી અવરૂદ્ધ (ભરેલો) છે. શાસ્ત્રચ્ચે' સૂત્ર (પ/૩૮) મુજબ “કાળને પણ કેટલાક દ્રવ્ય માને છે. એ અપેક્ષાએ જગત પદ્રવ્ય સ્વભાવાત્મક છે. જે રીતે.... એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ પ્રકારવાળી જુદી જુદી અવસ્થા એક જ જગત (જ્ઞય)માં રહેવા છતાં પણ વિરૂદ્ધ પ્રતિપત્તિરૂપ થતી નથી અર્થાત્ શેય(જગત)ના ભિન્ન અધ્યવસાયો = એક,બે ઇત્યાદિ રૂપે બોધ કરનાર વિજ્ઞાનો જેમ વિરોધને પામતાં નથી તેમ આ નૈગમાદિ નયવાદો = નૈગમાદિ અધ્યવસાયોથી કરાયેલા જલ્પો = કથનો પણ વિરોધદશાને પામતાં નથી.
# વિરોધના સ્વરૂપને ઓળખીએ ફ્ર આશય એ છે કે.... જે ધર્મ જે વસ્તુમાં રહેલ જ નથી તેવા ધર્મનું જો તે વસ્તુમાં સ્વેચ્છાએ પ્રતિપાદન કરાય, તો તે વસ્તુમાં રહેલા ધર્મ સાથે આ નહીં રહેલ) ધર્મનો વિરોધ આવે. જેમ કે કોઈ આત્મામાં “અજ્ઞાનિત્વ ધર્મને રાખવાની વાત કરે તો આત્મનિષ્ઠ જ્ઞાન ગુણ (ધર્મ) સાથે આનો વિરોધ આવે. તેથી આવા (અજ્ઞાનિત્વ જેવા) વિરોધી ધર્મો તજવા લાયક બને, પણ નયોમાં એવું નથી અથવા તો જેમ આકાશમાં (એકાંતે) મૂર્ત ધર્મનું કોઈ પ્રતિપાદન કરે તો તે આકાશમાં રહેલા અમૂર્ત ધર્મ સાથે તેનો વિરોધ હોવાથી વિપ્રતિપત્તિ થાય. પરંતુ નયોના વિષયમાં આવું નથી. કારણ કે વસ્તુમાત્ર સામાન્ય અને વિશેષ બન્ને ધર્મથી યુક્ત છે. આથી કોઈ વ્યક્તિ વસ્તુને સામાન્ય ધર્મથી જાણે, તો કોઈ વિશેષથી. અગર જો વસ્તુમાં અત્યંત અસત - એવા ધર્મનું કોઈ આરોપણ આ નય થકી કરવામાં આવે તો વિપ્રતિપત્તિ પ્રસંગ આવે, પણ તેવું તો છે નહીં.
'... અશ્વિહ્નિતપાછો મુ. પુસ્તવે નાસ્તિ (ાં મi) |