________________
२४६
• ભત્રનુ-વિપુનરિમન:પર્યાયજ્ઞાનવિમર્શ तत्त्वार्थाधिगमसूत्रम् १/२४ __ भा० अत्राह- कोऽनयोः प्रतिविशेष इति ? पर्यायज्ञानम् अपरस्य तु तदावरणीयकर्मक्षयोपशमोत्कर्षापेक्षयैवंविधं भवति तद् विपुलमतिर्मन:पर्यायज्ञानम् । उभयमपीन्द्रियानिन्द्रियनिरपेक्षम् घटमात्रावच्छेदि प्रथमम्, द्वितीयं तु पर्यायशतैर्मृण्मय-रक्त-शुक्लादि-प्रमाणादिभिर्विचिन्तितं घटमवबुद्ध्यते, अत एव क्षयोपशमद्वैविध्यात्, प्रकृतेन च ज्ञानग्रहणेन मनःपर्यायं सम्बनिन् भाष्यकृदाह- मनःपर्यायज्ञानं द्विविधम् । मनःपर्यायस्य तेषु. वा ज्ञानं मनःपर्यायज्ञानं, द्वे विधे यस्य तद् द्विविधं, ते द्वे विधे दर्शयति- ऋजुमतिर्मन:पर्यायज्ञानम्, ऋजुमतिरेव मनःपर्यायज्ञानं, घटादिमात्रचिन्तितपरिज्ञानमिति, "विपुलमतिर्मनः पर्यायज्ञानं, विपुलमतिरेव मनःपर्यायज्ञानं, प्रसङ्गतः पर्यायशतैः परिज्ञानमिति ।।२४ ।।
एवं द्वैविध्ये दर्शिते नोदकोऽभिधत्ते मनःपर्यायाणामुभयत्र दर्शनं अतीन्द्रयत्वं चोभयोः ऋजुविपुलमत्योः समानम् । अतः किंकृतं नानात्वमिति प्रश्नयति-कोऽनयोः प्रतिविशेषः? । क इत्यसम्भावने,
- હેમગિરા - ભાષ્યાર્થ :- આ બે(ઋજુમતિ-વિપુલમતિ)માં વિશેષ ભેદ શું છે? બનતા, અને આ બનતા પરિણામોથી જ મન પર્યાય જ્ઞાની પદાર્થોનું અનુમાન કરી શકે છે, પણ સાક્ષાત્ રીતે બાહ્ય દ્રવ્યોને ક્ષયોપશમની વિચિત્રતાને લીધે જોઈ શકતા નથી. મન:પર્યાયજ્ઞાનીનો ક્ષયોપશમ તદાકારે પરિણત મનોદ્રવ્યોને જાણવા સુધીનો જ સીમિત છે.
જે કોઈને એવું મન:પર્યાયજ્ઞાન થાય કે જેમાં ઘટ સામાન્ય જ ચિંતિત થયેલ જણાય તે ઋજુમતિ મન:પર્યાય કહેવાય. અન્ય કોઈને તદાવરણીય કર્મના ઉત્કૃષ્ટ ક્ષયોપશમથી ચિન્તિત આ ઘટ (લાલવર્ણાદિ) વિશિષ્ટતાવાળો જણાય, તે વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન કહેવાય. આ બન્ને પ્રકારના મન:પર્યાયજ્ઞાનો ઈન્દ્રિય અને અનિન્દ્રિય(મન)થી નિરપેક્ષ હોઈ આત્માથી જ થનારા છે. આ બેમાં પ્રથમ મન:પર્યાયજ્ઞાન ઘટ માત્રને જાણે છે. બીજું વિપુલમતિ એ જ ઘટને સૈકડો પર્યાય વડે જાણે. જેમકે આ ઘટ માટીમય, લાલ કે સફેદ છે તેમજ પ્રમાણ (નાનીમોટી આકૃતિ, હલકો-ભારી વજન) વડે ચિંતવાયેલ આ ઘટ છે. આ રીતે બે પ્રકારે ક્ષયોપશમ થતો હોવાથી આ ક્ષયોપશમથી જન્ય જ્ઞાનના પણ બે ભેદ પડે છે.
આ રીતે મન:પર્યાએ જ્ઞાનરૂપ જ છે, (પણ દર્શનરૂપ નથી) એ જણાવવા ભાષ્યમાં જ્ઞાનનો સંબંધકરતા કહે છે. (સૂત્રમાં ઉલ્લેખ નથી તેથી ભાષ્યમાં સ્પષ્ટ કરતા કહે છે) કે મનપર્યાય જ્ઞાન બે પ્રકારે છે. મનના પર્યાયોનું જ્ઞાન અથવા મનના પર્યાય વિશે થતું જ્ઞાન તે મન:પર્યાય જ્ઞાન છે. બે પ્રકાર છે જેના એવું મન:પર્યાયજ્ઞાન દ્વિવિધ કહેવાય. બે પ્રકાર + (i) ઋજુમતિ એ જ મન:પર્યાયજ્ઞાન તે ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન કહેવાય, આમાં ચિત્તિત સામાન્ય ઘટનું જ જ્ઞાન થાય (ii) વિપુલમતિ એ જ મન:પર્યાયજ્ઞાન તે વિપુલમતિ મનઃપર્યાયજ્ઞાન કહેવાય, આમાં સેંકડો પર્યાયયુક્ત વિશેષ ઘટનું જ્ઞાન થાય. આ પ્રમાણે બે પ્રકાર દેખાડ્યું છતે આ અંગે પ્રશ્નકાર પૂછે છે -
પ્રશ્ન :- બન્ને મન:પર્યાય જ્ઞાનોમાં મનના પર્યાયો જ જણાય છે. તેમજ બન્ને જ્ઞાનો અતીન્દ્રિય '..તાવિત્રથમધ્યવર્તી પાટો મુદ્રિતકતી ન ડ્ર: (મા)