________________
• अवधिज्ञानात् मनःपर्यायज्ञानविषयं विशुद्धतरम् •
तत्त्वार्थाधिगमसूत्रम् १/२९
भा० अवधिज्ञानविषयस्यानन्तभागं मनःपर्याज्ञानी जानीते, रूपिद्रव्याणि मनोरहस्यविचारगतानि च मानुषक्षेत्रपर्यापन्नानि * विशुद्धतराणि चेति । । २९ ।।
तदित्यनेन अवधिज्ञानविषयोऽभिसम्बध्यते । तस्यावधिज्ञानविषयस्य= सर्वरूपिद्रव्यात्मकस्य योऽनन्त भागः एकस्तं मनःपर्यायज्ञानी जानीते । एतदाह- अवधिज्ञानविषयेत्यादिना । तान्यपि चावधिविषयानन्तभागवर्तीनि रुपिद्रव्याण्यवगच्छति = रूपरसाद्युपेतानि एवंगुणसम्प्राप्तात्मकानि द्रव्याणि तान्यपि न कुड्याद्याकारव्यवस्थितानि जानाति, किन्तु मनोरहस्यविचारगतानि मनः = अनिन्द्रियं= प्रतिविशिष्टपुद्गलप्रचितं चेतस्तदेव च रहस्यम् = अप्रकाशस्वरूपं = अन्तर्वर्तमानं मनोरहस्ये विचारो विचारणा = अन्वेषणा, कथमयं पदार्थोऽवस्थित इत्येवंरूपा, तत्र मनोरहस्यविचारणायां गतानि=प्रविष्टानि=चिन्त्यमानानि जीवेनेतियावत्, तान्यपि न सर्वलोकवर्तीनि, किन्तु मनुष्यक्षेत्रम् = आमानुषोत्तरात् तस्मिन् मनुष्यक्षेत्रे पर्यापन्नानि=व्यवस्थितानीतियावत्, अवधिज्ञानिनश्च सकाशाद् विशुद्धतराणि = बहुतरपर्यायाणि जोनीत ફતિયાવત્ ।।૨૬।।
२५६
→ હેમગિરા
ભાષ્યાર્થ :- અવધિજ્ઞાનના વિષયનો અનંતમો ભાગ મન:પર્યાયજ્ઞાની જાણે. આ અનંતમા ભાગે રહેલ રૂપી દ્રવ્યોને આ મનઃપર્યાયજ્ઞાની અન્યના મનમાં વિચારરૂપે રહેલા હોય તો જ જાણે. વળી મનુષ્યક્ષેત્ર સુધી સીમિત તથા વિશુદ્ધતર પણે જાણે.॥૨૯॥
→>>>
રૂપી દ્રવ્યોને અવધિજ્ઞાની જાણે છે. તે અવિધિજ્ઞાનદૃષ્ટવિષયના એક અનંતમા ભાગ જેટલા વિષયોમાં મન:પર્યાયજ્ઞાનીનો વિષયવ્યાપાર હોય. ભાવાર્થ આ મુજબ છે · સૂત્રના ‘ત ્’ શબ્દથી ‘અવધિજ્ઞાનના વિષય’નો અન્વય કરવો અને અર્થ આ રીતે કરવો કે અવધિનો વિષય કે જે સર્વરૂપી દ્રવ્યાત્મક છે, તેવા આ દ્રવ્યોના એક અનંતમા ભાગને મનપર્યાયજ્ઞાની જાણે.આ જ હકીકતને ભાષ્યમાં સ્પષ્ટ કરતા કહે છે.
-
* અવધિ અને મન:પર્યાયજ્ઞાન વચ્ચેની ભેદરેખા
અવધિજ્ઞાનના વિષયની અંતર્ગત(ભાસતા) જે રૂપ-રસાત્મક રૂપી દ્રવ્યો છે તેના અનંતમા ભાગે રહેલા દ્રવ્યોને મન:પર્યાયજ્ઞાની જાણે છે વળી આ દ્રવ્યો પણ દિવાલ ભીંત આદિ આકારરૂપ પરિણત થવા રૂપે આ મનઃપર્યાયજ્ઞાનમાં ભાસતા નથી. પરંતુ અમુક વિશેષ (મનોવર્ગણાના) પુદ્ગલોથી નિર્માણ થયેલ અનિન્દ્રિય એવું જે મન છે, તે મનની અંદર રહસ્યમય રીતે વર્તતાં વિચારને જાણે અને તેના માધ્યમે આ ઘટાદિ પદાર્થોનુ અનુમાન કરે છે. અર્થાત્ અમુક ઘટાદિ પદાર્થ ક્યા સ્વરૂપે અવસ્થિત છે' ઈત્યાકારક જીવ વડે ચિંતવાંતી મનોગત અવસ્થારૂપે આ દ્રવ્યોને જાણે. મનોગત વિચારો પણ સર્વ લોકવર્તી જીવોના આ નથી જાણતો પરંતુ માનુષોત્તર પર્વત સુધી આવેલું જે મનુષ્યક્ષેત્ર છે ત્યાં સુધી રહેલા સંશીપંચેન્દ્રિય જીવોના જ મનોગત ભાવોને જાણે. અવધિજ્ઞાની કરતાં આ મનઃપર્યાય જ્ઞાનમાં વિશેષ-અધિક પર્યાય જણાય છે. તેથી આ મનઃપર્યાયજ્ઞાન વિશુદ્ધતર કહેવાય છે.IIરલા . મનુષ્ય' પાB.નિં. ૨. અવધિવિષયો" યું.મા./ રૂ. "ગુણસંદ્રાવાત્મ" હું "સમ્વાપાત્મ મા./ ૪. પ્રવિશિ યું.માં.| હું. નાનાતિ ઝીવઃ પB.। *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૪૧