________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • વત્તજ્ઞાનનો અમેદ્રવાનિરીરળ •
२६९ शब्दभेदः केवलमत्र केवलिनि अर्थस्त्वभिन्न एव, यतः सर्वमेव विशेषपरिच्छेदकं ज्ञानं केवलिनि समस्ति न दर्शनमिति, इदमपि न जाघट्यते ज्ञानावरणं भगवतः क्षीणं दर्शनावरणीयं च निरवशेषं, तत्रैकत्वे सति कोऽयमावरणभेदाभिमानो निष्प्रयोजनः ?। तथा साकारोपयोगोऽष्टधा दर्शनोपयोगश्चतुर्धेति, तथा ज्ञानं पञ्चधा दर्शनं चतुर्धेति, एकत्वे सति कुत इदमपि घटमानकं? न चातीवाभिनिवेशोऽस्माकं युगपदुपयोगो मा भूदिति, वचनं न पश्यामस्तादृशम्, क्रमोपयोगार्थप्रतिपादने तु भूरि वचनमुपलभामहे, न चान्यथा जिनवचनं कर्तुं शक्यते सुविदुषाऽपीति, प्रकृतमनुत्रियते । एतस्मात् केवलज्ञानोपयोगात् केवलदर्शनोपयोगाच्च विनाऽन्यस्य उपयोगस्य अभावात् केवलिनि
– હેમગિરા કેવલીમાં સાકાર અનાકાર ઉપયોગનો અભેદવાદ & જો તમે એવું કહેશો કે દર્શનોપયોગ-જ્ઞાનોપયોગમાં સાકાર અને અનાકાર એવો માત્ર શબ્દભેદ જ છે. બાકી કેવળી ભગવંતમાં સાકાર અને અનાકાર બંન્નેમાં અર્થ તો એક સ્વરૂપે જ અભિન્ન ભાસે છે. કારણ કે કેવળીઓ તો બધું વિશિષ્ટ રીતે જ જુએ છે. તેથી તેમનું જ્ઞાન વિશિષ્ટ જ હોય, દર્શન (સામાન્ય) રુપ ન હોય, તો આ વાત પણ નહીં જ ઘટે, કારણ કે એમ કહેવાથી કેવળીનું જ્ઞાનાવરણીય ક્ષીણ થયું અને દર્શનાવરણીય બાકી છે, એવું માનવું પડે. હવે જો એમ કહો કે વિશેષ હોય ત્યાં સામાન્ય હોય જ કેવળજ્ઞાનમાં જ અભેદ રુપે કેવળદર્શન રહેલુ છે. ભિન્ન = સ્વતંત્ર રુપે બીજા સમયે નહિ.” તો એમ કહેવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન એક બની જશે.એમાં કોઈ ભેદ જ નહિં રહે. તો પછી આવરણીય કર્મમાં ભેદ કેમ માનો છો? જ્ઞાન દર્શન એક જ છે તો બન્નેના આવરણીય કર્મ પણ એક (જ્ઞાનાવરણીય) જ રહેશે, એક (જ્ઞાનાવરણીય)ના ક્ષયથી જ બંન્ને (કેવળજ્ઞાન અને કેવળદર્શન) ઉત્પન્ન થઈ જશે. તો પછી દર્શનાવરણીય ભેદનું શું પ્રયોજન રહે અર્થાત્ દર્શનાવરણીય કર્મ ક્ષય પામ્યાનું પ્રયોજન (ફળ) શું? અને આ રીતે જો કેવળજ્ઞાનના ઉપયોગનું જ અસ્તિત્વ માનવામાં આવે અને કેવળદર્શનના ઉપયોગને ભિન્ન નહિ સ્વીકારાય તો સાકારોપયોગ આઠ પ્રકારે, દર્શનોપયોગ ચાર પ્રકારે તથા જ્ઞાન પાંચ પ્રકારે, દર્શન ચાર પ્રકારે વગેરે વ્યાખ્યાઓનું શું? એ બધાનું અર્થઘટન કઈ રીતે થશે ?
જો કે અમને પણ અતિ અભિનિવેશ (એકાન્ત આગ્રહ) નથી કે યુગપ૬ ઉપયોગ હોય જ નહીં. પરંતુ તેવા યુગપદ્ ઉપયોગનું પ્રતિપાદક આગમ વચન ક્યાય અમે જોયું નથી. જ્યારે ‘દર્શન-જ્ઞાનનાં ક્રમથી ઉપયોગ છે” એવાં આગમ વચનો તો ઘણાં મેળવ્યાં છે. તેથી જિનવચનને તો અન્યથા કરવું એ વિદ્વાનોને પણ ન શોભે. હવે પ્રસ્તુત વિષય પર આવીએ કે કેવળીને આ કેવળજ્ઞાનોપયોગ અને કેવળદર્શનોપયોગ થકી અન્ય ઉપયોગનો અભાવ હોવાથી મતિ આદિ ચારે જ્ઞાનનો સહભાવ કેવળજ્ઞાન સાથે ન હોય. વળી આ અંગેની બીજી યુક્તિઓ આગળ કહીએ છીએ.