________________
६२ સૃષ્ટિવાનિરી
तत्त्वार्थाधिगमसूत्रम् १/३ न खलु संसारस्यादिर्दृष्टः केवलज्योतिषाऽपि प्रकाशिते समस्तज्ञेयराशौ, अतस्तस्याभावादनुपलब्धिः, न तु ज्ञानस्याशक्तिर्ग्रहणं प्रतीति। सन्धावन्ति यत्र स्वकर्मभिः प्रेर्यमाणा जन्तवः स संसार इति, उत्पत्तिस्थानानि नरकादीनि, निश्चयनयस्य तु सर्वं स्वप्रतिष्ठं वस्त्विति आत्मैव, त एव वा प्राणिनः सन्धावन्तस्तांस्तान् परिणामान्नारकादीन् संसार इति कथ्यते, अनादौ संसार इति च सृष्टिं निरस्यति ।
नहि कश्चिज्जगतः स्रष्टा कर्ता समस्ति पुरुषः, यथैव हि ते न केनचित् सृष्टाः पाण्यादिमन्तस्तथाऽन्येऽपि प्राणिनः । कञन्तराभ्युपगमे चानवस्था। सति चोपकरणकलापे दलिकद्रव्ये
- હેમગિરા - કે સંસારના આદિનો અભાવ હોવાથી તેની અનુપલબ્ધિ છે. અહીં સ્વભાવથી અનુપલબ્ધિ છે. આમાં કોઈએ એવો મંદ વિચાર ન કરવો કે શું સર્વશની જ્ઞાન શક્તિ ત્યાં આદિને જોવા સુધી પહોંચી ન શકે ? કારણ કે સર્વજ્ઞો પણ જે વસ્તુ સ્થિતિ છે તેને જ જુએ છે. પોતાના કર્મો વડે પ્રેરાયેલા જીવો જેમાં સંસરણ (પરિભ્રમણ) કર્યા કરે તે સંસાર. અર્થાત્ ઉત્પન્ન થવાના સ્થાનો નરકાદિ ગતિ તે સંસાર છે. આ વ્યાખ્યા વ્યવહાર દૃષ્ટિએ સમજવી. નિશ્ચયનયે તો સર્વ વસ્તુ સ્વ-પ્રતિષ્ઠિત જ છે. અર્થાત્ (કર્મયુક્ત) આત્મા એ જ સંસાર છે. અથવા ભ્રમણ કરતા તે પ્રાણીઓ જ જુદી જુદી નરક આદિ ગતિઓમાં ફરે છે આ નારકી-મનુષ્યાદિ પરિણામ (પર્યાયો)ને સંસાર કહેવાય છે.
# ઈશ્વર કર્તુત્વનું નિરાકરણ ૪ સંસારને “અનાદિ' વિશેષણ લગાડી સંસાર એ સર્જન રૂપ નથી તે જણાવ્યું અર્થાત્ સૃષ્ટિવાદનું નિરસન કર્યું. તે આ પ્રમાણે :- જગતનો સર્જનí પુરુષ કોઈ નથી કારણ કે જે રીતે જગતસ્રષ્ટા એવા વિશિષ્ટ હાથ પગવાળા પૂજય ઈશ્વરને કોઈએ સર્જયો નથી, (ટીકામાં તે બહુવચન પદ બહુમાનવાચી છે) એ જ રીતે અન્ય પણ હાથ-પગવાળા ત્રસ આદિ જીવોનું કોઈએ સર્જન કર્યું નથી. જો એ ઈશ્વરના સર્જક તરીકે કોઈ અન્યને માનો તો પછી એનું (ઈશ્વરના સર્જકનું) સર્જન કોણે કર્યું? વળી એ સર્જકનું સર્જન કોણે કર્યુ ? ઈત્યાદિ પ્રશ્નોની પરંપરાનો અંત જ નહી આવે જેને ન્યાયની ભાષામાં અનવસ્થા દોષ કહેવાય છે.
વળી બીજી મહત્ત્વની વાત એ છે કે ચતુર એવો કુંભકાર દંડાદિ અનેક ઉપકરણો તેમજ માટી પાણી વગેરે સાધન-સામગ્રી હોતે છતે જ, કાર્ય કરવામાં પ્રયત્નશીલ થતો ઘટનું નિર્માણ કરી શકે છે. સામગ્રી ના અભાવમાં તો ન જ કરે. તો પછી ઈશ્વરે પૂર્વ સામગ્રી વિના જગતનું સર્જન કઈ રીતે કર્યું? આ રીતે જો ઘટાદિ કાર્યના કર્તા લોકમાં પ્રત્યક્ષ જ છે તો અહીં અદૃષ્ટ એવા ઈશ્વરને કર્તા માનવાનું શું પ્રયોજન? કારણ કે તે ઈશ્વરની અનુપસ્થિતિમાં પણ કુંભકારાદિનું ઘટાદિ કાર્ય માટેનું કર્તુત્વ દેખાય જ છે. (અદષ્ટ કરતાં દષ્ટની કારણતા વધુ ઉચિત મનાય).
પૂર્વપક્ષ :- ઘટાદિ કાર્ય માટે ઈશ્વરનું કર્તુત્વ ભલે ન હોય પણ આકાશ-પર્વત(પૃથ્વી) આદિ ૨. તેન વેન મુ. (માં , ) I