________________
• चतुर्थसूत्रस्यावतरणिका
तत्त्वार्थाधिगमसूत्रम् १/३
अत्राह तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमित्युक्तम् । तत्र किं तत्त्वमिति ? अत्रोच्यते । । ३ । । शब्दादेव भवति, किन्तु कस्यचिद् भव्यस्य प्रतिमाद्यालोक्य भवत्येव । परोपदेशात्= परोपष्टम्भेन यदुदेति तत्त्वार्थेषु = जीवादिषु श्रद्धानं = रुचिस्तदधिगमसम्यग्दर्शनमिति । । ३ । ।
सम्प्रत्युत्तरसूत्रसम्बन्धं स्वयमेव लगयन्नाह - अत्राहेत्यादि । अत्र एतस्मिंस्तत्त्वार्थश्रद्धानलक्षणे सम्यग्दर्शने विषयस्वरूपोपरक्ते व्याख्याते विषय विवेकमजानन्नोदकोऽनूनुदत् - भवता तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमित्येतदुक्तं, तत्र किं तत्त्वमिति, तत्रेत्यनेन तत्त्वार्थश्रद्धानशब्दे यस्तत्त्वशब्दस्तत्र किं तत्त्वं किं तस्याभिधेयमिति । ननु चायुक्तोऽयं प्रश्नो भाष्ये तत्त्वस्य पुरस्तान्निर्णयः कृत इति, तत्त्वानि जीवादीनि वक्ष्यन्ते त एवार्था इत्यस्मिन्, अतो निर्ज्ञाते तत्त्वे प्रश्नयतो जाड्यमवसीयते, उच्यते- न जाड्यात् प्रश्नः सत्यमुक्तं तत्त्वानि जीवादीनि, आदिशब्देन तु अनेकस्याक्षेप इति नास्तीयत्ता, तस्माद् भाष्याद् न निर्णयोऽतः इयत्तापरिज्ञानाय प्रश्नः ।
७६
•
પ્રશ્ન → તત્ત્વાર્થની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે તેમ જે કહ્યું તેમાં તત્ત્વની શ્રદ્ધામાં રહેલ તત્ત્વ એ શું છે ? ‘કહીએ છીએ’ IIII
→ હેમગિરા
લક્ષણની વ્યાપ્તિ ન ઘટે. પણ તેવું અહીં નથી. કારણ કે સમકિત માત્ર શબ્દ શ્રવણ ઉપદેશથી જ નથી થતું પરંતુ કેટલાંક ભવ્યને પ્રતિમાદિના દર્શન (નિમિત્ત)થી પણ થાય છે જ. ભાષ્યના પરોપવેશાત્ પદનો અર્થ આ મુજબ કરવો. પરના આલમ્બને જીવાદિ તત્ત્વોના અર્થમાં થતી શ્રદ્ધા રુચિ તે અધિગમ સમ્યગ્દર્શન.. ॥ ૩ ॥
=
હવે ઉત્તર (ચોથા) સૂત્રનો સંબંધ પોતે જ ભાષ્યકારશ્રી કહે છે :- તત્ત્વાર્થની શ્રદ્ધા સ્વરૂપ સમ્યગ્દર્શનમાં તત્ત્વ શું છે ? અર્થ શું છે ? શ્રદ્ધા શું છે ? ઈત્યાદિ વિષય સ્વરૂપની વ્યાખ્યા પૂર્વ સૂત્રમાં કરવા છતાં તે વિષયમાં રહેલા વિવેક (ભેદ)ને નહીં જાણતો શંકાકાર પ્રશ્ન કરે છે. * તત્ત્વની વિચારણા
-
શંકા તમે જે ‘તત્ત્વાર્થ શ્રદ્ધા’ સ્વરૂપ સમ્યગ્દર્શન કહ્યું તેમાં તત્ત્વ એ શું છે ? અર્થાત્ ‘તત્ત્વાર્થ શ્રદ્ધાનં’ શબ્દમાં જે તત્ત્વ શબ્દ છે તે ‘તત્ત્વ' શબ્દમાં શું તત્ત્વ છે. એટલે ‘તત્ત્વ'ના વિષય કોણ છે ?
--
આ અંગે અન્ય કોઈનું સમાધાન ઃ- નોદકનો આ સવાલ જ અયુક્ત છે કારણ કે પૂર્વે ભાષ્યમાં તત્ત્વ શું છે એનો નિર્ણય થઈ ગયો છે તેમજ આગળ આ જીવાદિ તત્ત્વોને સવિસ્તાર કહેવાશે. અને તે જીવાદિ તત્ત્વો જ અર્થ કહેવાય છે. આ રીતે તત્ત્વ વિશે જણાવેલ છે છતાં આ વિશે કોઈ પ્રશ્ન કરે તો આ તેની જડતા (બુધ્ધિનું સ્થૂલપણું) જ જણાય છે.
શંકાકાર :- સ્થૂલ બુદ્ધિના કારણે આ પ્રશ્ન નથી થયો. પરંતુ બીજા સૂત્રના ભાષ્યમાં તત્ત્વો છુ. તત્ત્વ તથા પં.માં. . . દ.૨૩, ૨૪|