________________
• દ્વિવિધપ્રત્યક્ષજ્ઞાનમ્
तत्त्वार्थाधिगमसूत्रम् १/११
मवगच्छतोऽयमग्निरिति संप्रत्ययो भवति, ततश्च स्वप्रतीतेरपि विरोध इति । उच्यते- इदं रूपं प्रत्यक्षमिति न तत्र मुख्यया वृत्त्या रूपं प्रत्यक्षं, ज्ञानमेव तु प्रत्यक्षं, तेन प्रत्यक्षेण ज्ञानेनावच्छिन्नोऽर्थः प्रत्यक्ष इत्युच्यते, तस्य युक्ता प्रत्यक्षता ।
किञ्च– न सर्वथेन्द्रियनिमित्तस्य ज्ञानस्य प्रत्यक्षता, निषेधात्, यतः सर्वथा तं विषयं न परिच्छेत्तुमलं, चक्षू रूपं गृह्णात्याराद्भागवर्ति, न परमध्यभागावस्थितम्, तथा श्रोत्रादि वाच्यम्, अवध्यादित्रयं पुनः सर्वात्मनाऽवगच्छति, अतस्तस्यैव युक्ता प्रत्यक्षता । किंच न सर्वथेन्द्रियनिमित्तस्य ज्ञानस्य प्रत्यक्षव्यपदेशो 'निषिध्यते, यतोऽयं निश्चयमङ्गीकृत्य भाष्यकृता प्रत्यक्षव्यपदेशो निषिध्यते, व्यवहारात्त्विष्यत एव । यतोऽभिहितं नन्द्याम् (सू. ८-९ ) “ तं समासओ दुविहं पण्णत्तं, (तं जहा पच्चक्खं च परोक्खं च । से किं तं पच्चक्खं ? पच्चक्खं दुविहं पण्णत्तं) तंजहा - इन्द्रियपच्चक्खं च नोइन्द्रियपच्चक्खं च” इन्द्रियप्रत्यक्षमिति ब्रुवता व्यवहारप्रत्यक्षताऽभ्युपेता भवति, भाष्यकारस्यापि → હેમગિરા
પ્રતીતિ છે તે પરોક્ષ જ્ઞાનમાં દેખાતી નથી, વળી ધૂમથી અગ્નિને જાણનાર (પરોક્ષજ્ઞાની) ‘આ (સામે) અગ્નિ છે,' એવી પ્રતિતી નથી કરતો. પરંતુ અનુમાન કરે છે. જો આવા પરોક્ષજ્ઞાનમાં “આ અગ્નિ પ્રત્યક્ષ છે.” એવી પ્રતીતિ કરીએ તો વિરોધી પ્રતીતિ ગણાય. ( તે રીતે પરોક્ષજ્ઞાનોમાં ‘અયં ઘટ:’ ઇત્યાદિ પ્રતીતિ વિરૂદ્ધ જ ગણાય ને) ?
=
ઉત્તરપક્ષ :- ‘આ ઘટનો રૂપ પ્રત્યક્ષ' છે ઈત્યાદિ પ્રત્યક્ષ પ્રતીતિઓમાં મુખ્ય વૃત્તિએ રૂપ પ્રત્યક્ષ નથી પરંતુ જ્ઞાન જ પ્રત્યક્ષ છે. અને આ પ્રત્યક્ષ જ્ઞાનથી નિયંત્રિત સંકલિત એવા (ઘટાદિ) અર્થ પણ પ્રત્યક્ષ કહેવાય છે. તેથી જ્ઞાનની પ્રત્યક્ષતા યુક્તિયુક્ત જ છે.વળી વિશેષ એ છે કે ઈન્દ્રિય નિમિત્તે થનાર જ્ઞાનની સર્વથા પ્રત્યક્ષતા નથી. આગમમાં આનો નિષેધ છે. કારણ કે ઈન્દ્રિય એટલી સમર્થ નથી કે સર્વ વિષયને પ્રત્યક્ષ રીતે જાણવા માટે સમર્થ બને. દા.ત. ચક્ષુ ઘટના બાહ્ય રૂપ (અંશ)ને જ જોઈ શકે પરંતુ અંદર રહેલા રૂપને પ્રત્યક્ષ ન કરી શકે. એ જ રીતે શ્રોત આદિ ઈન્દ્રિય પણ મર્યાદિત બોધ વાળી હોય છે. અવધિ આદિ ત્રણ જ્ઞાનો તો વિષયને આત્માથી સર્વાંશે જાણી શકે છે. તેથી અવિધ આદિની જ પ્રત્યક્ષતા યુક્તિ યુક્ત છે. વળી ઈન્દ્રિય-નિમિત્તથી થતા જ્ઞાનમાં પ્રત્યક્ષનો વ્યવહાર સર્વથા નિષિદ્ધ નથી. ભાષ્યકારે નિશ્ચય નયની અપેક્ષાએ ઈન્દ્રિય નિમિત્ત જ્ઞાન માટે પ્રત્યક્ષનો નિષેધ કર્યો છે. લોક વ્યવહારની અપેક્ષાએ ઈષ્ટ જ છે. કારણ કે નંદિસૂત્ર (સૂ.૮/૯)માં કહ્યું છે :- તે પ્રમાણ ટૂંકમાં બે પ્રકારે છે ઃ- પ્રત્યક્ષ અને પરોક્ષ. “તે પ્રત્યક્ષ શું છે ?” ‘ પ્રત્યક્ષ બે પ્રકારે છે’ (૧) ઈન્દ્રિય પ્રત્યક્ષ (૨) નોઈન્દ્રિય પ્રત્યક્ષ. આ પ્રમાણે આગમમાં ઈન્દ્રિયપ્રત્યક્ષનું વિધાન કરી વ્યવહાર પ્રત્યક્ષતાનો સ્વીકાર કર્યો જ છે. ભાષ્યકારે પણ આ સૂત્રની જોડણી=રચનામાંથી ઈન્દ્રિય જ્ઞાનની પ્રત્યક્ષતા સિદ્ધ કરી છુ. નિષિદ્ધા, પાA.RIA.| ૨. નિષેધ્યતે રTA./ રૂ. “અમ્યુવેતા” કૃતિ મુદ્રિતપુસ્તને નાસ્તિ (વં,માં)
१७२