________________
२२२ Tળધરાતિશયસ્થાન
तत्त्वार्थाधिगमसूत्रम् १/२० करोति यत् तत् तीर्थंकरनाम । तस्य तदेवाहदादिपूजाकरणाद्धेतोः क्रियमाणं कर्मेत्यभिधीयते तस्यानुभावात् पश्चाद् विपाकादित्यर्थः. अतस्तस्मादनुभावाद् यदुक्तं प्रतिपादितं तीर्थकृद्भिः तदेव तीर्थकरप्रतिपादितमर्थजातम्- उत्पन्नमिति वा विनप्टमिति वा ध्रुवमिति वा इत्येवं तद् गृहीत्वा गणधरैः, तेपां त्रितयं विशेपणमुपक्षिपति
भगवच्छिष्यरित्यादिना स्वयं गृहीतलिङ्गतां निरस्यति । पुनश्च सामान्यपुरुपा न भवन्तीति दर्शयति-अतिशयवद्भिरिति । अतिशयाः=विशिष्टाः शक्तयः। यथा- “पहू णं चउद्दसपुब्बी घडादो घडसहस्सं पडादो पडसहस्सं" (भगवती सूत्र-५/५/११२) इत्येवमादयः, ते येषां सन्ति तेऽतिशयवन्तस्तैरिति । तथा उत्तमातिशयेत्यादिना कुण्ठतां निरस्यति, यत उत्तमा अतिशया: अप्रमादादयः, वाग्=विवक्षितार्थप्रतिपादिका, बुद्धिः-वीजकोष्ठकादि, यावद् भण्यते तत् सर्वमसौ गृह्णति न किञ्चित्
– હેમગિરા પ્રયોજન (ફળ) છે જેનું એવું આ તીર્થકર નામકર્મ છે. આ બે વિશેષણોથી યુક્ત એવા તીર્થંકર નામકર્મના પ્રભાવથી કૃતકૃત્ય એવા તીર્થકરો પણ સ્વભાવથી જીવાદિ અર્થોને પ્રકાશે. તીર્થ એટલે ૧. ગણિપિટક, ૨. સંઘ, અથવા ૩. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રિક. આ ત્રણે તીર્થને જે કરે અર્થાત્ ઉપદેશ આપે તે તીર્થકર અને તે તીર્થકર બનાવવું જેનાથી થાય છે તે તીર્થકર નામ-કર્મ”. આ નામકર્મ તીર્થકરના ઐશ્વર્ય, પૂજા આદિમાં હેતુ બને છે. “ક્રિયાઓમાં હેતુ બને તે કર્મ” એ વ્યાખ્યા અહીં પણ સમજવી. આવા તીર્થકર નામકર્મના પ્રભાવનવિપાકથી તીર્થકરો દેશના આપે છે. તે તીર્થકર વડે પ્રતિપાદિત 'સૈફ વા વિનામે વા યુવે વા' = ‘વસ્તુ માત્ર ઉત્પન્ન થાયવિનાશ પામે અને સ્થિર રહે'} અર્થને = ત્રિપદીને = માતૃકા પદને ગણધરો ગ્રહણ કરીને દ્વાદશાંગી રચે છે.
ગણધર ભગવંતોની ત્રણ વિશેષતા છે (૧) ભગવાનના શિષ્ય. (૨) અતિશયવાળા (૩) ઉત્તમ અતિશય વાણી અને બુદ્ધિથી સંપન્ન. ભગવાનના શિષ્ય :- આ પ્રમાણે કહી “આપ મેળે દીક્ષાગ્રહણનો નિરાસ કર્યો અર્થાત ગણધરાદિ પણ સ્વયમેવ દીક્ષા અંગીકાર ન કરતા તીર્થકરોના શુભહસ્તે જ ગ્રહણ કરે છે. વળી આ ગણધરો કોઈ સામાન્ય વ્યક્તિ નથી; પણ અતિશયવંતા = વિશિષ્ટ શક્તિઓને ધારણ કરનારા છે. ભગવતીજીમાં કહ્યું છે કે એક ઘટમાંથી હજાર ઘટ, એક પટમાંથી હજારો પટ ઈત્યાદિ વિદુર્વી શકે એવા વિશિષ્ટ સામર્થ્યવાળા આ લબ્ધિશાલી ગણધરો હોય છે. - તથા ત્રીજા વિશેષણમાં ‘ઉત્તમ અતિશય’ પદથી એમ સૂચવ્યું કે ગણધરોમાં જરાય પ્રમાદ નથી હોતો. સર્વદા અત્યંત અપ્રમત્ત હોય છે તથા ઉત્તમવાણીવાળા હોય છે અર્થાત વિવક્ષિત અર્થનું પ્રતિપાદન કરનારી વાચાથી યુક્ત હોય છે, ઉત્તમ બુદ્ધિવાળા હોય છે. અર્થાત્ બીજ, કોઠાદિ બુદ્ધિ સંપન્ન હોય છે. આ ગણધરો તીર્થકરો વડે જેટલું કહેવામાં આવે તે સર્વને ગ્રહણ १. पभू णं भन्ते। चोद्दसपुची घडाओघडसहस्सं, पडाओ पडसहस्सं कडाओ कडसहस्सं रहाओ रहसहस्सं .छत्ताओ छत्तसहस्सं दंडाओ दंडसहस्सं अभिनिव्वदेत्ता उवदंसेत्तए ? हंता पभू (भगवतीसूत्र-श.५ उ.५ सू.११२) २.प्रसादादयः मु.(खं,भां)। T. ર.૬ ટિ.૨૬