Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 306
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સ્વમાવે ન પર્યનુયોગોઽસ્તિ છ २२१ तेषामेव एव स्वभावस्तीर्थकृतां यतः उत्पन्नदिव्यज्ञानैर्गणधरादिभ्यः प्रकाशनीयः सोऽर्थ इति, न च स्वभावेऽस्ति पर्यनुयोगो, भास्करप्रकाशवत्, किमर्थमयमंशुमाली जगत् प्रकाशयतीति न कश्चित् प्रश्नयति। अथवा अकृतार्थ एव तदा भगवान्, किमिति ? कर्मोदयभाक्त्वात् । कस्य कर्मण इति चेत्?। उच्यते- तीर्थकरनामाख्यस्य । तद्द्वयविशेपणमुपक्षिपति - परमशुभस्येत्यादि । परमं च तच्छुभं परमशुभं तस्य । कथं परमशुभतेति चेद् यतस्तस्मिन्नुदितेऽन्या असातादिकाः प्रकृतय उदिता अपि न स्वविपाकं प्रकटं दर्शयितुं शक्ताः, क्षीरद्रव्यापूरितकुम्भे पिचुमन्दरसबिन्दुवदिति । = एवं परमशुभस्य, प्रवचनं द्वादशाङ्ग=गणिपिटकम् ततोऽनन्यवृत्तिर्वा संघस्तस्य प्रवचनस्य प्रतिष्ठापनं निवर्तनं फलं प्रयोजनमस्य तत्प्रवचनप्रतिष्ठापनफलं तस्य, तीर्थं तदेव गणिपिटकं = सङ्घः, सम्यग्दर्शनादित्रयं वा तत् कुर्वन्ति = उपदिशन्ति ये ते तीर्थकराः तान् नामयति= હેમગિરા પૂજ્ય છે. અન્યથી પૂજ્ય એવા જે ઋષિઓ, તથા દેવો છે. તેઓ થકી પણ આ અરિહંત પૂજ્ય છે તેથી અર્હમ્ કહેવાય. (આ પ્રમાણે પાંચ વિશેષણ જાણવા) પ્રશ્ન :- શા માટે કૃત્યકૃત્ય થયેલા પણ અરિહંતો ગણધરાદિને અર્થ=તત્ત્વ કહે છે ? જવાબ :- તે તીર્થંકરોનો આ સ્વભાવ જ છે કે જેના કારણે ઉત્પન્ન થયેલા દિવ્ય એવા કેવળજ્ઞાન વડે ગણધરાદિની આગળ અર્થને તત્ત્વને પ્રકાશે છે. જે કાર્યમાં સ્વભાવ હેતુ દર્શાવાય ત્યાં કોઈ પ્રશ્નને સ્થાન ન હોય. જેમ સૂર્ય પોતાના સ્વભાવથી જગત ઉપર પ્રકાશ પાથરે છે તે અંગે કોઈને પ્રશ્ન નથી થતો કે આ સૂર્ય શા માટે પ્રકાશ કરે છે ? તે રીતે તીર્થંકર વિશે સમજવું અથવા તો અમુક (અઘાતિ) કર્મોદયની અપેક્ષાએ તીર્થંકર ‘અકૃતાર્થ’ પણ કહી શકાય છે. (તેથી કૃતાર્થ થવા માટે દેશના આપે.) * ...તો તીર્થંકર પણ અકૃતાર્થ કહેવાય ! શંકા :- તે કયા કર્મનો ઉદય છે જેની અપેક્ષાએ તીર્થંકર પણ અકૃતાર્થ કહેવાય છે ? જવાબ :- ‘તીર્થંકર નામકર્મ’ ( કે જેની ઉદયાવસ્થામાં ભગવાન દેશના આપે છે)ની અપેક્ષાએ હજુ અકૃતાર્થ છે. ભાષ્યકાર આ કર્મના બે વિશેષણ દર્શાવે છે. ‘૫૨મશુભ’ અને ‘પ્રવચન પ્રતિષ્ઠાપન ફળ.’ અર્થ આ પ્રમાણે → તીર્થંકર નામકર્મ ૫રમશુભ છે કારણ કે આના ઉદયકાળમાં અશાતા આદિ પ્રકૃતિઓ ઉદય પામેલી પણ પોતાના વિપાકને દેખાડવા સમર્થ બનતી નથી. જેમ દૂધથી ભરેલા મોટા તપેલામાં પડેલાં લીંબડાના રસના એક બિંદુથી તે દૂધના રસ(મધુરતા)માં કાંઈ ફેર નથી પડતો. તે રીતે તીર્થંકરોને પણ ઉદિત અતિમંદ એવા અશાતાદિ અસરકારક નથી થતાં. આ પ્રમાણે પરમશુભ એવા તે તીર્થંકર નામકર્મના ફળને દેખાડતાં કહે છે → પ્રવચન એટલે દ્વાદશાંગ ગણિપિટક અથવા તો આ દ્વાદશાંગથી અનન્ય એવો સંઘ તે પ્રવચન. આ પ્રવચનને પ્રવર્તાવવું અર્થથી દેશના આપવી = ચતુર્વિધ સંઘની સ્થાપના કરવી, એ જ તવિહ્નિતપાો મુ.વ્રતો ન દૃષ્ટ (માં.) ૨. ઉપવેશયન્તિ મુ.રાA.(વં,માં) । ૧. વ તસ્ય પાB.I =

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462