________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • જ્ઞાનસ્વરૂપYરામ •
१८७ तत्रेन्द्रियनिमित्तं स्वयमेव भावयति- तत्रेन्द्रियेत्यादिना । तत्र तेषां त्रयाणां मध्ये इन्द्रियनिमित्तं तावद् भण्यते स्पर्शनादीनामिति। स्पर्श-रसन-घ्राण-चक्षुः-श्रोत्राणां पञ्चानामेव पञ्चस्वेव इत्यन्यस्याभावान्नियमयति, स्वे=आत्मीया विषया येषु प्राणिनः सक्तिं भजन्ते तेषु स्वेषु विषयेषु, तद्यथास्पर्शनस्य स्पर्श, रसनस्य रसे, घ्राणस्य गन्धे, चक्षुषो रूपे, श्रोत्रस्य शब्दे, अत एषां स्पर्शनादीनां स्वविषयेषु प्रवर्त्तमानानां ग्राहितया यदुपजायते ज्ञानं तत् तानीन्द्रियाण्यालम्ब्योत्पद्यमानमिन्द्रियनिमित्तमिति भण्यते । इदानीमनिन्द्रियनिमित्तमाचष्टे अनिन्द्रियं मनस्तन्निमित्तं यस्य तदनिन्द्रियनिमित्तम् ।
कीदृक् तदित्याह- मनोवृत्तिर्मनोविज्ञानमिति । मनसो भावाख्यस्य वर्तनं विषयपरिच्छेदितया परिणतिर्मनोवृत्तिः, ओघज्ञानं चेति । ओघा सामान्यं अप्रविभक्तरूपं यत्र न स्पर्शनादीनीन्द्रियाणि नाऽपि मनोनिमित्तमाश्रीयन्ते, केवलं मत्यावरणीयक्षयोपशम एव तस्य ज्ञानस्योत्पत्तौ निमित्तम्, यथा वल्ल्यादीनां नीव्राद्यभिसर्पणज्ञानं न स्पर्शननिमित्तं न मनोनिमित्तमिति, तस्मात् तत्र मत्यज्ञानावरणक्षयोपशम एव
• હેમગિરા હવે આ સૂત્રમાં રહેલ “ નિમિત્ત પદની વિચારણા કરતા ભાષ્યકાર સ્વયં જ કહે છે કે
તે ઈન્દ્રિય નિમિત્ત, અનિન્દ્રિય નિમિત્ત અને ઉભય નિમિત્તમાં જે પ્રથમ ઈન્દ્રિય નિમિત્ત જ્ઞાન છે, તેની વ્યાખ્યા ભાષ્યગત “સ્થના' આદિ પદોથી કરે છે - સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ, શ્રોત, આ પાંચે ઈન્દ્રિયોને સ્વ-સ્વ વિષયમાં પ્રવર્તતા ગ્રાહક તરીકે જે જ્ઞાન ઉત્પન્ન થાય તેવું ઈન્દ્રિયોને અવલંબી ઉત્પન્ન થતું જ્ઞાન “ઈન્દ્રિય નિમિત્ત' કહેવાય છે. સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિયોનો પાંચ વિષયોમાં જ બોધ હોય, તેવું નિયમન ભાષ્યમાં કરીને આ પાંચ ઇન્દ્રિય કે વિષય) સિવાય બીજી ઈન્દ્રિય કે વિષયોનો અભાવ જણાવી દીધો છે. (સાંખ્યાદિમતમાં કર્મેન્દ્રિયાદિ પણ સ્વીકારવામાં આવે છે)
તથા વષષ પદથી ઈન્દ્રિયોના આત્મીય વિષયો અર્થાતુ જેને વિશે જીવો સંબંધ કરે છે. તેનું ગ્રહણ કરવું તે આ પ્રમાણે :- સ્પર્શેન્દ્રિય સ્પર્શના વિષયમાં, રસનેન્દ્રિય રસમાં, ઘ્રાણેન્દ્રિય ગંધમાં, ચક્ષુ રૂપમાં, શ્રોતેન્દ્રિય શબ્દમાં સંબંધ કરે છે. હવે અનિન્દ્રિય નિમિત્તને કહે છે :અનિન્દ્રિય એટલે મન. આ મનના નિમિત્તે થતું જ્ઞાન તે અનિન્દ્રિય નિમિત્ત જ્ઞાન છે.
- અનિક્રિયજ્ઞાનના બે પ્રકાર છે પ્રશ્ન :- આ જ્ઞાન કેવું છે ? જવાબ :- આ જ્ઞાન મનોવૃત્તિ અર્થાત્ મનોવિજ્ઞાન રુપ છે. ભાવમનની વિષયને જાણવા તરીકેની જે પરિણતિ તે મનોવૃત્તિ કહેવાય. ઓવજ્ઞાન પણ એક અનિન્દ્રિય નિમિત્ત જ્ઞાન છે. ઓઘ એટલે જેમાં કોઈ વિભાગ નથી એવું અપ્રવિભકત (નિર્વિકલ્પક) સામાન્ય જ્ઞાન, જ્યાં કોઈ સ્પર્શનાદિ ઈન્દ્રિયોનો તેમજ મન રુપ નિમિત્તનો આશ્રય નથી કરાતો, તે ઓવજ્ઞાન છે. આ જ્ઞાનની ઉત્પત્તિમાં માત્ર મતિજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ જ નિમિત્ત બને છે. જેમ- વેલડીઓ(વનસ્પતિ)ને પણ નળીયા કે છાપરા આદિમાં ઉંચ-નીચે વધતાં જે અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય તેમાં સ્પર્શન ઇન્દ્રિય પણ નિમિત્ત નથી અને મન પણ નિમિત્ત નથી તેથી ૨. તાનિ મુ. ( મા)