________________
• તત્ત્વાધિમર્ય નિક્ષેપસ્યાવશ્યતા •
तत्त्वार्थाधिगमसूत्रम् १/५
भाष्य- एवं सर्वेषामनादीनामादिमतां च जीवादीनां भावानांऽमोक्षान्तानां तत्त्वाधिगमार्थं न्यासः હાર્ય કૃતિ।।૯।।
१०६
कर्मसाधनपक्षे प्राप्यन्ते स्वधर्मे यानि तानि भव्यान्युच्यन्ते, कर्तृसाधनपक्षे तु प्राप्नुवन्ति धर्मादीनीति भव्यानि द्रव्याण्युच्यन्ते इति । एतदाह - प्राप्यन्ते प्राप्नुवन्तीति वा द्रव्याणि ।
सम्प्रति जीवादीनां न्यासं प्रदर्श्य तेषां च पर्यायस्य द्रव्यशब्दस्य अन्येषामप्येवमेव कार्य इत्यतिदिशन्नाह - एवं सर्वेषामित्यादि । एवं यथा जीवादीनां द्रव्यशब्दस्य च तथा सर्वेषां गुणक्रियादिशब्दानाम्, अनादीनां इति = भव्याभव्यादीनाम् आदिमतां च = मनुष्यादीनां पर्यायाणां जीवादीनां भावानां=जीवादिभ्योऽनन्यवृत्तीनाम्, तत्त्वाधिगमार्थमिति तत्त्वस्य = परमार्थस्य = भावस्य अधिगमः स सर्वत्र, न तु नाम-स्थापना- द्रव्याणामिति, हेयत्वादेषां, 'तत्त्वाधिगमाय तत्त्वाधिगमप्रयोजनं न्यासो =નિક્ષેપો=ર્વના વ્હાર્યા વુદ્ધિમતા મુમુક્ષુનેતિ।। ।।
शिष्य आह- कथं भगवता तत्त्वानां जीवादीनामधिगमः कृतः ? यदि च केनाप्युपायेनाधि→ હેમગિરા
એ પ્રમાણે આદિવાળા અને આદિ વિનાના (અનાદિ) જીવાદિથી માંડીને મોક્ષ સુધીના સર્વ પદાર્થોના તત્ત્વોનો બોધ મેળવવા માટે નામાદિનો ન્યાસ કરવો. IIપી
કર્તૃ સાધન પક્ષમાં :- જે વિવિધ ધર્મોને પ્રાપ્ત કરે છે તે આ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો ભવ્ય દ્રવ્ય કહેવાય. ટૂંકમાં જે પ્રાપ્ત થાય છે તે (પર્યાયો) કર્મ અર્થમાં ભવ્ય દ્રવ્ય છે અને જે પ્રાપ્ત કરનાર ધર્માસ્તિકાયાદિ છે તે કર્તા અર્થમાં ભવ્ય દ્રવ્ય છે.
જીવાદિમાં તેમજ આ જીવાદિના પર્યાયવાચી દ્રવ્ય શબ્દમાં નામાદિ નિક્ષેપોનો ન્યાસ કરી અન્ય વિશે પણ આ રીતે ન્યાસ કરવો, એ ભલામણ કરતા ભાષ્યકાર કહે છે કે :* નિક્ષેપોનું પ્રયોજન
જે રીતે જીવાદિનો અને તેના પર્યાયવાચી દ્રવ્ય શબ્દનો ન્યાસ કર્યો છે તે રીતે સર્વ ગુણ · ક્રિયાદિ શબ્દોના, અનાદિ એવા ભવ્ય-અભવ્ય વગેરે તેમજ આદિમાન્ એવા મનુષ્યાદિ પર્યાય કે જે જીવાદિથી અભિન્ન વૃત્તિવાળા છે તેનો પણ તત્ત્વના અધિગમ=પારમાર્થિક બોધ માટે ન્યાસ (નિક્ષેપ) કરવો જોઈએ. કહેવાનો આશય એ છે કે, પરમાર્થ ભાવ (ભાવ નિક્ષેપ)ના બોધ માટે આ જીવાદિની નિક્ષેપ-રચના છે. નામ-સ્થાપના-દ્રવ્યના બોધ માટે નહીં. કારણ કે તત્ત્વની પ્રાપ્તિ માટે તો નામ-સ્થાપના-દ્રવ્ય હેય છે તેથી ‘ભાવ રૂપ જીવાદિ તત્ત્વો’ના અધિગમ રૂપ પ્રયોજનને ધ્યાનમાં લઈ બુદ્ધિશાળી મુમુક્ષુએ સર્વત્ર નામાદિની નિક્ષેપ રચના કરવી.
-
૬ઠ્ઠા સૂત્રની અવતરણિકા :- શિષ્યનો સવાલ :- વાચકવર્ય ઉમાસ્વાતિજી મહારાજે જીવાદિ તત્ત્વોનો અધિગમ કઈ રીતે કર્યો છે ? જો કોઈપણ ઉપાયથી કર્યો હોય તો તે કહો ? જેથી
? .
▸
... "તવિહ્નિતપાને મુ. પુસ્તકે નાસ્તિ (માં.રા.)|