________________
૮૮
• द्रव्यान्तरेण गुणक्रियाऽसंभवद्योतनम् । तत्त्वार्थाधिगमसूत्रम् १/५ ____ भाष्य- चेतनावतोऽचेतनस्य वा द्रव्यस्य जीव इति नाम क्रियते स नामजीवः । चेतना=ज्ञानं सा यस्यास्ति तच्चेतनावत्, तद्विपरीतमचेतनम् ।
द्रव्यस्येति प्रदर्शनमिदं, गुण-क्रिययोरपि नामादिचतुष्टयप्रवृत्तेः। अथवा द्रव्यस्य प्राधान्यमाविष्करोति, यतस्तदेव द्रव्यं गुण-क्रियाकारेण वर्तते, कोऽन्यो गुणः क्रिया वा द्रव्यमन्तरेण ? वर्णकविरचनामात्रक्रमप्राप्तनानात्वनटवद् द्रव्यमेव तथा तथा विवर्त्तते अतो न स्तः केचिद् गुणक्रिये द्रव्यास्तिकनयावलम्बने सतीति । अतस्तस्य द्रव्यस्य यस्य कस्यचिन् नाम क्रियते = व्यवहारार्थं संज्ञासंकेतः क्रियते । कीदृगित्यत आह- जीव इति । इतिना स्वरूपे जीवशब्दः स्थाप्यते, जीव इत्ययं ध्वनिः, नत्वेतद्वाच्यार्थो नामतया नियुज्यते । स नामजीव इति, स इत्यनेन तत्र चेतनावत्यचेतने वा यदृच्छया यो जीवशब्दो नियुक्तस्तं व्यपदिशति, स शब्दो नामजीव इति । एतदुक्तं भवति- स
- હેમગિરા – ભાષ્યાર્થ:- નામ જીવ - ચેતનવંત કે અચેતનવંત દ્રવ્યનું ‘જીવ' એ પ્રમાણે નામ પાડવું તે છે. બાકી તો દ્રવ્યની જેમ ગુણ અને ક્રિયાના પણ નામાદિ ચતુષ્ટય (નિક્ષેપ) સમજી લેવા અથવા તો દ્રવ્યની પ્રધાનતા બતાવવા દ્રવ્યનું દષ્ટાંત અહીં દર્શાવ્યું છે કારણ કે આ જ દ્રવ્ય ગુણ અને ક્રિયાના આકાર સ્વરૂપે રહેનારું છે. જગતમાં કયા એવા ગુણ કે ક્રિયાઓ છે કે જે દ્રવ્ય વિના રહી શકે ? વિવિધ પ્રકારની સમગ્ર ઘટાદિ રચનાના ક્રમ (પર્યાય)ને પ્રાપ્ત થનાર આ કૃતિકાદિ) દ્રવ્ય જ જુદા જુદા વેશને ધારણ કરનાર નટની જેમ અનેક રૂપે પલટાય છે. આથી જ જો માત્ર દ્રવ્યાસ્તિકનયનું આલંબન લઈએ તો કોઈ ગુણ ક્રિયાની ત્યાં વિવક્ષા નથી. અને આવા કોઈપણ દ્રવ્યનો વ્યવહાર કરવા માટે સંજ્ઞાસંકેત (નામ કરણ) કરાય છે.
* નામ વાટ્યરૂપ નથી પણ વાચકરૂપ છે # આ નામ કેવા પ્રકારનું છે તે જણાવતા કહે છે- ‘નીવ' કૃત્તિ- આ “ઈતિ’ શબ્દ એ “જીવને કોઈ પદાર્થરૂપે નહીં પણ નામ સ્વરૂપે સ્થાપિત કરે છે. અર્થાત્ “જીવ' એ એક “ધ્વનિ'રૂપ છે નહીં કે તેનાથી વાચ્ય એવો જીવ-પદાર્થ એ નામ તરીકે છે. “સ નામનીવ' પદમાં “સ'થી ચેતન કે અચેતન વસ્તુમાં યથેચ્છ જે “જીવ' શબ્દનો પ્રયોગ કર્યો હોય તેનો વ્યપદેશ કરાય છે. તે સ શબ્દથી “નામજીવ”માં નિર્દિષ્ટ “જીવ' શબ્દ પદાર્થરૂપ નથી.
આશય એ કે “જીવ' એવો ઉલ્લેખ શબ્દ જ (નામ) કહેવાય છે. જીવાદિ વસ્તુ તો અહીં ઔપાધિક છે. અર્થાત્ ઔપચારિક (અપ્રધાન) છે. (જેમ સ્ફટિકમાં લાલ પુષ્પ કે લાલ વસ્ત્રના સામીપ્યથી “રક્તત્ત્વ' ભાસે છે હકીકતમાં તે સ્ફટીક તદ્રુપ (શ્વેત) જ છે પણ રક્તરૂપ નથી. તેમ પ્રસ્તુતમાંય સમજવું કે “જીવ” એવું વિધાન નામ સ્વરૂપ છે, જીવાદિ વસ્તુ સ્વરૂપ નહીં. સામાન્યથી જીવ-વસ્તુ અને જીવ-નામ બે ભિન્ન છે છતાં “જીવ” નામ બોલતા જીવ વસ્તુની પણ પ્રતીતિ થાય છે. (તેથી વાચ્ય-વાચક વચ્ચે ભેદભેદ છે) તે આ ન્યાયથી - ‘સર્વામિયાન ત્યસ્તિત્ત્વનામધેયા' ૨. રૂતિ નામ T.B તિ.. ૨. “તસ્ય થી " હું મા