________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
નિક્ષેપરંતુષ્ટયર્ચ નાવ્યાત્તિ:• निरवसेसम्। जत्थवि न य जाणेज्जा चउक्कयं निक्खिवे तत्थ ।।” (अनुयोगद्वार-सू.७) तत्र चतुष्टयं निक्षिपेदिति भणता व्यापिताऽभ्युपगता ?।
उच्यते- प्रायः सर्वपदार्थेष्वन्येषु सम्भवन्ति, यद्यत्रैकस्मिन्न सम्भवति नैतावता भवत्यव्यापिता, तत्र नियुक्तिकारेण भद्रबाहुस्वामिना अविशेषेण प्राणायि नामादीति । अपरे त्वेतदोषभयादेवं वर्णयन्तिअहमेव मनुष्यजीवो द्रव्यजीवोऽभिधातव्यः उत्तरं देवजीवमप्रादुर्भूतमाश्रित्य, अहं हि तस्योत्पित्सोर्देवजीवस्य कारणं भवामि, यतश्चाहमेव तेन देवजीवभावेन भविष्यामि, अतोऽहमधुना द्रव्यजीव इति । एतत् कथितं तैर्भवति पूर्वः पूर्वो जीवः परस्य परस्योत्पित्सोः कारणमिति ? अस्मिंश्च पक्षे सिद्ध एव भावजीवो नान्य इति, तस्मादिदमपि परिफल्गु विज्ञायते, एतत्पक्षसमाश्रयणे न च
- હેમગિરા - (સૂત્ર-૭)માં કહ્યું છે ... “જ્યાં જે (જીવાદિ વસ્તુમાં જેટલા) નિક્ષેપને જાણે ત્યાં તે બધા નિક્ષેપોને કરે. જે વસ્તુ વિશે સર્વ નિક્ષેપા ન જાણી શકાય ત્યાં પણ ચાર નિપા તો અવશ્ય કરવા જ જોઈએ.” આ શ્લોકથી સિદ્ધ થાય છે કે ચાર નિક્ષેપોનું વસ્તુમાત્રમાં વ્યાપકપણે સ્વીકારાયું જ છે. આશય એ છે કે જીવમાં ય દ્રવ્ય જીવ' વિકલ્પ ઘટવો જોઈએ. અન્યથા સિદ્ધાંત વિરોધ આવશે. | સમાધાન :- આ વાત પ્રાયિક છે. અર્થાત્ સર્વ અન્ય પદાર્થોને વિશે પ્રાયઃ સંભવે છે. પણ જો આ એકાદ (દ્રવ્યજીવ જેવા) સ્થળમાં ન ઘટે તેટલા માત્રથી નિક્ષેપાઓની અવ્યાપિતા ન કહેવાય. કારણ કે આવશ્યક નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામીએ પણ સામાન્ય રીતે નામાદિ આ ચાર નિક્ષેપા રચેલા છે. - “નિક્ષેપ ચતુષ્ક જો વ્યાપક કહ્યાં છે તો દ્રવ્યજીવમાં નહીં ઘટતાં “સિદ્ધાંત વિરોધ આવશે.” એ દોષના ભયને દૂર કરવા કેટલાક આ રીતે સમાધાન કરે છે :- હું મનુષ્યજીવ જ ઉત્તરકાળના દેવ (ભવ) જીવને આશ્રયી દ્રવ્યજીવ કહેવાને યોગ્ય છું. કારણ કે હું તે ઉત્પન્ન થનારા દેવ જીવના કારણ તરીકે છું. જેથી કે હું જ તે દેવજીવ રૂપે ઉત્પન્ન થઈશ તેથી અત્યારે હું દ્રવ્યજીવ છું. આ પ્રમાણે કહેતાં ભાવાર્થ એ થયો કે પૂર્વ-પૂર્વા અવસ્થામાં રહેલ જીવ પોતાની અપર-અપર અવસ્થાની ઉત્પત્તિમાં કારણ બને છે, તેથી ‘દ્રવ્ય જીવ' ઘટે.
તો સિદ્ધભગવંત જ ભાવજીવ કહેવાશે # ઉપરોક્ત આ પક્ષમાં તો સર્વસંસારી જીવોમાં માત્ર દ્રવ્યજીવનો નિક્ષેપ જ ઘટશે. ભાવ નિક્ષેપ તો કયાંય નહી ઘટી શકે, સિવાય કે સિદ્ધોમાં, અર્થાત્ સિદ્ધો જ ભાવજીવ કહેવાશે (તે આ રીતે કે સંસારીજીવ દરેક આગામીભવને લઈ દ્રવ્ય સ્વરૂપે જ રહેશે, એ ક્યારેય ભવ પરંપરા કે જન્માંતરગમન વિના રહેવાનો નથી. માત્ર સિદ્ધ ભગવંતો જ જન્માંતર ગમનાદિથી રહિત હોવાથી ભાવજીવ કહેવાશે. આ રીતે બકરો કાઢતા ઉંટ પેઠું અર્થાત્ દ્રવ્ય નિક્ષેપને જીવમાં ઘટાડતા સર્વ સંસારી જીવોમાં ભાવ નિક્ષેપની અવ્યાપ્તિનો મોટો દોષ આવ્યો) તેથી આ પક્ષ સ્વીકારવાથી નિક્ષેપ ચતુષ્ટયની અવ્યાપિતા નહીં થાય તેમ કહેવું તે પરિફલ્થ = વ્યર્થ છે આ દ્રવ્ય જીવ અંગે ટીકાકાર મહર્ષિ છેલ્લો ૬. ભવાનિ .A.