________________
• अतीतानागतभावकारणं द्रव्यम् •
८५
गमात्, गन्धपुष्पादिनिमित्तार्थत्यागश्च तद्भक्तिप्रवृत्तेः, कुम्भवदाकारोऽर्थो वस्तुत्वात्, तथा “ जावंति
ઘેયાર્ં તિ” ।
द्रव्यजीवो नाम, योऽयमस्मिन् शरीरक आत्मा, स यदा भावैर्ज्ञानादिभिर्वियुतो विवक्ष्यते स द्रव्यजीवः, अनागतराजत्वराजपुत्रसेवनं हि दृष्टं तत्र द्रव्यत्वात् शिलातलाद्युज्झितातीतयतिशरीरनमस्करणं च, उपयोगक्रिययोरपि ज्ञेयो, येषामर्थानां न च तदुपयोगे वर्तते स तेन भावेनाभावादतीतानागततद्भावापेक्षया तद्भावाप्रवृत्तोऽपि स एवासावध्यवसीयते सुप्तचित्रकर- घृतकुम्भादिवत्, तथा च “નં होहिसि तित्थयरो” “वंदामि जिणे चउव्वीसं” इत्यादि । एष एव हि तैर्ज्ञानादिभिर्युक्त आश्रीयमाणो → હેમગિરા -
* સ્થાપનાજીવને ઓળખીએ
(૨) સ્થાપના જીવ :- જીવના આકારવાળી પ્રતિકૃતિ તે સ્થાપના જીવ. આ સ્થાપના બે રીતે છે, સદ્ભાવ રૂપે, અસદ્ભાવ રૂપે. (૧) સદ્ભાવ સ્થાપના :- વ્યક્તિનો વાસ્તવિક આકાર જેમાં હોય અર્થાત્ ફોટો પ્રતિમાદિ રૂપે જે આલેખાય તે સદ્ભાવ સ્થાપના. (૨) અસદ્ભાવ રૂપ સ્થાપના :- જેમાં આકાર ન આપી શકાય તેવી (સ્થાપનાચાર્ય આદિ) સ્થાપના. આ ઉભય સ્થાપના રૂપ તીર્થંકરાદિના પૂજનથી પૂજકને શ્રેય, કલ્યાણાદિ પ્રાપ્ત થાય છે. તે સ્થાપનાની પૂજા ભક્તિ કરવા માટે ગન્ધ, (વાસક્ષેપ-ચંદન) પુષ્પ આદિ સામગ્રી અર્થે ભક્તો સંપત્તિનો ત્યાગ(ખર્ચ) પણ કરે છે અને ભક્તિમાં પ્રવૃત્ત થાય છે. તેથી ઘટની જેમ આકાર (સ્થાપના) પણ સત્ વસ્તુ હોવાથી અર્થ સ્વરૂપ છે જેમ કુમ્ભ એ જલાહરણાદિ અર્થ ક્રિયાને કરતો હોવાથી સત્ય વસ્તુ છે તેમ પ્રતિમાદિ પણ સમકિતાદિ પ્રાપ્તિમાં કારણ હોવાથી સત્ય વસ્તુ છે. અને એમ હોવાથી જ ‘જાવંતિ ચેઈયાઈં’ આદિ સૂત્રોમાં ત્રિલોકમાં રહેલ ચૈત્યોને નમન કરવામાં આવેલ છે.
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
* દ્રવ્યજીવની વિચારણા
(૩) દ્રવ્ય જીવ :- આ દેહમાં રહેલા આત્માની જ્યારે જ્ઞાનાદિ ગુણોથી વિયુક્ત તરીકે વિવક્ષા કરાય ત્યારે તે દ્રવ્ય જીવ કહેવાય. દ્રવ્ય :- જે અર્થ પોતાના ગુણ-પર્યાયથી રહિત છે તે ‘દ્રવ્ય’ કહેવાય અને જે ભાવિમાં થના૨ ભાવનું કારણ છે તે અથવા ભૂતમાં થયેલ ભાવનુ જે કારણ હતુ તે પણ ‘દ્રવ્ય' કહેવાય. જેમકે જે રાજપુત્રનો રાજા તરીકે અભિષેક નથી થયો છતાં ભાવિમાં થનારી રાજ-પદવીનું કારણ આ રાજપુત્ર હોવાથી તે દ્રવ્ય રાજા કહેવાય. (તેથી રાજાની જેમ લોકમાં તેના પણ માન-સન્માનાદિ થાય છે) એ જ રીતે દ્રવ્ય સાધુ :- શીલાતલ પર ત્યાગ કર્યું છે શરીરને જેણે એવા અતીતકાળના યતિના શરીરને તે ભૂતકાલીન ભાવ સાધુનું કારણ હોવાથી ‘દ્રવ્યસાધુ' કહેવાય છે. આ પણ વાસ્તવિક જ છે. તેથી જ યતિના મૃતદેહને
૨. તત્વજ્ઞત્તિ વં.માં.. ૨. નામંતિ રેફ્યારૂં, ડ઼ે ગ મદ્દે અ તિરિત્ર-તો અ, સારૂં તારૂં વડે, ફદ સંતો તત્વ संताइं ॥ | १ || ३. "ण वि ते पारिवज्जं, वंदामि अहं ण ते इह जम्मं । जं होहिसि तित्थयरो, अपच्छिमो तेण વૈવામિ।।૪૨૮।।(આવશ્યનિર્યુત્તિ)", ૪. ચત્તાર બટ્ટુ વસ ટોય, વંઢિયા બિનવરા ૧૩વીસ, પરમટ્ટ-નિટ્વિગડ્ડા, સિદ્ધાસિદ્ધિ ક્રમ વિનંતુ ધ્ ।। (સિદ્ધસ્તવસૂત્ર)