________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• વર્મત gવ વર્મવન્યસ્થાપન • तीष्टमेव प्रसाधितमिति, उच्यते- एवमर्थमेवैवकारः प्रयुज्यते, 'कर्मत एव सर्वं कर्म बध्यते, अनादित्वात संसृतेरादिकमैव नास्ति, प्रतिषिद्धश्च कर्ता । तदपि वा कर्मत एव बध्यते कर्मत्वादिदानीन्तनकर्मवत् ।
एवंविधस्यास्योपात्तस्य कर्मणः फलमनुभवत इति । किमपेक्षं पुनस्तत्फलमाह- बन्ध-निकाचनोदय-निर्जरापेक्षमिति । बन्धो नाम यदाऽऽत्मा रागद्वेषस्नेहलेशावलीढसकलात्मप्रदेशो भवति तदा
- હેમગિરા (ભાષ્ય-વન્ધ-નિવિનોદય-નિર્મરાક્ષ)
ભાષાર્થ - બંધ, નિકાચના, ઉદય અને નિર્જરાની અપેક્ષાએ તરીકે તો ઈશ્વરને જ સ્વીકારશું.
ઉત્તરપક્ષ :- ટર્મત વ -- આમાં જે “એવ'કાર છે તે કર્મથી જ સર્વ કર્મ બંધાય છે તે અર્થનો સૂચક છે. પૂર્વના કર્મ પણ (જીવ કૃત) કર્મથી જ બંધાય છે તેના કોઈ જ પ્રજાપતિ આદિ કર્તા નથી, કારણ કે આ કર્મબંધ અનાદિકાળથી છે. સંસારમાં કોઈ આદિ કર્મ જ નથી, અને તેથી તે આદિ કર્મના કર્તા પ્રજાપતિ આદિનો પણ નિષેધ થઈ જાય છે. અથવા “તે આદિ કર્મ પણ કર્મથી જ બંધાય છે, કર્મ રૂપ હોવાથી. જે જે કર્મ રૂપ હોય છે તે તે કર્મથી જ બંધાય છે, વર્તમાનમાં બંધાતા કર્મની જેમ'.
* અનાદિકર્મબંધની વિમર્શના ક - શ્રી હરિભદ્ર સૂરિજી કૃત (તત્ત્વાર્થી ટીકામાંથી લીધેલ પદાર્થ - આિમ છતાં જો આદિકર્મનો કર્તા (ઈશ્વર) માનીએ તો - સર્વ પ્રથમ આત્મા એ કર્મ રહિત હતો એમ સિદ્ધ થાય. જો કર્મ રહિત પણ આત્મા કર્મ બાંધે તો કર્મ રહિત એવા સિદ્ધોને પણ કર્મ બંધનની મોટી આપત્તિ આવે. અથવા તો કોઈ સર્વકર્મ રહિત સિદ્ધ જ ન બની શકે. તો તપ-સંયમાદિ સર્વ અનુષ્ઠાનો તેમજ તેના આખ ઉપદેશક પુરુષો પણ નિરર્થક સાબિત થાય. આ બધી આપત્તિ ન આવે માટે કર્મની પરંપરાથી જ કર્મ બંધાય તેવું માનવું જ ઉચિત છે. અને કર્મનો કર્તા સ્વયં જીવ જ છે કે જે સ્વકૃત કર્મથી જ કર્મને વર્તમાનમાં બાંધે છે તેમજ પૂર્વમાં પણ બાંધતો હતો.... ભૂતકાળની અપેક્ષાએ કર્મ અનાદિ છે અને વર્તમાનની અપેક્ષાએ કર્મની આદિ છે. કોઈ એવો અતીત:કાળ નથી કે જે વર્તમાનને સ્પર્શે ન હોય, તેમજ કોઈ એવો વર્તમાન કાળ નથી કે જે ભવિષ્ય (અનાગત) રૂપે થયા વિના વર્તમાન બની ગયો હોય. આ પ્રમાણે કર્મબંધ વિષે પણ સમજવું. ભૂતકાળની અપેક્ષાએ અનાદિ, વર્તમાનની અપેક્ષાએ આદિ અને ભવિષ્યની અપેક્ષાએ અનંત (અનિધન) છે. આ રીતે જીવ કર્મથી જ ઉપાર્જન કરેલા કર્મના ફળને અનુભવે છે. આ સિદ્ધાંત માનવો જ રહ્યો. અન્યથા કર્મ કે સંસારી જીવની વ્યવસ્થા જ રહેશે નહીં.].
શંકા :- કોને અપેક્ષીને આ કર્મોનું ફળ જીવ અનુભવે ? સમાધાન :- (૧) બંધ (૨) નિકાચના (૩) ઉદય (૪) નિર્જરાને અપેક્ષીને કર્મોનું ફળ અનુભવાય છે. १. भवति स नामातीतः प्राप्तो यो नाम वर्तमानत्वम्। एष्यंश्च नाम स भवति यः प्राप्स्यति वर्तमानत्वम् ।। 1. परि.५ टि.९ ।