________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
•धर्मादिषु पारिणामिकभावस्य विचारः . __ भाष्य- तत्त्वानि जीवादीनि वक्ष्यन्ते (१-४)। त एव चार्थाः, तेषां श्रद्धानं तेषु प्रत्ययावधारणम् । यज्जिनैर्भाषितमुपलब्धं वा। इत्येवं समासकल्पनाद्वयं 'निदर्थ्यावयवार्थं दर्शयन्नाह- तत्त्वानीत्यादि । तत्त्वानि इत्यविपरीतभावव्यवस्थानि नियतानि जीवादीनि इति । जीवा उपयोगलक्षणा (२-८) आदिर्येषां सूत्रक्रममाश्रित्य तानि जीवादीनि । ___तत्त्वार्थशब्दयो विशेषण'-विशेष्यकल्पनामाश्रित्याह- त एव चार्था इति । त एव चेति अर्थापेक्षया पुंल्लिङ्गनिर्देशः, त एव जीवादयः, अर्था अर्यमाणत्वाद् अनादिसादिपारिणामिकादिना भावेन जीवपुद्गला अनादिपारिणामिकेन च जीवत्वेनोपयोगस्वरूपेण सादिपारिणामिकेन च मनुष्यनारकतिर्यग्देवादिना, पुद्गला अप्यजीवत्वेनानुपयोगस्वरूपेणानादिपारिणामिकेन च सादिपारिणामिकेन च कृष्णनीलादिना परिच्छिद्यमानत्वात् अर्था इत्युच्यन्ते । धर्माधर्माकाशास्तु अनादिपारिणामिकेनैव
– હેમગિરા - ભાષ્યાર્થ - તત્ત્વ અંતર્ગત જીવાદિ તત્ત્વોનું વિવરણ આગળ ચોથા સૂત્રમાં થશે. “તત્ત્વ એ જ અર્થ છે. આ અર્થોની શ્રદ્ધા, રુચિ અથવા તે અર્થોને વિશે પ્રતીતિની અવધારણા અર્થાત્ જ્ઞાનનો નિશ્ચય, તે સમ્યગ્દર્શન: જે જિનેશ્વરોએ કહ્યું છે, જાણ્યું અને જોયું છે.” એવા નિશ્ચિત જ્ઞાન પૂર્વક થતી શ્રદ્ધા તે તાત્ત્વિક શ્રદ્ધા કહેવાય. “તાર્યશ્રદ્ધા” પદમાં રહેલ બને સમાસના અર્થોને કહીને હવે તેના અવયવો (એક એક શબ્દોના અર્થ કહે છે..... તસ્વનિ- અવિપરીત અવસ્થામાં રહેલ નિયત એવા જીવાદિ તે તત્ત્વો છે. નીવાલીનિ - ઉપયોગ લક્ષણવાળા જીવો. એવું લક્ષણ આગળ (અ.૨,સૂ.૮માં) કહેવાશે, તે “જીવ' સાત તત્ત્વના ક્રમમાં પ્રથમ છે તેથી ભાષ્યમાં નીવાવનિ પદનો ઉલ્લેખ છે. તત્ત્વ અને અર્થ આ બે શબ્દોમાં વિશેષણ અને વિશેષ્યની કલ્પના કરતા કહે છે કે- તે વ ા: તે તત્ત્વો જ અર્થ છે. તે” એવો પુલિંગ પ્રયોગ “અર્થની અપેક્ષાએ છે. તે જીવાદિ તત્ત્વ જ અર્થ છે. જે જણાય તે અર્થ. આ અર્થો કયા ભાવોથી યુક્ત જણાય છે તે જણાવતા કહે છે.
* જડ-ચેતનઅર્થો સાદિ અનાદિ પારિણામિક ભાવ ? અનાદિ અને સાદિપારિણામિકાદિ ભાવો વડે જીવ અને પુદગલો (અર્થો) જણાય છે તે આ પ્રમાણે કે જીવ એ ઉપયોગ સ્વરૂપ એવા જીવત્વ રૂપ અનાદિપારિણામિક ભાવ વડે જણાય છે. તેમજ દેવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ પરિણામોની અપેક્ષાએ સાદિપારિણામિક ભાવ વડે પણ જણાય છે. તથા પુદ્ગલો પણ અજીવતત્વ હોવાથી ઉપયોગલક્ષણરહિત અનુપયોગ સ્વરૂપ એવા અજીવતત્વ રૂપ અનાદિપારિણામિક વડે જણાય છે. તથા વિવિધ કૃષ્ણ, નીલાદિ સાદિ પારિણામિક ભાવો વડે જણાય છે. તેથી આ અજીવ અને જીવને “અર્થ' કહેવાય.
વળી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તો અનાદિ પારિણામિક એવા ગતિ ૨. નિથિ મુ. કા.( મi.) *.*. વિહ્નિતા મુ. પુસ્ત નતિ (ઉં,માં)