________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• યાાં પ્રદળે હેતૂપવર્શનમ્ -
३३
भाष्य - एकतराभावेऽप्यसाधनानीत्यतस्त्रयाणां ग्रहणम् ।
सर्वाणि, सम्यग्दर्शने सत्यपि यदि ज्ञानं न भवति तयोश्च सतोर्यदि क्रिया न विद्यते तत इष्टमर्थं न र्साधयति, रोगापेनयनलक्षणमारोग्यमिव रोगिणः । यथा ह्यारोग्यार्थिरोगिणः भेषजे रुचिस्तद्विषयं च परिज्ञानमिदमेवौषधमस्य व्योधेरपनयनकारि, सति चैतस्मिन् द्वये यदि सम्यग्ज्ञानपूर्विकायां पथ्याद्यभ्यवहरणक्रियायां विशेषेण वा प्रवर्तते ततोऽस्य रोगाः प्रणश्यन्ति नान्यथा, एवमिहापि त्रितयं समुदितं त्रिफलाद्युपदेशवत्सिद्धेः सकलकर्मक्षयलक्षणायाः साधनभावं बिभर्ति ।।
अर्थापत्त्या सिद्धेऽप्याह वचसा स्पष्टं अर्थापत्तिलभ्यफलप्रदर्शनाय प्रथा - एकतराभावेऽपीत्यादि । सम्यग्दर्शनादीनां त्रयाणां एकतरस्याप्यभावेऽलाभे, 'असाधनानि = अनिर्वर्तकानि, अस्मात् कारणात् → હેમગિરા
ભાષ્યાર્થ :- જો એકનો ય અભાવ હોય તો ‘અસાધન’ બની જાય, આથી ત્રણેનું ગ્રહણ કર્યું છે.
શબ્દ ‘દિ' શબ્દના અર્થમાં છે ‘દિ' શબ્દનો અર્થ યસ્માત્ = જે કારણથી'' જાણવો. * સમ્યગ્દર્શનાદિ સમુદિત જ મુક્તિનાં સાધક
ત્રણેય એકલા (વ્યસ્ત) મુક્તિદાયી ન બને. જેમ ગ્લાનને ઔષધ ગ્રહણ વિના રોગના વિનાશ રૂપ સ્વસ્થતા નથી મળતી તેમ સમ્યગ્દર્શન (રુચિ) હોવા છતાં જો તત્ત્વનું વિશેષ જ્ઞાન ન હોય અથવા આ બન્ને હોય પણ (ક્રિયા) ચારિત્ર ન હોય તો સાધક ઈષ્ટ અર્થ (મોક્ષ)ને ન સાધી શકે. રોગીનો દાખલો એ રીતે કે - આરોગ્યના અર્થી એવા રોગીને ઔષધાદિ પ્રત્યે રુચિ હોય તેમજ તે વિષયનું જ્ઞાન પણ સારું હોય કે ‘આ અમુક ઔષધ અમુક રોગ દૂર કરવા સમર્થ છે' આ બન્ને હોવા સાથે જો તે સમ્યજ્ઞાનપૂર્વકની પથ્યાહાર ગ્રહણાદિ ક્રિયામાં વિશેષથી પ્રવર્તે તો જ તેનો રોગ દૂર થાય, અન્યથા નહીં જ, એ જ રીતે ત્રિફલાદિ ઔષધની જેમ ઉપદેશ કરાયેલા આ સમ્યગ્દર્શનાદિ ત્રણ સમુદિત જ સકળ કર્મના ક્ષય સ્વરૂપ સિદ્ધિના કારણ બને.
શંકા :- આ ત્રણે સમુદિત જ મુક્તિના સાધન છે તેમ કહેવાથી એકનો પણ અભાવ હોય તો શેષ બે મુક્તિના અસાધન છે તે અર્થપત્તિથી જણાઈ જ આવે છે તો શા માટે ભાષ્યમાં ‘આ ત્રણમાંથી એકના ય અભાવમાં મુક્તિ નથી' એવું વિવેચન કર્યું ?
સમાધાન :- · અર્થપત્તિથી અર્થ સિદ્ધ છે છતાં ભાષ્યકારશ્રી એ સ્વયં અર્થાપત્તિના ફલિતાર્થને જણાવવા આ વિવેચન કર્યું કે - ત્રણેમાંથી એકનો પણ અભાવ હોય તો તે મોક્ષના અનિવર્તક (અકર્તા) છે. એથી ત્રણેને સમુદિત વિષયરૂપે કરીને જ મોક્ષમાર્ગ શબ્દ પ્રવૃત્ત થયો છે. અર્થાત્ ત્રણેના સમુદાયરૂપે મોક્ષમાર્ગ એક જ હોવાથી ‘મોક્ષમાર્ગ’ પદમાં એકવચન પ્રયોગ જ ઉચિત છે એથી મોક્ષાર્થીએ ત્રણેનો આશ્રય કરવો.
છુ. પ્રતાપન્તિ વા.રા. સાધયન્તિ પં.માં./ ૨. રોળાપનયન” હું.માં.રા./રોપનોવત" પા./ રૂ. વિશેષને સં.પ્રા./ T. ર ્ ટિ.૪