Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રહેવી () ધર્મ પ્રત્યે આદર અર્થાત જાગૃતિ ન હેવી અને (૮) ગેની અપ્રશસ્ત પ્રવૃત્તિ થવી.
તીવ્ર કષાય, વેશ્યા અને જ્ઞાનથી ઉત્પન, પૌરૂષય પરિણામ દ્વારા જનિત, કડવાં ફળ આપનાર તથા નરકપાત આદિના કારણરૂપ જે હોય તે તીવ્ર હિંસા ભાવ કહેવાય છે. મધ્યમ કષાય તથા વેશ્યાના નિમિત્તથી થનાર મધ્યમ હિંસા ભાવ કહેવાય છે. અને જે પાતળા કષાય અને લેશ્યા પરિણામથી તથા પ્રમાદના યોગથી યુક્ત હોય તે મન્દ અથવા મન્દર હિંસાભાવ કહેવાય છે.
વર્યાન્તરાય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારી લબ્ધિ વીર્ય કહેવાય છે. વીર્ય આત્માનું સામર્થ્ય–વિશેષ છે. વજatષભ નારાચસંહનની મદદ મેળવીને તેના દ્વારા સિંહ આદિનું પણ વિદારણ કરી શકાય છે, જેમ ત્રિપૃષ્ણે કર્યું હતું. સિંહ મદોન્મત્ત હાથિએનાં કુંભસ્થળનું વિદ્યારણ કરવામાં સમર્થ હોય છે તે પણ વીર્યના જ પ્રભાવથી આ પ્રકારના વીર્યની વિશેષતાથી કર્મબન્ધમાં વિશેષતા થાય છે. આ વીયવિશેષ પણ કદાચિત અધિમાત્ર હોય છે, કદાચિત્ અધિમાત્ર મધ્ય હોય છે કદાચિત અધિમાત્ર મૃદુ હોય છે ઈત્યાદિ પૂર્વવત્ સમજી લેવું જોઈએ. જે પ્રાણી મંદ પ્રાણ હોય છે તેનામાં વીર્યને એ ઉત્કર્ષ થતું નથી, જેમ કે--મહાપ્રાણુમાં જેવામાં આવે છે. આવી રીતે વીર્યની તરતમતા પણ કર્મબન્ધમાં વિશેષતા ઉત્પન્ન કરે છે.
જેના કારણે આત્મા દુર્ગતિને અધિકારી બને છે, તે તલવાર આદિ દ્રવ્ય અધિકરણ કહેવાય છે. અધિકરણના બે ભેદ છે-નિર્વત્તાધિકરણ અર્થાત્ હિંસાકારક સાધનેનું નવેસરથી નિર્માણ કરવું અને સાંજનાધિકરણ અર્થાત્ તેમના ભાગેને જોડીને તેમને આરંભ-સુમારંભને લાયક બનાવવા આ અધિકરણ દ્રવ્યના ભેદથી પણું કર્મબન્ધમાં ભેદ થાય છે.
જેમનું મન શૃંગાથી શૂન્ય છે, જે નિય છે, પાપથી ડરતાં નથી, તેઓ પ્રાણિવધ કાજે મૃષાવાદ અને સ્તય (ચોરી) વગેરેને પ્રત્યાહન આપનારી કૃતિઓનું નિર્માણ કરે છે. આ અધિકરણ દ્રવ્ય કલહના ઉત્કટ કારણે હોય છે. આવા ફાંસી જાળ આદિ અધિકરણની વિશેષતાથી કર્મબન્ધમાં પણ વિશેષતા ઉત્પન્ન થઈ જાય છે.
આ રીતે પૂર્વોક્ત ઓગણચાળીસ પ્રકારનાં કર્માસમાં તીવ્રતા મન્દતા, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્યવિશેષ અને અધિકરણ વિશેષ થાય છે અને આ વિશેષના કારણે કર્મના આસ્ત્રમાં પણ વિશેષતા ઉત્પન્ન થઈ જાય છે, તે સામ્પરાયિક કર્માસ્ત્રવ તીવ્ર, તીવ્રતર તીવ્રતમ, મન્દ, મન્દતર, મદતમ, મધ્યમ, મધ્યમતર અને મધ્ય મતમ સમજવું જોઇએ. આ પ્રકારની આસવ સંબંધી વિશેષતાથી કર્મબન્ધમાં પણ વિશેષતા થાય છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૧.