Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૨૧) અદ્રષ્ટલાનિક-અદ્રષ્ટ અર્થાત્ કોઇ વસ્તુથી ઢાંકેલા આહાર પાણીને જેના ઉપયેાગ દાતા વગેરેએ કરી લીધેા હાય તે લેવાની પ્રતિજ્ઞા કરનાર અદૃષ્ટલાભિક કહેવાય છે. અથવા પહેલા કદી પણ ન જોએલા દાતાના હાથથી લેવાના અભિગ્રહ ધારણુ કરનાર અદ્રષ્ટલાભિક કહેવાય છે,
(૨૨ પૃષ્ઠલાલિક-શિક્ષાને માટે ઉપસ્થિત શ્રમણને કે શ્રમણ આપ ને શું ખપે ? એવું પૂછીને આપવામાં આવનાર આહારને જ ગ્રહણ કરવાના નિયમ લેનાર પૃષ્ટલાભિક કહેવાય છે.
(૨૩) અપૃષ્ટલાભિક--જે ગૃહસ્થ વગર પૂછે આહાર આપશે તેનાથી જ ગ્રહણ કરીશ એવી પ્રતિજ્ઞા કરનાર અસ્પૃષ્ઠલાભિક કહેવાય છે
(૨૪) ભિક્ષાલાશિક-કેાઈ જગ્યાએથી અથવા ગૃહસ્થથી યાચના કરીને કોઈ ગૃહસ્થ તુચ્છ મલ્લૂ, ચણા અથવા દરી આદિ લાગ્યે ઢાય અને તેનાથી જે ભેાજન તૈયાર કર્યુ હાય તે ભિક્ષા કહેવાય છે. આવા લેાજન તે લેવાની પ્રતિજ્ઞા કરનાર ભિક્ષાલાભિક છે.
.
(૨૫) અભિક્ષાલાભિક-યાચના કર્યા વગર જ લાભ થવા અભિક્ષા છે. આવા આહારાદિને જ લેવાની પ્રતિજ્ઞા કરનાર અભિક્ષાલાભિક છે.
અન્ગ્લાયક
(૨૬) અન્નગ્લાયક~~આહાર વગર ગ્લાનિ પામનાર કહેવાય છે. જે વાસી આહારને જ લેવાને અભિગ્રહ ધારે છે તેને અન્નલાયક સમજવા જોઇએ.
(૨૭) ઔપનિહિતક~~કાઇ નિમિત્તથી કોઇ ગૃહસ્થ મારી પાસે આહાર લઈને આવશે તેા જ લઈશ એવી પ્રતિજ્ઞા કરનાર તપસ્વી ઔપનિહિતક કહેવાય છે.
(૨૮) પરિમિતપિણ્ડપાતિક--પરિમિત આહારના લાભ થવા પરિમિત પિણ્ડપાત છે. તેવા અભિગ્રહ કરનાર પરિમિતપિણ્ડપાતિક કહેવાય છે.
(૨૯) શુદ્વૈષણિક——શકા વગેરે દોષોથી અથવા ઉદ્ગમ આદિ દોષોથી રર્હુિત જ આહાર આદિની ગવેષા કરવાવાળા શુદ્વૈષણિક કહેવાય છે અર્થાત્ જેણે આવે! અભિગ્રહુ ધારણ કર્યો હોય કે સથા શુદ્ધ આહાર કહેણુ કરીશ, તેને શુદ્વૈષણિક સમજવા જોઇએ,
(૩૦) સંખ્યાદત્તિક--દત્તિએની સખ્યા નિશ્ચિત કરીને આહાર ગ્રહણુ કરનાર સાતત્ય જળવાઈ રહે તેવી રીતે એકવારમાં જેટલા આહાર પાણીના લાભ થાય તે એક દૃત્તિ કહેવાય છે.
આ રીતે ભિક્ષાચર્યોંના અનેક ભેદ છે. ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યુ છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૩૧