Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનુયોગદ્વાર સૂત્રના ૧૪૪માં સૂત્રમાં કહ્યું છે “અવધિદર્શન અવધિદર્શન વાળાના સમસ્ત રૂપી દ્રવ્યોમાં વ્યાપાર હોય છે પરંતુ તેમના સમસ્ત પર્યાયોમાં નહીં
નદીસૂત્રમાં ૧દમાં સૂત્રમાં પણ કહ્યું કે અવધિજ્ઞાન સંક્ષેપમી ચાર પ્રકા૨નું છે દ્રવ્યથી ક્ષેત્રથી કાલથી અને ભાવથી. દ્રવ્યની અપેક્ષા અવધિજ્ઞાની જઘન્ય અનન્ત રૂપી દ્રવ્યોને જાણે જુએ છે ઉત્કૃષ્ટ સમસ્ત રૂપી દ્રવ્યોને જાણે જુએ છે. ક્ષેત્રની અપેક્ષા અવધિજ્ઞાની જઘન્ય આંગળના અસંખ્યાતમાં ભાગને જાણે જુએ છે, ઉશ્કેટ અલેકમાં લેપ્રમાણુ અસંખ્યાત ખંડેને જાણે જુએ છે. કાલથી અવધિજ્ઞાન જઘન્ય આવલિકાની સંખ્યામાં ભાગને જાણે જુએ છે, ઉત્કૃષ્ટ અસંખ્યાત અતીત અને અનાગત ઉત્સપિણિ અને અવસર્પિણ કાલોને જાણે જુએ છે. ભાવથી અવધિજ્ઞાની જઘન્ય અનન્ત ભાવને જાણે જાએ છે અને ઉત્કૃષ્ટ પણ અનન્ત ભાવને જાણે જુએ છે સર્વ ભવના અનન્તમાં ભાગને જાણે અને જુએ છે. એ ૫૧ છે
મનઃ પર્યયજ્ઞાન કે વૈશિષ્ય કા નિરૂપણ
“ માનવનાને ઈત્યાદિ
સૂત્રાર્થ––મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાનના વિષયના અનન્તમાં ભાગને જાણે છે. જે પર છે
તત્ત્વાર્થદીપિકા--પહેલા અવધિજ્ઞાનના વિષયનું નિરૂપણ કર્યું, હવે અવધિજ્ઞાનની અપેક્ષા મન:પર્યવજ્ઞાનની વિશિષ્ટતાનું પ્રતિપાદન કરવાને માટે તેના વિષયનું નિરૂપણ કરીએ છીએ
મન:પર્યવજ્ઞાન અવધિજ્ઞાનના વિષયભૂત રૂપી પુદગલ દ્રવ્યના અનન્તમાં ભાગને જાણે છે અર્થાત અવધિજ્ઞાન જે દ્રવ્યને વિષય બનાવે છે, તેના અનન્તમાં ભાગને મન:પર્યવજ્ઞાન વિષય બનાવે છે. આ કારણે અવધિજ્ઞાનની અપેક્ષા મન:પર્યવજ્ઞાન અત્યન્ત સૂફમ પદ ર્થને જાણવાના કારણે તેની અપેક્ષા વિશિષ્ટ છે. અવધિજ્ઞાન અવિરત સમ્યકટિને પણ પ્રાપ્ત થાય છે પરંતુ મન:પર્યવ જ્ઞાન અપ્રમત્ત સંયત અને ઋદ્ધિ પ્રાપ્ત ને જ થાય છે એ પણ એની વિશેષતા છે. | પર છે
તવાનિકિત--પૂર્વસૂત્રોક્ત અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનની અપેક્ષા સૂકમ પદાર્થોમાં પ્રવૃત્ત થવાના કારણે વિશિષ્ટ છે. આથી તેની ઉત્કૃષ્ટતાનું પ્રતિપાદન કરીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨