Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સિદ્ધ કે સ્વરૂપ કા નિરૂપણ
ત્તિ ૪૨ જફ્ફરૂ” ઈત્યાદિ
સુત્રાથ-સિદ્ધજીવ આ પંદર દ્વારોથી ચિન્તનીય અથવા પ્રરૂપણુય છે (૧) ક્ષેત્ર (૨) કાળ (૩) ગતિ (૪) વેદ (૫) તીર્થ (૬) લિંગ (૭) ચારિત્ર (૮) બુદ્ધ (૯) જ્ઞાન (૧૦) અવગાહના (૧૧) ઉત્કર્ષ (૧૨) અતર (૧૩) અનુસમય (૧૪) સંખ્યા અને (૧૫) અલબહત્વ છે ૭ છે
તત્વાર્થદીપિકા–પહેલાં કહેવામાં આવ્યું કે જીવ સમસ્ત કર્મોને ક્ષય થયા બાદ સિદ્ધ થાય છે. આથી અહીં પંદર દ્વારેથી સિદ્ધના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે.
સિદ્ધ પંદર દ્વારેથી સમજવા ગ્ય છે. તાત્પર્ય એ છે કે સિદ્ધોના સ્વરૂપને સમજવા માટે પંદર દ્વાર છે તેનાથી તેમના દવરૂપને વિચાર કરે જોઈએ. તેનું નિરૂપણ આ પ્રમાણે છે
ક્ષેત્રદ્વાર–- કયા ક્ષેત્રમાં જીવ સિદ્ધ થાય છે? જવાબ એ છે કે ઉર્વ, અધ: અને તિર્ય, આ ત્રણે લોકોમાં સિદ્ધ થાય છે પણ્ડકવન આદિ ઉર્વ લેકમાં સલિલાવતી વિજયના અકિક ગ્રામરૂપ અધોલેકમાં તથા મનુષ્યક્ષેત્ર રૂ૫ તિછલકમાં સિદ્ધ થાય છે આમાં પણ સંહરણના અભાવમાં પંદર કર્મભૂમિએમાં અર્થાત્ પાંચ ભક્ત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહમાં સિદ્ધ થાય છે, સંહરણની અપેક્ષા સમુદ્ર, નદી, વર્ષ ઘર અને પર્વત અાદિમાં પણ સિદ્ધ થાય છે. તીર્થકર અધેલોકમાં અલૌકિગ્રામમાં તિર્થંકલેકમાં પંદર કર્મભૂમિઓમાં સિદ્ધ થાય છે, શેષ સ્થાનમાં નહીં શેષ સ્થાને માં જે સિદ્ધ થાય છે તેઓ સંહરણથી જ થાય છે પરંતુ તીર્થ કર ભગવાનનું સંહરણ કદી પણ થઈ શકતું નથી. સહરણ બે પ્રકારના હોય છે સ્વકૃત અને પરકૃત જ ઘાચારણ અથવા વિદ્યાચારણ મુનિ પિતાની ઈચ્છાથી વિશિષ્ટ સ્થાને ભ| ગમન કરે છે, તે સ્વકૃત સંહરણ કહેવાય છે. વિધાધરે અથવા દેવે દ્વારા વેરભાવના કારણે અથવા અનુકંપાથી પ્રેરિત થઈને નિયત સ્થાનેથી કોઈ બીજા સ્થાને લઈ જવું પરકૃત સંહરણ કહેવાય છે. આ સંહાર રણ પ્રમત્તસંયત અને દેશવિરત શ્રાવકેને જ હોઈ શકે છે, બધાં જ સાધુઓને નહીં. સાધવી વેદરહિત સાધુ પરિહાર વિશુદ્ધ સંયત, પુલાક, અપ્રમત્તસંયત, ચતુર્દશપૂવી અને આહારકશરીરી, આ સાતનું સંહરણ કદાપી થતું નથી વળી કહ્યું પણ છે.
શ્રમણી, વેદવિહિન શ્રમણ, પરિહાર વિશુદ્ધિ સંયમવાન પુલાક, અપ્રમસંયત, ચૌદપૂવ અને આહારક શરીરી શ્રમણનું કેઈ સંહરણ કરતું નથી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૩૧ ૩