Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નથી. પ્રત્યેકબુદ્ધ પણ કેઈનો ઉપદેશ પામ્યા વગર જ બોધ પ્રાપ્ત કરે છે પરંતુ તેમને કઈ બહારના નિમિત્તની જરૂરીયાત રહે છે જેમ કે કરક આદિ જે સિદ્ધાંતના સારને સમીચીન રૂપથી જાણનાર જ્ઞાની પુરૂષનો ઉપદેશ પામીને બુદ્ધ થાય છે તે બુદ્ધ ધિત કહેવાય છે. આ ત્રણે પ્રકારના સાધક સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
(૯) જ્ઞાનદ્વાર-જ્ઞાનની અપેક્ષા કયા જ્ઞાનથી સિદ્ધ થાય છે ? પ્રત્યુત્પન્ન અથાંત વર્તમાનગ્રાહીનયની અપેક્ષા કેવળજ્ઞાનમાં સિદ્ધ થાય છે, પરંતુ તે જ ભવમાં પ્રાપ્ત પૂર્વકાલીન જ્ઞાનેને વિચાર કરવામાં આવે તે કઈ મતિ શ્રતજ્ઞાની હોય છે, કઈ મતિ, કૃત અને અવધિજ્ઞાની હોય છે જ્યારે કોઈ મતિ શ્રત, અવધિ અને મન:પર્યવજ્ઞાની હોય છે. તીર્થકરને નિયમથી ચારેય જ્ઞાન હોય છે. તેઓ મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાનથી ચુકત થઈને જ પરભવથી આવે છે દીક્ષા અંગીકાર કરતા જ તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે અને પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે.
(૧૦) અવગાહનાદ્વાર–અવગાહનાની અપેક્ષા કયા અવગાહનથી સિદ્ધ થાય છે ? અવગાહના ત્રણ પ્રકારની છે જઘન્ય ઉત્કૃષ્ટ અને મધ્યમ. જઘન્ય બે હાથની અવગાહનાથી સિદ્ધ થાય છે, ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યની અવગાહ નાવાળા સિદ્ધ થાય છે અને મધ્યમ સાત આદિની અવગાહનાવાળા સિદ્ધ થાય છે. જઘન્ય અવગાહનાથી કૃમપુત્ર આદિ સિદ્ધ થયા ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યની અવગાહનાથી ભરત બાહુબલી આદિ સિદ્ધ થયા અને મધ્યમ સાત હાથની અવગાહનાથી ગૌતમ વગેરેએ સિદ્ધિ પ્રાપ્ત કરી. જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના વચ્ચેની બધી અવગાહનાઓ મધ્યમ જ સમજવી જોઈએ.
(૧૧) ઉત્કર્ષ દ્વાર–સમ્યકાવથી ભ્રષ્ટ થયેલા જીવ અધિકમાં અધિક કેટલે કાળ વ્યતીત થયા પછી સિદ્ધ થાય છે? સમ્યકત્વથી ભ્રષ્ટ જીવ ઉત્કૃષ્ટ દેશન અપાઈ પુદ્ગલ પરાવર્તન કાળમાં સિદ્ધ થાય છે અનુક્રૂણની અપેક્ષા કઈ સંખ્યય કાળ વીત્યા બાદ અને કેઈ અનન્ત કાળ વ્યતીત થવા બાદ સિદ્ધ થાય છે.
(૧૨) અન્તરદ્વાર–સિદ્ધ ઇવેનું કેટલા કાળનું અન્તર હોય છે ? સિદ્ધ થનારા છમાં સમયનું જે વ્યવધાન થાય છે તે અન્તર કહેવાય છે જેમકે એક જીવ વર્તમાન સમયમાં સિદ્ધ થયે ત્યાર બાદ બીજે જીવ જેટલા સમય બાદ સિદ્ધ થશે તેટલે વચ્ચે કાળ અન્તર કહેવાય છે અર્થાત સિદ્ધિગમનથી શૂન્યકાળ વર્તમાન સમયમાં એક જીવ સિદ્ધ થયે, બીજો એક સમયના વ્યવધાનથી સિદ્ધ થાય છે, આ રીતે જઘન્ય અન્તર એક સમયને
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૩૧૬