Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચારિત્રના પાંચ કારણે આ છે-(૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તપ (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. પ્રમાદના રોગથી ત્રસ અને સ્થાવર જીવન પ્રાણેની હિંસા ન કરવી અહિંસાગ્રત માનવામાં આવ્યું છે કે ૨ | જે વચન પ્રિય, પય અને તથ્ય હોય તેને સત્ય કહેવામાં આવ્યું છે. જે વચન અપ્રિય અને અહિતકર છે તે તથ્ય હોવા છતાં પણ સત્ય નથી | ૩
અદત્ત વસ્તુને ગ્રહણ ન કરવી અસ્તેયવ્રત કહેવામાં આવ્યું છે. અર્થ અર્થાત ધન મનુષ્યને બાહ્ય પ્રાણ કહેવાય છે. જે તેનું હરણ કરે છે તે જાણે કે પ્રાણહરણ કરે છે ' છે ૪ .
દિવ્ય અને ઔદારિક શરીર સંબંધી કામગોને કૃત, કારિત અને અનુમોદનાથી તથા મન વચન અને કાયાથી ત્યાગ કરી દે અઢાર પ્રકારનું બ્રહાચર્યવ્રત કહેવાય છે. ૫ છે
સમસ્ત પદાર્થોની મમતાનો ત્યાગ કરવા અપરિગ્રહવત છે, અસત પદાર્થોમાં પણ મૂછાં હોવાથી ચિત્તમાં વિકલતા ઉત્પન થાય છે | ૬ |
પ્રત્યેક વ્રતની પાંચ-પાંચ ભાવનાઓથી ભાવિત આ પાંચ મહાવ્રત સધકોને અવ્યય પદ (મેક્ષ) પ્રદાન કરે છે તે છે કે
છ બાહ્ય અને છ આવ્યર તપ મળીને બાર થાય છે આ બાર તપ પણ મોક્ષના સાધન છે. આવી રીતે સમ્યક્દર્શન સમ્યજ્ઞાન સમ્યફચારિત્ર અને સમ્યફ તપ આ ચારેય દંઠ, ચક માટીના ન્યાયથી સમ્મિલિત થઈને મોક્ષના સાધન છે. અર્થાત જેવી રીતે કુંભારને ડાંડે ચાક અને માટી એ ત્રણે મળીને જ ઘડાના કારણ બને છે જુદા જુદા નહી એવી જ રીતે સમ્યક્દર્શન આદિ પણ મળીને મેક્ષના સાધન બને છે, સ્વતંત્ર સ્વતંત્ર નહીં તૃણ અગ્નિ અને મણિની માફક આ કારણ નથી અર્થાત જેમ અગ્નિ એકલા તણખલાથી એકલા અરણિ નામક કાઠથી અથવા એકલા મણિથી ઉત્પન થઈ જાય છે એવી રીતે એકલા સમ્યક દર્શન અથના જ્ઞાનાદિથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી.
ઉત્તરાધ્યાયનસૂત્રને ૨૮માં અધ્યયનની ગાથા ૧-૩માં કહ્યું પણ છેજિનેન્દ્ર ભગવન્ત દ્વારા ભાષિત, ચાર કારણેથી યુક્ત, જ્ઞાનદર્શન લક્ષણવાળી મોક્ષમાર્ગ ગતિને “સાંભળે ના જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપ આ ચારેયને સર્વજ્ઞ સદશી જિનેન્દ્રોએ મોક્ષમાર્ગ કહેલ છે. જે ૨ કે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપના માર્ગને પ્રાપ્ત જીવ સુમતિને પ્રાપ્ત કરે છે ' ૩ છે
આ રીતે એ પ્રતિપાદિત થયુ કે સમ્યફજ્ઞાન સમ્યક્દર્શન અને સમ્યક ચરિત્રની જેમ તપ પણ મોક્ષના કારણભૂત છે. જો કે તપ સમ્યકજ્ઞાન આદિ ત્રણેમાં કારણ હોવાથી સર્વ પ્રથમ સ્થાન આપવા યોગ્ય છે તે પણ સમદર્શન મોક્ષનું મુખ્ય કારણ છે આથી તેને જ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે કહ્યું પણ છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૬૮