Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિષય ક્ષેત્રની અપેક્ષા સંપૂર્ણ લેક છે. અર્થાત્ લેકમાં વિદ્યમાન સઘળા રૂપી પદાર્થોને તે જાણી શકે છે. એટલું જ નહિ પરમાવધિ જ્ઞાનમાં તે એટલું સામર્થ્ય હોય છે કે તે અલેકમાં લેકકાશની બરાબર બરાબરના અસંખ્યાત ખંડેને જાણી શકે છે. પરંતુ અલકમાં રૂપી પદાર્થ હોતા નથી આથી તે જાણતા પણ નથી. મન:પર્યવ જ્ઞાનનું ક્ષેત્ર કેવળ મનુષ્યલક અર્થાત અઢીદ્વીપ છે, સ્વામીની અપેક્ષા વિચાર કરવામાં આવે તે અવધિજ્ઞાનના સ્વામી ચારેય ગતિઓના જીવ હોય છે. તે નાર દે મનુષ્ય અને તિર્યોને પણ થાય છે. મન:પર્યવ જ્ઞાન વિરલ મનુષ્યને જ થાય છે. જેમકે તે કેવળ ગર્ભ જ મનુષ્યને થાય છે. તેમાં પણ કેવળ કર્મભૂમિને જ થાય છે. તેમાંથી પણ સંખ્યાત વર્ષની આયુષ્યવાળાઓને જ થાય છે. ન તે અકમ ભમિ જ મનુષ્યને થાય છે કે ન અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓને સંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓમાં પણ પર્યાપ્તને અને તેમાં પણ સમ્યક દષ્ટિઓને થાય છે. સમ્યક દષ્ટિએમાં પણુ અપ્રમત્ત સંયને જ થાય છે અને તેમાં પણ બદ્ધિ પ્રાપ્ત મુનિઓને જ થાય છે.
વિષયની અપેક્ષાથી અવધિજ્ઞાનના વિષયભૂત રૂપી દ્રવ્યના છેવટના ભાગમાં મનઃપર્યાવજ્ઞાનને વ્યાપાર થાય છે. આ રીતે અવધિજ્ઞાન જે દ્રવ્યને જાણે છે. તેના અનંતમાં ભાગ સૂક્ષમ અર્થમાં મન:પર્યવજ્ઞાન જાણે છે. નન્દી સત્રના અઢારમાં સૂત્રમાં કહ્યું છે જજુમતિ અનંત પ્રદેશી સ્કંધને જાણે દેખે છે. વિપુલમતિ તે જ સ્કંધને અધિકતર વિપુલતર વિશુદ્ધતર અને નિર્મ ળતર જાણે જૂએ છે. ક્ષેત્રની અપેક્ષા ઋજુમતિ જઘન્ય આંગળના અસંખ્યાતમાં ભાગને, ઉત્કૃષ્ટ રીતિએ આ રત્નપ્રભા પૃથ્વીનાં ઉપલાનીચલા ક્ષુદ્રક પ્રતર સુધી ઉપર તિકેના ઉપરી સપાટી સુધી, તીરછામનુષ્યક્ષેત્રની અંદર, અઢી દ્વીપ સમદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મ ભૂમિમાં અને છપન અંતર દ્વિપમાં. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીના ભાવેને જાણે જુએ છે. વિપુલમતિ તેને અઢી આંગળ અધિક વિપુલતર, વિશુદ્ધતર અને વિતિમિરર નિર્મળતર ક્ષેત્રને જાણે જુએ છે.
કાળની અપેક્ષાથી અજીમતિ જઘન્ય પપયનાં અસંખ્યાતમાં ભાગને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨