Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રમાં કહ્યું છે બે પ્રકારના જીને ક્ષયે પથમિક અવધિજ્ઞાન કહેવામાં આવ્યું છે. મનુષ્યને અને પાંચેન્દ્રિય તિયાને આથી આગળ સ્થાનાંગના ૬ઠા સ્થાન ના પ૨૬ના સૂત્રમાં કહ્યું છે અવધિજ્ઞાન ૬ પ્રકારના કહેવામાં આવ્યા છે. જેવાકે (૧) આનુગામિક (૨) અનાનુગામિક (૩) વર્ધમાન (4) હીયમાન (૫) પ્રતિપાતી (૬) અપ્રતિપાતી નન્દીસૂત્રના ૮માં સૂત્રમાં કહ્યું છે ક્ષાપશમિક અવધિજ્ઞાન કેને થાય છે? ક્ષાપશમિક અવધિજ્ઞાન બેને થાય છે. મનુષ્યને અને પંચેન્દ્રીય તિર્યને આને ક્ષાપશમિક કહેવાનું કારણ શું છે? ઉદયમાં આવેલા અવધિજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયથી તથા જે ઉદયમાં આવ્યા નથી, તેમના ઉપશમથી આ અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી ક્ષાપશમિક કહેવાય છે, * પ્રજ્ઞા પના સૂત્રના ૩૩ માં પદમાં ક્ષાપશમિક જ્ઞાનના અવસ્થિત અને અનવસ્થિત ભેદ કહ્યા છે ! ૪૮ છે
મન:પર્યવજ્ઞાન કે દ્વિવિધત્વ કા પ્રતિપાદન
“મળવઝવનાને સુવિ ઈત્યાદિ સુવાથ–મન:પર્યવજ્ઞાન કેટલા પ્રકારના છે અને બાજુમતિ અને વિપુલમતિ.૪૯
તત્વાથદીપિકા-પહેલા અવધિજ્ઞાનનું સવિસ્તર નિરૂપણ કરવામાં આવ્યું હવે મન:પર્યવજ્ઞાનના બે ભેદોની પ્રરૂપણ કરીએ છીએ.
મન પર્યવજ્ઞાનનું સ્વરૂપ પહેલાં કહેવાઈ ગયું છે તેના બે ભેદ છે. જુમતિ અને વિપુલમતિ, મન:પર્યાવજ્ઞાનાવરણ અને વર્યાન્તરાય કર્મના ક્ષપશમથી પરકીય મને ગત ભાવે પર્યાને પ્રત્યક્ષ જાણનાર જ્ઞાન મન:પર્યવ અથવા મન:પર્યવજ્ઞાન કહેવાય છે. અહીં “મન” શબ્દથી મગત પર્યાય સમજ જોઈએ. બીજાના મનના પર્યાને જે જ્ઞાન પ્રત્યક્ષ રૂપથી જાણે છે. તેને મન:પર્યવ જ્ઞાન કહે છે. જેમાં મતિ ઋજુ સરલ અથવા સાધારણ હોય તે ત્રાજમતી અને જે મતિ વિપુલ હોય તે વિપુલમતિ કહેવાય છે. અજમતિની અપેક્ષા વિપુલમતિ જ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે. આ સિવાય બંનેમાં બીજે તફાવત પ્રતિપાતિ અપ્રતિ પતીનો છે. ઋજુમતિ પ્રતિપાતી અર્થાત ઉત્પન્ન થઈને નષ્ટ પણ થઈ જાય છે. પરંતુ વિપુલમતિ અપ્રતિપાતી છે અર્થાત તે એકવાર ઉત્પન્ન થઈને કેવળજ્ઞાન ઉત્પત્તિ થતા સુધી નાશ પામતું નથી આ રીતે રાજુમતિ અને વિપુલમતિમાં વિશુદ્ધિ અને અપ્રતિપાતથી તફાવત છે.
અવધિજ્ઞાન અને મન પર્યાવજ્ઞાનમાં વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી અને વિષયની અપેક્ષા અંતર છે.
શ્રી તત્વાર્થ સૂત્ર ૨