Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અસન્નિષ્કૃષ્ટ રૂપને ગ્રહણ કરે છે. મન પણ અપ્રાપ્ત અને અભિવ્યક્ત પદાર્થને જ ગ્રહણ કરે છે આથી ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ થતા નથી. આથી ચક્ષુ અને મનને બાદ કરતાં શ્રેાત્ર રસના ઘ્રાણુ અને સ્પુન આ ચાર જ ઈન્દ્રિ ચાથી વ્યંજનાવગ્રહ થાય છે. અર્થાવગ્રહ બધી ઇન્દ્રિયાથી અને મનથી થાય છે. એજ રીતે અથના ઇહા આદિ પણ થાય છે. ૫ ૪૬ ૫
તત્ત્વાથ નિયુક્તિ-અવગ્રહ ઇહા, અવાય અને ધારણાના ભેદથી મતિ જ્ઞાનના ચાર ભેદોનુ નિરૂપણ કરવામાં આવ્યુ. હવે એમાંથી સ`પ્રથમ નિર્દિષ્ટ અવગ્રહના બે ભેદનું કથન કરીએ છીએ—
અવગ્રહ, કે જેનુ સ્વરૂપ અગાઉ કહેવામાં આવ્યુ તેમજ જે એક પ્રકારનુ‘ અતિજ્ઞાન છે તેના બે ભેદ હોય છે—મર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ, ચક્ષુ આદિ ઇન્દ્રિયા દ્વારા ગ્રતુણુ કરવાને ચેગ્ય પરિષ્કુટ અંનું જે અત્રગ્રહણ થાય છે તે અર્થાવગ્રહ કહેવાય છે વ્યંજન અર્થાત્ અવ્યક્ત શબ્દ આદિનુ ં–જેમ અંધકારથી વ્યાપ્ત ઘટ આદિંતુ જે ગ્રહણ થાય છે, તે વ્યંજનાવગ્રહ કહેવાય છે. આ રીતે સ્પર્શન આદિ ઉપકરણેન્દ્રિયાની સાથે મળેલ સ્પર્શીકાર પણિત પુદ્ગલ રૂપ ન્યજનને સામાન્ય રૂપથી જાણનાર અન્યક્તાવગ્રહ કહેવાય છે. પરન્તુ અવ્યક્ત શબ્દ આદિને જાણનારા ઇઠ્ઠા અવાય અને ધારણાના અભાવ હેાય છે. તેમની પાત-પેાતાના વ્યક્ત વિષયમાં જ પ્રવૃત્તિ રહે છે માત્રા કરવી નિશ્ચય કરવે। અને ધારણા કરવી, એ ઇહા આદિના વ્યાપાર વ્યક્ત વિષયમાં જ થઈ શકે છે આ રીતે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહમાં વ્યક્ત અને અવ્યક્ત પદાર્થના કારણે ભેદ છે.
ન્યૂ જનવગ્રહ ચક્ષુ અને મનથી થતુ' નથી કારણને એ મને અપ્રાપ્યકારી છે. શ્રોત્ર રસના, ઘ્રાણુ અને સંપન રૂપ ચાર જ ઇન્દ્રિયાથી વ્યંજનાવગ્રહ થાય છે. જે પદાર્થો વિશેષ દૃશ્યમાન અને ચિન્તમાન હેાય છે તે ચક્ષુઉપકરણેન્દ્રિય અને મનની સાથે સંયુકત થયા વગરજ જાણી શકાય છે, સંયુકત થઈને જાણી શકાતાં નથી કારણ કે ચક્ષુ શરીરની અંદરજ સ્થિત રહીને જ સદૈવ ચેાગ્ય દેશમાં સ્થિત પદાર્થ'ને જુએ છે. તે વિષય દેશમાં અર્થાત્ દશ્ય વસ્તુ જ્યાં છે ત્યાં જઈને પદાર્થને જોતુ નથી અથવા ન તે મસૂર નામક ધાન્યની આકૃતિવાળી આંખની પાસે આવેલ અને તેનાથી પૃષ્ટ થયેલા પાને જાણે છે. તાત્પય એ છે કે આંખ ન તેા પદાની પાસે જઈને પૃષ્ટ થાય છે અથવા તેથી વિપરીત પણ બનતું નથી. આ કારણે તે અપ્રાપ્યકારી છે. જો પેાતાના વિષય તે પ્રાપ્ત કરીને ચક્ષુ જાણુતી હાત તે અગ્નિની સાથે સચૈાગ થવાથી તે મળી જાત અને પેાતાની સાથે જોડાયેલા અંજન આદિને પણ તે જાણી લઈ શકત
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૮૬