Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 303
________________ પરન્તુ આમ થતું નથી. આથી ખાહ્ય પ્રકાશથી પ્રકટ પદાથ ને કે જે ચાગ્ય દેશમાં સ્થિત હાય, ચક્ષુ તે જીવે છે. મલીન અન્ધકારથી આચ્છાદિત પદાર્થને જોઈ શકતી નથી આ કારણે ચક્ષુ દ્વારા વ્યંજનાવગ્રહ થતા નથી. એવી જ રીતે મન પણ પેાતાના ચિન્ત્યમાન પદાર્થને પ્રાપ્ત કરીને જાણતું નથી અને એવુ પણ બનતું નથી કે કયાંયથી આવીને વિષય આત્મામાં સ્થિત થઈ જાય અને મન તેનુ ચિન્તન કરે. જો મન પણ પ્રાપ્ત પદાર્થનું જ ચિન્તન કરતું હાત તા એનામાં જ્ઞેયકૃત નિગ્રહ અનુગ્રહ પણ હત. અગ્નિનુ ચિન્તન કરવાથી દાહરૂપ ઉપઘાતને પણ પ્રાપ્ત થાત આથી મન પણ વિષય ની સાથે સંયુકત થયા વગર જ પેાતાના વિષય ગ્રહશુ કરે છે. એમ માનવું એ જ ચેાગ્ય છે. મનથી પણ વ્યંજનાવગ્રહ થતા નથી તેનું કારણ પણુ આ જ છે. શ્રેાત્ર રસના ઘ્રાણુ અને સ્પશન ઇન્દ્રિઓ પ્રાપ્યકારી છે આથી તે પેાતાના વિષયની સાથે સયુકત થઈને જ તેને જાણે છે. આમ ઇન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિયનિમિત્તકના ભેદથી મતિજ્ઞાન એ પ્રકારના છે, ત્યારબાદ અવગ્રહ આદિના ભેદથી ચાર પ્રકારના છે અને સ્પશનથી લઈને મનપર્યન્ત છ ઇન્દ્રિયથી ઉત્પન્ન થવાના કારણે અર્થાવગ્રહ આદિ ચારે મળીને ચેાવીસ ભેદ થાય છે. ચક્ષુ અને મનને છેડીને શેષ ચાર ઇન્દ્રિયે થી ઉત્પન્ન થતા હૈાવાથી યંજનાવગ્રહના ચાર ભેદ છે. બધાં મળીને અઠયાવીસ ભેદ થયા. આ અઠયાવીશ ભેદોના મહુ, મહુવિધ આદિ ખાર પદાર્થોની સાથે ગુણાકાર કરવાથી મતિજ્ઞાનના કુલ ત્રણસેાને છત્રીસ ભેદ થઇ જાય છે. સ્થાનાંગસૂત્રના દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદ્દેશકના ૭૧માં સૂત્રમાં કહ્યું છે શ્રુતનિકૃત (મતિજ્ઞાન) એ પ્રકારનું કહેવામાં આવ્યું છે જેમકે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ નન્દીસૂત્રના ૩૦માં સૂત્રમાં કહ્યું છે અર્થાવગ્રહ કેટલા પ્રકારના છે ? ઉત્તર-અવગ્રહ છ પ્રકારકા છે જેમકે શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ, ચક્ષુરિન્દ્રિય, અર્થાવગ્રહ, ઘ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, જિહ્વેન્દ્રિય અર્થાવગ્રહ સ્પર્શેન્દ્રિય અર્થાવ ગ્રહ અને અઈન્દ્રિય અર્થાવગ્રહુ આથી પહેલા નન્દીસૂત્રના ૨૯માં સૂત્રમાં કહ્યું છે વ્યંજનાવગ્રહના કેટલા ભેદ છે ? વ્યંજનાવગ્રઢુના ચાર ભેદ છે શ્રોત્રેન્દ્રિયવ્યજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિયવ્ય જનાવગ્રહ, જિહવેન્દ્રિયય્જના થડ અને સ્પર્શેન્દ્રિયવ્યંજનાવગ્રહ, નન્દીસૂત્રમાં માત્ર ઉપસંહાર રૂપે જ અર્થાવગ્રહનું કથન કરવામાં આવ્યુ છે આથી ઈહા, અવાય અને ધારણાના ભેદ પણ આ પ્રમાણે જાણી લેવા જોઇએ ૪૬ા શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ २८७

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336