Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઇન્દ્રિય મન પ્રકાશ અને ઉપદેશ આદિ બાહા નિમિતેની અપેક્ષા રાખે છે. આથી પ્રત્યક્ષ નથી. આ રીતે પ્રત્યક્ષના ઉક્ત લક્ષણમાં અતિવ્યાપ્તિ દેષ નથી. ૪૩
તત્ત્વાર્થી નિયુકિત-- પહેલાં સમ્યકજ્ઞાનને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું. તેમજ તેના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ ભેદનું કથન કરવામાં આવ્યું. આ પાંચ ભેદમાંથી મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન પક્ષ છે. એ પણ કહેવામાં આવ્યું. હવે અંતિમ ત્રણ જ્ઞાનની પ્રત્યક્ષતાનું પ્રતિપાદન કરીએ છીએ.
અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણેય પ્રત્યક્ષ છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમ અને ક્ષયથી, ઈન્દ્રિય અને મનની અપેક્ષા ન રાખતાં થકા કેવળ આત્માથી જ ઉત્પનન થવાના કારણે આ ત્રણેય જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. અક્ષ નો અર્થ આત્મા છે. જ્ઞાનાવરણ કર્મને પશમ અથવા ક્ષય થવાથી અક્ષ અર્થાત્ આત્માને જે સમ્યજ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે. આ રીતનું પ્રત્યક્ષ સમ્યફ઼જ્ઞાન અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાન જ છે. મતિજ્ઞાન અનેશ્રુતજ્ઞાન નહિ. કારણકે એ બંને જ્ઞાન અક્ષથી ભિન્ન ઈન્દ્રીય, મન પ્રકાશ અને પરોપદેશ આદિ બાાનિમિત્તોથી ઉત્પન્ન થાય છે. જો કે અવધિદર્શન અને કેવળદર્શન પણ બાહ્યનિમિત્તોથી ઉત્પન્ન થતાં નથી. તે પણ જ્ઞાનસ્વરૂપ ન હોવાને લીધે તેમને પ્રત્યક્ષ કહેવામાં આવતા નથી. વિસંગજ્ઞાન જ્ઞાન હોવા છતાં પણ સમ્યફ નહિ પરંતુ મિથ્યા છે. આથી તે પણ પ્રત્યક્ષ સમ્યફજ્ઞાનની ગણવામાં આવતું નથી આ રીતે પૂર્વોક્ત વિધાન નિર્દોષ છે.
સ્થાનાંગસૂત્રના દ્વિતીયસ્થાનકના, પ્રથમ ઉદ્દેશક સૂત્ર ૭૧માં કહ્યું છે– પ્રત્યક્ષજ્ઞાન બે પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે કેવળજ્ઞાન અને ને કેવળજ્ઞાન ને કેવળજ્ઞાન પણ બે પ્રકારના છે. અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાન. ૧૪મા
“મના સુવિ ઈત્યાદિ સૂવાથ–મતિજ્ઞાન બે પ્રકારનાં છે-ઇન્દ્રિયનિમિત્તક અને નેઈન્દ્રિયનિમિત્તક ૪૪
તસ્વાર્થદીપિકા-આત્માથી ભિન્ન ઈન્દ્રિય અને મનનાં નિમિત્તથી ઉત્પન્ન થવાના કારણે મતિજ્ઞાનને પરોક્ષ કહેવામાં આવ્યું છે. હવે ઉકત બંને નિમિત્તોનાં ભેદથી મતિજ્ઞાનનાં બે ભેદ થાય છે એ પ્રતિપાદન કરીએ છીએ
પૂકત મતિજ્ઞાનનાં બે ભેદ છે ઈન્દ્રિયનિમિત્તક અને ને અનિદ્રિયનિમિત્તક ઈન્દ્ર અર્થાત્ આત્મા ઉપગસ્વભાવ છે, જ્ઞાનદર્શન પરિણામ વાળે છે, તે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
२८०