Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમેય વસ્તુને વ્યાપ્ત કરવી અર્થાત્ ત્યાગ ન કરે અથવા નિયમથી ગ્રહણ કરવું જેને સ્વભાવ છે તે “વ્યવસાય સ્વભાવ” કહેવાય છે. વ્યવસાય અર્થાત અધ્યવસાય અથવા નિશ્ચય જેનો સ્વભાવ છે તે વ્યવસાયસ્વભાવ આ રીતે જે જ્ઞાન પ્રમેયવ્યાપક અને વ્યવસાયસ્વભાવ હોય છે તે સમ્યકજ્ઞાન કહેવાય છે
પ્રમેયવ્યાપક પદથી વિપર્યય જ્ઞાનની વ્યાવૃત્તિ કરવામાં આવી છે. કારણકે તે પ્રમેયવ્યાપક હેતું નથી અને વ્યવસાયાત્મક પદથી મેહરૂપ અનધ્યવસાયનું તથા સંશયજ્ઞાનનું નિરાકરણ થઈ જાય છે. આ ત્રણે-અનધ્યવસાય, સંશય અને વિપર્યય મિથ્યાજ્ઞાન હોવાથી મોક્ષસાધનમાં ઉપગી નથી. કહેવાનું એ છે કે જે જીવાદિ પદાર્થ જે જે વરૂપમાં સ્થિત છે તેમને તેજ રૂપમાં જાણવા એ સમ્યકજ્ઞાન છે.
સમ્યકજ્ઞાન બે પ્રકારનાં છે–પ્રત્યક્ષ અને પરોક્ષ આમાંથી પ્રત્યક્ષનાં પણ બે ભેદ છે સાંવ્યવહારિકપ્રત્યક્ષ અને પારમાર્થિકપ્રત્યક્ષ. સાંવ્યવહારિકપ્રત્યક્ષ પણ બે પ્રકારનાં છે–ઈન્દ્રિયનિબંધન અને અનિદ્રીયનિબંધન ચક્ષુ આદિ ઈન્દ્રિયેથી જે પ્રત્યક્ષ હોય છે તે ઇન્દ્રિયનિબંધન કહેવાય છે અને મનથી થનારા પ્રત્યક્ષ અનિંદ્રીયનિબંધન. પારમાર્થિક પ્રત્યક્ષ પણ બે પ્રકારના છે વિકલ અને સકલ જે સમસ્ત વસ્તુઓને ગ્રહણ ન કરે તે વિકલપારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે અને સમગ્ર વસ્તુઓને જાણનાર સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે વિકલપારમાર્થિપ્રત્યક્ષનાં બે ભેદ છે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન સકય. પારમાર્થિક પ્રત્યક્ષ એક જ પ્રકારનું છે. તે સમસ્ત દ્રવ્યે અને પર્યાને સાક્ષાત કરવા તેનું સ્વરૂપ છે. તેને કેવળજ્ઞાન કહે છે.
પરોક્ષ સમ્યકજ્ઞાન પાંચ પ્રકારનાં છે. (૧) સ્મરણ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તક (૪) અનુમાન અને (૫) આગમ ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનની ૨૪ મી ગાથામાં કહ્યું છે–જેણે દ્રવ્યના સમસ્ત પર્યાયોને સમસ્ત પ્રમાણેથી અને બધાં નવિધાનેથી જાણું લીધા તે વિસ્તારરૂચિ કહેવાય છે ?
આ રીતે જે જીવ દ્રવ્યોના સમસ્ત ગુણ-પર્યાયરૂપ ભાવોને બધા પ્રમાણે અને બધાં નથી જાણી લે છે તે વિસ્તાર રૂચિ કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨