Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થનિર્યુક્તિ-પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે સમ્યફ દર્શન, સમ્યકૂજ્ઞાન સમ્યફર્ચ ત્રિ અને સમ્યક્ તપ, એ ચારે મેક્ષના કારણ છે, હવે આ ચારે પૈકી પ્રથમ સમ્યફદર્શનની પ્રરૂપણ કરવામાં આવે છે
તત્વાર્થની શ્રદ્ધા સમ્યક્દર્શન છે ત અર્થાત્ જીવાદિ નવ પદાર્થો પર શ્રધા રૂચિ પ્રતીતિ કરવી અથવા યથાર્થ રૂપથી પોત-પોતાના જ્ઞાન દ્વારા જાણી શકાનારાં સ્યાદ્વાદસિદ્ધાંત અનુસ ૨ પ્રતિપાદિત પદાર્થોની રૂચિપૂર્વક શ્રદ્ધા કરવી સમ્યક્દર્શન કહેવાય છે. તાત્પર્ય એ છે કે વીતરાગ અહંત ભગવંતોએ તનું જે રૂપમાં પ્રતિપાદન કરેલ છે તે જ સ્વરૂપે તેમની શ્રદ્ધા કરવી સમ્યક્દર્શન છે. જીવાદિ પદાર્થોની શ્રદ્ધા પિતાની આગવી પ્રેરણાથી કરવી જોઈએ માતા પિતા આદિના ફરમાનથી અથવા ધન વગેરેના લાભની ઈચ્છાથી બનાવટી (ઢોંગી) શ્રદ્ધા હોવી જોઈએ નહીં. તે જ વસ્તુ સત્ય છે જેને જિનેશ્વર ભગવાને જાણ્યું અથવા પ્રતિપાદન કરેલ છે “આ રૂપથી તાર્થ શ્રદ્ધા થવી સમ્યફદર્શન છે
ઉદાહરણાર્થ–જીવ અનાદિકાળથી ઉપગમય છે અને તે કદયને વશીભૂત થઈને નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં પરીભ્રમણ કરે છે. પુદ્ગલ રૂપી અજીવ છે, અનુપયેગસ્વભાવ વાળે છે, તે કાળા, ભૂરા, પીળા, લાલ, સફેદ વગેરે વિભિન્ન પર્યાયમાં પરિણત થતો રહે છે. ધર્માસ્તિકાય અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્વભાવત ગતિ સ્થિતિ અને અવગાહદાનના કારણ છે, અરૂપી છે, અજીવ છે. આ બધા દ્રવ્ય નિત્યાનિત્ય સામાન્ય વિશેષાત્મક અને સત્ અસત્ સ્વરૂપ છે. બધા ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. એવી જ રીતે અન્ય પદાર્થોનું પણ સ્વરૂપ યથાયોગ્ય સમજી લેવું જોઈએ. આ રીતે જિનેક તત્વ પર શ્રદ્ધા કરવી સમ્યકદર્શન છે. જેના લક્ષણ, પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક છે. ઉત્તરાધ્યયનસૂત્રના અઠયાવીસમા અધ્યયનમાં કહ્યું છે યથાર્થ ભાવેના ઉદ્દેશ) ઉપદેશ પર વાસ્તવિક રૂપથી ભાવપૂર્વક શ્રદ્ધા કરનારને સમ્યકત્વ થાય છે. એવું તીર્થકર ભગવાને કહ્યું છે કે ૩૮ છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨