Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્ત્વાર્થદીપિકા-ચાર પ્રકારના પ્રતિસલીનતા તપમાંથી પહેલા ઈન્દ્રિય પ્રતિસલીનતા, કષાયપ્રતિસંલીનતા અને ગપ્રતિસંસીનતાનું નિરૂપણ કરવામાં આવ્યું હવે ક્રમ પ્રાપ્ત વિવિક્ત શયનાસનસેવનતા નામક ચેથા પ્રતિસંલીનતા તપનું નિરૂપણ કરીશ છીએ
વિવિક્ત અર્થાત્ દેથી રહિત શયન આસનનું સેવન કરવા રૂપ તપ વિવિકત શયનાસનસેવનતા તપ છે તેના અનેક ભેદ છે જેવાકે સ્ત્રી, પશુ અને વ્યંઢળ રહિત અનેક સ્થાનમાં અર્થાત્ બાગબગીચા વગેરેમાં પ્રાસુક અને એષણીય પીઢ પાટ, શય્યા, સંયાર વગેરે પ્રાપ્ત કરીને સાધુ નિવાસ કરે છે આથી આ તપ વિવિત શયના સનસેવનતા તપ કહેવાય છે કે ૨૨ છે
તત્ત્વાથનિર્યુકિત-- પહેલા ઈન્દ્રિયપ્રતિસંલીનતા, કષાયપ્રતિસલીનતા અને ગપ્રતિસંલીનતા નામક ત્રણ સંલીનતા તપનું નિરૂપણ કરવામાં આવ્યું હવે વિવિકતશય્યાસનસેવનતા નામક ચોથા ભેદનું કથન કરીએ છીએ
વિવિકત અર્થાત ષવજિત શયન આસનનું સેવન કરવું વિવિકતશય નાસનસેવનતા તપ કહેવાય છે. આ તપ અનેક પ્રકારના છે જેમકે સ્ત્રી, પશુ અને નપુંસક વગરના આરામ ઉદ્યાન પરબ, ધર્મશાળા આદિ અનેક સ્થાનમાં શ્રમણ પ્રાસુક અને એષણીય પીઢ, ફલાક શય્યા અને અંધારે આદિ પ્રાપ્ત કરીને નિવાસ કરે છે તેમનું આ પ્રમાણેનું નિવાસ કરવું વિવિકતશય નાસનસેવનતા તપ કહેવાય છે. તાત્પર્ય એ છે કે અનગાર શ્રમણ સ્ત્રી પશુ અને નપુંસકને જ્યાં સંસર્ગ ન હોય એવા વિશ્રાતિગૃહો અને ઉદ્યાનમાં યક્ષાયતન રૂપ સભાસ્થળામાં પરબમાં દુકાનમાં તથા ગૃહસ્થના સામાન્ય મકાનમાં પ્રાસક અર્થાત અચિત્ત અને એષણય અર્થાત નિષ પીઢ (પીઢા) ફલક (પાટ) શમ્યા અને સંધાર ગ્રહણ કરીને રહે છે. આ પ્રમાણે કરવાથી વિવિક્ત શય્યાસવસેવનતા નામક તપ થાય છે. ઔપપાકિસૂત્રમાં કહેલ છે
પ્રશ્ન-વિવિકત શયનાસનસેવનતા તપ કેને કહે છે ?
ઉત્તર--શ્રમણ આરામમાં, ઉદ્યાને માં, સભાઓમાં, પરબમાં, પ્રણિતશાળાઓ ઈત્યાદિમાં સ્ત્રી, પશુ અને પંડક (નપુંસક) રહિત સ્થાનોમાં નિવાસ કરે છે. આ વિવિકતશયનાસનસેવનતા તપ છે અત્રે પ્રતિમલીનતા તપ અને બાહા તપોનું પ્રરૂપણ સમાપ્ત થયું. ૨૨ ૫
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૪ ૩