Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને (૧૨) સર્વગાત્રપરિ કર્મ વિભૂષા વિપ્રમુકત આ રીતે કાયક્લેશ તપ અનેક પ્રકારના છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે--
(૧) કાત્યાગ કરીને સ્થિત રહેનાર સ્થાન સ્થિતિક કહેવાય છે. અહી ધર્મ અને ધર્મના અભેદની વિવક્ષા કરવામાં આવી છે આથી આને જ સ્થાન સ્થિતિક તપ કહે છે. (૨) જમીન ઉપર ટેકે દીધા વગર, હાથ જોડીને, ધરતી પર પગ રાખીને બેસવાને ઉત્સુક આસન કહે છે. આવા પ્રકારની તપસ્યા ઉકુટુકાસનિક તપ છે. (૩) માસિક આદિ આ પ્રકારના અભિગ્રહને પ્રતિમા કહે છે તેમને ગ્રહણ કરીને સ્થિર થનાર પ્રતિમાસ્થાયી કહી શકાય છે. આવું તપ પ્રતિમા સ્થાયી તપ છે.
કઈ પુરૂષ પૃથ્વી ઉપર પગ રાખીને સિંહાસન પર બેઠે હય, પછી પાછળથી સિંહાસન ખસેડી લેવામાં આવે અને પેલે પુરૂષ જેમ હતું તેમ જ રહે આ વખતે તેનું જે આસન હોય છે તે વીરાસન કહેવાય છે. વીરાસન કરનાર વીરાસનિક કહેવાય છે. અઢેલીને પૂઠેથી જમીન પર બેસવાની મનાઈ છે, જે નિષદ્યા કરે તે નૈવિક આ પ્રકારનું તપ નૈવિક તપ છે. (૬) દંડની જેમ લાંબા સુઈ જઈને જે તપ કરે તે દણ્ડાયતિક કહેવાય છે, (૭) લકુશાયી–અહીં લકુટને અર્થ છે વકકાષ્ઠ અર્થાત્ વાંકુ લાકડું. તેની જેમ સુવું અર્થાત્ પગની બંને એડીઓ અને માથું ધરતી પર ટેકવીને વચ્ચેના શરીરને અધર રાખવું લકુશાયી તપ કહેવાય છે (૮) ઠંડી અથવા તડકામાં સ્થિત થઈને શરીરને તપાવવું આતાપક તપ કહેવાય છે. (૯) શિયાળાની ઋતુમાં વસ્ત્રવિહિન થઈને રહેવું અર્થાત્ દેરાસહિત મુખવસ્ત્રિકા અને ચોળપદ સિવાય અન્ય કઈ વસ્ત્ર ન રાખવું અપાવૃતક તપ કહેવાય છે (૧૦) અઠડૂયક તપ-અજવાળ આવવા છતાં પણ શરીરને ન ખજવાળવું (૧૧) અનિષ્ઠીવક તપથુંકવાનું બંધ કરી દેવું (૧૨) આખા શરીરને દેવું, લુછવું સજાવટ આદિ કિયાઓનો ત્યાગ કરે સર્વગાત્ર પરિકર્મ વિભૂષાવિપ્રમુકત તપ કહેવાય છે. આવી રીતે કાયકલેશ તપના અનેક ભેદ છે. ૧છા
તત્વાર્થનિર્યુકિત–ચોથા રસપરિત્યાગ બાહ્ય તપનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું હવે કમાગત પાચમાં કાયકલેશ તપની પ્રરૂપણું કરીએ છીએ
જે તપસ્યામાં વિશેષત:કાયાને કલેશ પહોંચાડવામાં આવે છે તે કાયકલેશ તપ કહેવાય છે આ તપના જે ભેદ બતાવવામાં આવ્યા છે તે ખાસ પ્રકારે તપસ્યા કરનારાના ભેદ છે પરંતુ ધર્મ અને ધમમાં અર્થાત્ તપ અને તપસ્વીમાં કથંચિત્ અભેદ હોય છે. આથી તપસ્વીના ભેદ તપના પણ ભેદ કહી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૩૫