Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સારાંશ એ છે કે પ્રમાદયુક્ત પુરૂષ કાગ વચનો અને મનેગથી જે અસત વચનથી પ્રયોગ કરે છે તે અમૃત કહેવાય છે. અનુતને મૃષાવાદ પણ કહે છે. જેના ચિત્તમાં આવેશ ઉત્પન્ન થયે હોય એ પ્રમાદી પુરૂષ પોતાને ગમતા અભિપ્રાયને વ્યક્ત કરવા માટે અથવા હાથ, પગ, આંખે અને હઠ આદિ અવયની મિયા ચેષ્ટાઓ દ્વારા બીજને છેતરે છે, વચનથી અસત્ય ભાષણ કરે છે, મનથી પણ એવું જ વિચારે છે કે બીજાને કેવી રીતે છેતરી શકાય, આ બધું અસત્ય છે. ફલિત એ થયું કે નિન્દ્રિત અથવા નિષિદ્ધ વચન અસદભિધાન અથવા મૃષાવાદ કહેવાય છે.
મૃષાવાદ બે પ્રકારના છે-ભૂતનિહૂનવ અને અભૂતે દુભાવન જે વરતુ વિદ્યમાન છે તેને અપલાપ કરે ભૂતનિહૂનવ છે, જેમ કે- આત્મા નથી, પરલેક નથી વગેરે કહેવું. કેઈ કંઈ શુભ અને અશુભ કર્મોના ફળ ભેગ. વનાર અને સ્મરણ કરનારા આત્મા ને જે હકીકતમાં વિદ્યમાન છે, નિષેધ કરે છે. આવા લેકે અજ્ઞાન અને મેં કારણે મૂઢ છે. અને પોતપોતાના કરેલા કર્મ અનુસાર જે સુખ અથવા દુઃખ પ્રાપ્ત થાય છે તેના નિયામક ધર્મ-અધર્મ છે જેમને પુણ્ય અને પાપ કહે છે. આ બંને તરત આસપ્રણીત આગમથી પ્રામાણિત છે તેમ છતાં કોઈ-કઈ નાસ્તિક અજ્ઞાનના કારણે તેમનું અસ્તિત્વ સ્વીકારતા નથી. આ ભૂતનિહૂવ અસત્ય છે.
આવી જ રીતે જે વસ્તુ છે જ નહીં તેનો રદુભાવ કહે એ અભૂતો દુભાવન અસત્ય સમજવું જોઈએ. અબૂત અર્થાત અવિદ્યમાન વસ્તુને ભૂત અથવા વિદ્યમાન કહેવું અભૂતે દુભાવન છે જેવી રીતે કે ઈ-કોઈ અજ્ઞાની અસંખ્યાતપ્રદેશી, પુદ્ગલેના ચય-ઉપચયની તરતમતા અનુસાર નિર્મિત શરીરમાં રહેવાના કારણે સંકોચ વિકાસશીલ રૂપ-રસ-ગંધ-સ્પર્શ રહિત અને અનેક પ્રકારની ક્રિયાથી યુક્ત આત્માને સ્વીકાર નહી કરીને અભૂત આત્મતત્વનું કથન કરે છે. જેમ કે-કેઈ કહે છે કે આત્મા શ્યામાક (સામા)ના ચોખા જેવું છે, કેઈ કહે છે-અંગૂઠાના ટેચ બરાબર છે, સૂર્યના જેવા વર્ણવાળે છે, ક્રિય હીન છે. ક્રિયાહીન હોવાનું કારણ આત્માની વિભુતા અર્થાતુ વ્યાપકતા છે. વ્યા૫ક હોવાને લીધે, આત્મામાં ગમન, આગમન, અવલોકન, ભેજન આદિ ક્રિયાઓને જે મન વચન અને કાયાથી ઉત્પન્ન થાય છે-અભાવ છે એ પ્રમાણે કહેવું સત્ય નથી કારણ કે આત્માના વ્યાપક હાવા માટેનું કઈ પ્રમાણ નથી માટે તેનું વ્યાપક હેવું શક્ય નથી. જે આમા સર્વવ્યાપી હોત તે બધે જ તેની ઉપલબ્ધિ પણ હેવી જોઈ એ અપાર એમ કહી શકાય કે સુખદુઃખના ઉપભેગનું આયતન શરીર જ્યાં વિદ્યમાન હોય છે ત્યાં જ આત્માની ઉપલપિ હોય છે. જ્યાં શરીર ન હોય ત્યાં આત્મા પણ ન હોઈ શકે. આનું સમાધાન એ છે કે અન્યત્ર પણ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨