Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરિગ્રહ કા નિરૂપણ
“મુછ વરિnણો’ ૨૯ સૂત્ર થ્ર–મૂછભાવ પરિગ્રહ છે. ૧૨
તત્ત્વાથદીપિકા–હિંસા આદિ પાંચ અવ્રતમાંથી પહેલા અનુક્રમથી હિંસા, અસત્ય, તેય અને મૈથુનના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું હવે પાંચમાં અવ્રત પરિગ્રહના સ્વરૂપનું પ્રરૂપણ કરીએ છીએ
મૂછ પરિગ્રહ છે અર્થાત “આ મારૂં છે' એ રીતે મમતા જેનું લક્ષણ છે, જે મનની અભિલાષા રૂપ છે, ગાય, ભેંસ, બકરી, ઘેડ, મણિ અને રત્ન આદિ ચેતન અને અચેતન પદાર્થોને, રાગાદિના તથા ઉપધિઓનું સંરક્ષણ, અર્જન અને સંસ્કાર વગેરે જેના લક્ષણ છે, એવી મમતારૂપ આસકિત અથવા લેભને પરિગ્રહ કહે છે. આ રીતે શાક્ત ધર્મોપકરણે સિવાય બીજી વસ્તુઓને સંગ્રહ કર મૂછ છે–
શાક્ત વસ્તુઓમાં પણ જે મમત્વ હેય તે તે પણ મૂળરૂપ પરિગ્રહ છે. કહ્યું પણ છે
પિતાના પૂર્વોપાર્જિત પાપકર્મના ઉદયથી બાહ્ય પરિગ્રહથી વિહીન દરિદ્ર માણસે આ લોકમાં ઘણું સંખ્યામાં છે, પરંતુ, આભ્યન્તર પરિગ્રહ અર્થાત્ મમત્વના ત્યાગી જીવ દુર્લભ છે. ૧૫
મેહના સમાનાર્થક “મૂર' ધાતુથી આ પ્રકરણમાં અભિવંગ રૂ૫ મમત્વ અર્થ લેવામાં આવે છે કારણ કે પરિગ્રહનું પ્રકરણ છે. આશંકા થઈ શકે કે આ અર્થ કરવાથી તે બાહ્ય વસ્તુ પરિગ્રહ જ કહેવાશે નહીં, ઉપર જણાવેલા પ્રકારથી આઉત્તર પરિગ્રહનું જ ગ્રહણ થઈ શકે છે. આનું સમાધાન એ છે કે આય તર પરિગ્રહ જ મુખ્ય છે અને તેને જ અહીં મુખ્ય રૂપથી ગ્રહણ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુનું ન હોવા છતાં પણ જે કેઈનામાં મમતાભાવ વિધાન છે તે તે પરિગ્રહી જ છે.
શંકા–તે શું બાહ્ય પરિગ્રહ એ પરિડ નથી ?
સમાધાન–આમ કહેવું ઠીક નથી. મમતાનું કારણ છે.થી બાહ્ય વરતુ પણ પરિગ્રહ જ છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૦૧