Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનભિગૃહીત મિથ્યાર્દષ્ટિ એવી ભાવના ભાવે છે કે–સંસાર સમ્બન્ધી વિષયભાગના સુખમાં રચ્યાપચ્યા રહેનાર પુરૂષા માટે મેક્ષનુ' સુખ વ્યર્થ છે. ઉત્તમ અશ્વય અને સમ્પત્તિથી પરિપૂર્ણ અભિજનામાં આરોગ્યતાથી યુક્ત જન્મ પ્રાપ્ત થાય એટલુ' જ પુરતુ છે. આ પ્રકારની ભાવનાના કારણેા સઘળાં દેવતાઓ અને બધાં વ્રતધારીઓમાં સમાન ભાવ અને ઉદાસીનતા રાખે છે.
આવી રીતે આત્માનું અસ્તિત્વ માનનારા ક્રિયાવાદિની આત્માનુ અસ્તિત્વ નહી માનનારા અક્રિયાદિની તથા અજ્ઞાનવાદિએની પ્રશંસા કરવી પરપાષ’ડપ્રશંસા છે, જેમ કે‘આ પુણ્યશાળી છે, આ સત્યપ્રતિજ્ઞ છે આ સન્માર્ગ બતાવવામાં પ્રવીણ છે, એમના જન્મ સાક છે' વગેરે.
તેમની સાથે-સાથે એક સ્થાને નિવાસ કરવાથી તથા પરસ્પરમાં વાર્તાલાપ કરવાથી થનારા પરિચય સંસ્તવ કહેવાય છે, એક સાથે નિવાસ કરવાથી તથા પરસ્પરમાં વાર્તાલાપ કરવાથી થનારો પરિચય સંસ્તવ કહેવાય છે. એક સાથે નિવાસ કરવાથી, તેમની પ્રક્રિયાને સાંભળવાથી અને ક્રિયાઓને જોવાથી અવિચલ બુદ્ધિવાળા પુરૂષની દૃષ્ટિ તેમજ વિચારમાં ભેદ ઉત્પન્ન થઈ જાય છે. જેમની બુદ્ધિ અસ્થિર છે તેમનું તે કહેવું જશુ? આ કારણે જ ભગવાન્ તીર્થંકરે પાર્શ્વસ્થા (શિથિલાચારિએ) તેમજ સ્વચ્છન્દાચારિએની સાથેના સહવાસના નિષેધ કર્યાં છે. એવાની સાથે એક રાત્રિ પણ્ સહવાસ કરવાથી સમ્યક્દૃષ્ટિ ચાલી જાય છે આથી કુંતીથિકાની પ્રશંસા કરવી અને તેમની સાથે પરિચય કરવા સમ્યગ્દર્શનની મલીનતાનું કારણ છે-ભૃષ્ટતાનું કારણુ છે. આ માટે જ એ અનેને અતિચાર કહેવામાં આવ્યા છે. ઉપાસક દશાંગસૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-‘સમ્યક્ત્ત્વના પાંચ મુખ્ય અતિચ ર જાણવા જોઈએ. તે આ મુજખ છે-શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાષડપશ’સા
અને પરપાષડસ’સ્તવ, ૫૪ના
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૧૫