Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દુઃખભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તે જ તેની પરંપરાથી સ્થિરતા માટે સર્વભૂત આદિમાં મૈત્રી વગેરે ભાવનાઓનું પ્રતિપાદન કરીએ છીએ
સર્વભૂત, ગુણાધિક, કિલશ્યમાન અને અવિનીતના પ્રતિ મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને માધ્યસ્થભાવ ધારણ કરવા જોઈએ. તાત્પર્ય એ છે કે સમસ્ત પ્રાણિઓ તરફ મૈત્રીભાવ ધારણ કરે, પિતાના ક તાં અધિક ગુણવાન જન તરફ પ્રમોદભાવ ધારણ કરે, જેઓ કલેશના પાત્ર બનેલા છે તેમના પ્રત્યે કરૂણા ભાવ ધારણ કરે અને અવિનીત જનો પ્રત્યે મધ્યરથભાવ ધારણ કરે.
બીજાના હિતનું ચિન્તન કરવું મૈત્રી છે અર્થાત્ સમસ્ત જે તરફ પિતાનો નેહભાવ હવે અગર કઈ પ્રમાદના કારણે કોઈ જાતને અપાર કરે તે પણ તેમના પર મંત્રીભાવ ધારણ કરીને હું એમને મિત્ર છું અને આ મારો મિત્ર છે, હું મિત્રદ્રોહ કરીશ નહીં કારણ કે મિત્રને દ્રોહ કરે દુર્જનતાનું લક્ષણ છે. આથી હું બધાં પ્રાણિઓને ક્ષમા આપું છું' આ પ્રકારની સમસ્ત જીવો તરફ ભાવના રાખે. “હું રામ મન વચન કાયાથી સમસ્ત પ્રાણિઓને સહન કરૂં છું' એવી ભાવનાથી વાસ્તવિક મિત્રત ની પ્રાપ્તિ થાય છે અને જે પ્રાણિઓને મેં અપકાર કર્યો છે, મિત્રના નાતે હું તેમનાથી ક્ષમાપના મેળવું છું. મારે સમરત પ્રાણિઓ પર મૈત્રીભાવ છે, કોઈની સાથે વૈરભાવ નથી. આ વેરાનુબંધ જ્યારે વધે છે ત્યારે એમાંથી સેંકડો અનર્થોની શાખા-પ્રશાખાઓ ફૂટી નીકળે છે, માત્સર્ય આદિ દેની ઉત્પત્તિ થાય છે, આના અંકુર તીક્ષણ પ્રજ્ઞા અને વિવેક રૂપી તરવારની ધાર વડે જ કાપી શકાય છે બીજા કોઈ કારણે તેનું ઉદન થઈ શકતું નથી. આને જડમૂળથી વિનાશ મૈત્રીભાવના દ્વારા જ કરવો જોઈએ,
એવી જ રીતે જેઓ સમ્યક્ત્વ આદિ ગુણેમાં અધિક છે તેમના પ્રત્યે પ્રમોદ અર્થાત્ હર્ષના અતિરેકને ધારણ કરે અર્થાત્ ગુણીજનેના દર્શનથી અત્યન્ત પ્રસન્ન થાય છે સફદર્શન, જ્ઞાન, ચારિત્ર અથવા તપમાં અધિકપિતાનાથી વધારે હોય તેમનું યથોચિત વંદન સ્તવન, પ્રશંસા, વૈયાવૃત્ય, વગેરે કરવા, આદર-સત્કાર કરવા અને બધી ઈન્દ્રિયેથી આનંદની પરાકા ઠાને વ્યક્ત કરવી, પ્રમેદ કહેવાય છે. આમાંથી સમ્યક્ત્વને અર્થ છે. તવાર્થની શ્રદ્ધા કરવી ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્ત થવાના બોધને જ્ઞાન કહે છે અને મૂળગુ તથા ઉત્તરગુણને ચારિત્ર કહે છે. બાહ્ય અને આભ્યન્તરના ભેદથી તપના બે ભેદ છે, આ સમ્યકત્વ આદિ ગુણમાં જે પિતાના કરતાં અધિક ઉત્કૃષ્ટ છે તેમના પ્રત્યે માનસિક હર્ષ પ્રગટ કરે પ્રદ છે એક શ્રાવકની અપેક્ષા બીજો શ્રાવક અને એક મુનિની અપેક્ષા બીજા નિ આ ગુણેમાં અધિક હોય છે. શ્રાવકની અપેક્ષા સુનિમાં આ ગુણ અવશ્ય અધિક જોવા મળે છે. મુનિજને ગુણકીર્તન વેળાએ એકાગ્ર થઈને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૫૮