Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧૦) પારાંચિક- આ દશમુ' પ્રાયશ્ચિત્ત છે. જેનાથી માટુ કાઈ ખીજુ પ્રાયશ્ચિત્ત હાય નહીં, અર્થાત્ જે સર્વેřત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે તે પાાંચિક પ્રાયશ્ચિત્ત કહેવાય છે, અથવા જે પ્રાયશ્ચિત્તના સેવનથી અપરાધી પેાતાના અપરાધને છેડે પહોંચી જાય, અર્થાત્ શુદ્ધ થઈ જાય તે પારાંચિક પ્રાયશ્ચિત્ત, અહી' એ સમજી લેવું જોઈએ કે જેને અનાચારનુ` સેવન કર્યુ છે તેને લિંગ, ક્ષેત્ર અને કાળથી બહાર કરીને, ત્યાર બાદ, પુનઃ દીક્ષિત કરવામાં આવે છે. જાતિ અને કુળથી સમ્પન્ન કોઈ-કોઈ જ આ પ્રાયશ્ચિત્તના કદાચિત્ સ્વીકાર કરે છે. જે સાધુ ગુચ્છની અધિષ્ઠાત્રી (પ્રવૃતિની), રાજરાણી અથવા કાઈ શેઠાણીની સાથે સગમ કરે છે, અથવા જે સ્થાનધિ નિદ્રાવાન્ થાય છે અને પેાતાના મૃત ગુરૂના દાંતને કષાયાવિષ્ટ થઈને ઉખાડવા જેવા ધાર અનાચાર કરે છે, તેને જ આ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. દશા
વિનયરૂપ આભ્યન્તર તપ કે ભેદ કા નિરૂપણ
‘વિળ સત્તવિષે બાળા' ઈત્યાદિ
સૂત્રા–વિનય સાત પ્રકારના છે–(૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્ર (૪) મન (૫) વચન (૬) કાય અને (૭) લેાકેાપચાર. ॥૬૪ા
તત્ત્વાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવૃત્ય આદિ છ પ્રકારના આભ્યન્તર તપેામાંથી પ્રાયશ્ચિત્તના આલેચન પ્રતિક્રમણ આદિ દશ ભેદોનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમપ્રાપ્ત વિનય નામક તપના ભેદ્દેની પ્રરૂપણા કરીએ છીએ
આભ્યન્તર
જેના વડે જ્ઞાનાવરણુ આદિ આઠ પ્રકારના કમ -રજ વિનીત કરવામાં આવે–દૂર કરવામાં આવે તેને વિનય કહે છે. તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા અને લેાકેાપચારના ભેદથી સાત પ્રકારના છે અર્થાત્
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
१७७