Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધર્મધ્યાન એવં શુકલધ્યાન મોક્ષકે કારણરૂપ કા નિરૂપણ
ધર્મગુરૂં મોકળો' ઇત્યાદિ સૂત્રાર્થ-ધર્મધ્યાન અને શુકલધ્યાન મેક્ષના કારણે છે. દલ
તત્ત્વાર્થદીપિકા–પહેલા પ્રાયશ્ચિત્ત આદિના ભેદથી છ પ્રકારના આભાર તપનું ક્રમશઃ નિરૂપણ કર્યા બાદ છઠ્ઠા આભ્યન્તર તપ ધ્યાનના આd, રૌદ્ર, ધર્મ અને શુકલના ભેદથી ચાર પ્રકાર પ્રદર્શિત કરવામાં આવ્યા આમાંથી પ્રથમ બે સંસારના કારણ છે જ્યારે છેલ્લા બે મોક્ષના કારણ છે એ પ્રતિપાદન કરવાના આશયથી કહીએ છીએ
મુક્ત ધર્મધ્યાન અને શુકલધ્યાન મેક્ષના સાધન છે. પ્રારંભના બે અર્થાત આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસારના કારણે છે. અન્તિમ બેને જે મોક્ષનો સાધન કહેવામાં આવ્યા તે પારિશેવ્ય ન્યાયથી આરંભના બે સંસારના કારણ સ્વયં જ સાબિત થઈ ગયા કારણ કે મેક્ષ અને સંસારથી અતિરિક્ત અન્ય કઈ પ્રકાર નથી. આ બેના સિવાય ત્રીજું કશું જ સાધ્ય નથી ૬૯
તાવાર્થનિયુક્તિપૂર્વસૂત્રમાં ધ્યાન નામક આભાર તપના ચાર ભેદઆd, રૌદ્ર ધર્મ અને શુક્રલ, વિશદ રૂપથી પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે તે ચાર ભેદોમાંથી અતિમ મોક્ષના કારણે છે અને શરૂઆતના બે સંસારના કારણ છે.
પૂત ચાર પ્રકારના ધ્યાને માંથી અન્તિમ બે અથાતુ ધર્મ ધ્યાન અને શુકલધ્યાન મેક્ષના કારણ છે અને આ દયાન તથા રૌદ્રધ્યાન સંસારના કારણ છે ધર્મધ્યાન અને શુકલધ્યાન દેવગતિ અને મુકિત બંનેના કારણ છે એકલી મુકિતનુ કારણુજ નથી પરંતુ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એકાન્તતઃ સંસારના જ કારણ છે. તે મેલના કારણ કદાપિ હોઈ શકતા નથી.
નારકઆદિના ભેદથી સંસાર ચાર પ્રકારનો છે. આમતે, રાગ દ્વેષ અને મેહ સંસારના કારણ છે. પરંતુ તેમનાથી અનુગત આતં– રૌદ્ર યાન પણ તીવ્રતમ રાગ દ્વેષ અને મેહ વાળા પુરૂષને થાય છેઆથી તે બંને પણ ભવભ્રમણના કારણ છે ઉત્તરાધ્યયનના ત્રીસમાં અધ્યયનની પાંત્રીસમી ગાથામાં કહ્યું છે.
સમાધિમાન પુરૂષ આધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરીને ધર્મ અને શુકલધ્યાન ધ્યાવે જ્ઞાનીજન આને જ ધ્યાન કહે છે.
સાબિત થયું કે ચાર પ્રકારના ધ્યાનેમાંથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ભવભ્રમણના કારણ છે. જ્યારે ધર્મયાન તથા શુકલધ્યાન મેક્ષના કારણે છે. આમાંથી પ્રત્યેકના અવાન્તર ભેદનું કથન આગળ જતા કરવામાં આવશે દલા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૮૬