Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધ્યાનસુવિચાર થાય છે.
બીજુ શુક્લધ્યાન એકત્વવિતર્ક-અવિચાર કહેવાય છે. એક ને ભાવ એકત્વ કહેવાય છે જે એકત્વરૂપ હોય એ વિતર્ક એકત્વરિત છે. તે વિચાર રહિત હોવાથી બીજુ શુકલધ્યાન એકવિતર્ક-અવિચાર કહેવાયું છે આમાં ત્રણે ગોમાંથી એક પેગ હોય છે, અર્થ અને વ્યંજન (શબ્દ) પણ એક જ હોય છે કેઈ એક પર્યાયનું ચિંતન હોય છે. આવી રીતે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આદિ પર્યામાંથી કઈ એક પર્યાયમાં વાયુરહિત ઘરમાં સ્થિત દીપકની વાટની જેમ, નિષ્કપ ચિત્ત હોવું એકત્વવિતર્ક-અવિચાર પાન કહેવાય છે. આ ધ્યાન પણ પ્રાયઃ પૂર્વગત મૃતના આલંબનથી જ થાય છે કહ્યું પણ છે–
વિતરાગ મુનિ ક્ષીણ કષાય સ્થાનને પ્રાપ્ત કરીને વિશુદ્ધ વેશ્યાવાળે થઈને એક વિતકવિચાર ધ્યાન ધયાવે છે ૧૫
જેઓએ અઠયાવીસ પ્રકારના મોહનીય કમને ઉપશમ કરી દીધું છે તે ઉપશાન્તકષાય વીતરાગ છઘસ્થ કહેવાય છે. મિહનીય કર્મને સર્વથા ક્ષય કરનાર ક્ષીણકષાય કહેવાય છે. આવી રીતે છ% અર્થાત આવરણમાં જે સ્થિત હોય તે છવાસ્થ કહેવાય છે. જે એ મુનિ બારમાં ગુણસ્થાને હોય તે જ્ઞાનાવરણાદિના ઉદયના કારણે છદ્મસ્થ હોય છે. આ ક્ષીણકષાય વીતરાગ છઠ્ઠા ધર્મધ્યાન અને શુકલધ્યાનના પ્રથમના બે ભેદથી તથા યથાખ્યાત સંય. મની વિશુદ્ધતાના પ્રભાવથી શેષ ત્રણ ઘાતિ કને યુગપત ક્ષય કરી નાખે છે. તે દ્વિચરમ સમયમાં નિદ્રા અને પ્રચલા પ્રકૃતિઓનો ક્ષય કરીને ચરમ સમયમાં જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અન્તરાય આ ત્રણેને ક્ષય કરે છે અને કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનન્તવીર્યને પ્રાપ્ત કરી લે છે !
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૦૨