Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મેહનીય પ્રકૃતિઓમાં પણ પરસ્પર સંક્રમણ થતું નથી. દર્શન મેહનીય ચારિત્રમેહનીયના રૂપમાં અને ચારિત્રમોહનીય દર્શનમોહનીયના રૂપમાં બદલાતી નથી.
એ તે પહેલા જ કહેવામાં આવી ગયુ છે કે મૂળપ્રવૃતિઓમાં સંક્રમણ થતું નથી એનું કારણ એ છે કે તેમના બન્ધના કારણેમાં મૌલિક ભેદ હોય છે જેમકે જ્ઞાનાવરણ કર્મના બન્ધના કારણે પ્રદોષ અને નિહૂનવ આદિ છે, જ્યારે કે અસાતા વેદનીયના બંધના કારણે દુઃખ–શક આદિ છે. તાત્પર્ય એ છે કે કમનું ફળ ભોગવી લીધા બાદ તે કર્મ આત્મપ્રદેશથી પૂથફ થઈ જાય છે. આકર્મના રૂપમાં પરિણત થઈ જાય છે, તેને વિપાકજા નિર્જરા કહે છે. આ રીતે સંસાર રૂપી મહા સમુદ્રમાં વહેતા આત્માના જે શુભ અશુભકર્મ વિપાકને પ્રાપ્ત થઈ જાય છે ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈને અને પિતાનું યથાયોગ્ય ફળ પ્રદાન કરીને સ્થિતિને ક્ષય થવાથી આત્માંથી અલગ થઈ જાય છે, તે વિપાકના નિર્જરા કહેવાય છે.
જે કર્મ સ્થિતિ પૂર્ણ થતાં અગાઉ જ તપશ્ચરણ આદિ દ્વારા ઉદયાવલિકામાં લાવવામાં આવે છે અને આમ્રફળ, ફણસ સીતાફળ વગેરે ફળોના શીઘ પરિપક્વતાની જેમ, ભોગવી લેવામાં આવે છે, તેવી નિજેરાને અવિપાકના નિજ કહે છે. ૫ ૨ |
કર્મક્ષયલક્ષણા નિર્જરા કે હેતુ કથન
“નવો વિવાનો નિકઝાઝળો' ઇત્યાદિ સુત્રાર્થ– તપ અને વિપાક નિર્જરાના કારણ છે કે ૩ છે તત્ત્વાર્થદીપિકા–પહેલા કહેવામાં આવ્યું કે વિપાકજા અને અવિપાકજા ના ભેદથી નિર્જરા બે પ્રકારની છે, હવે તેના કારણેની પ્રરૂપણ કરીએ છીએ શરીર અને ઇન્દ્રિઓને તપાવવા, એ તપ છે. અનશનાદિ બાહ્યા અને પ્રાયશ્ચિત્ત આદિ આભતર તપ છે. તપના આમ બે ભેદ છે. કર્મફળનું ભેગવવું વિપાક કહેવાય છે. આ બંને નિર્જરાના કારણ છે. આવી રીતે અનશન આદિ બાહ્ય અને પ્રાયશ્ચિત્ત આદિ આભ્યન્તર તપથી નિર્જરા થાય છે. એવી જ રીતે શુભાશભ
ની સુખ દુઃખ રૂ૫ ફળના ઉપભોગ રૂપ વિપાકથી પણ નિર્જરા થાય છે. ૩ તત્વાર્થનિયુક્તિ-પહેલા કર્મક્ષય રૂપ નિર્જરાના સ્વરૂપનું અને ભેદન નિરૂપણ કરવામાં આવ્યું, હવે તેના કારણોનું પ્રરૂપણ કરીએ છીએ
શરીર અને ઇન્દ્રિઓને તપાવવા રૂપ તપ બે પ્રકારના છે અનશન આદિ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૧૪