Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભત્કપાન દ્રવ્યાવમોદરિયાકે અનેક વિધતા કા નિરૂપણ
“મત્તાન સુન્નોનો ” ઈત્યાદિ
સૂત્રાર્થ–આઠ કવલ માત્ર જ આહાર કરવા આદિના ભેદથી ભક્તપાન દ્રશ્ય અવમેદરિકા તપ અનેક પ્રકારના છે. મે ૧૩ છે
તત્વાર્થદીપિકા–પહેલાં ઉપકરણદ્રવ્ય અવમોદરિકાના ત્રણ ભેદ કહેવામાં આવી ગયા છે હવે ભક્તપાનદ્રવ્ય અવમેદકરિકાનું નિરૂપણ કરીએ છીએ
ભક્ત પાનદ્રવ્ય અવમોદરિકા તપ અનેક પ્રકારના છે. અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય, આ ચાર પ્રકારના આહાર ભક્ત પાનદ્રવ્ય કહેવાય છે. આનાથી સંબંધ રાખનારી ઉદરીને ભક્ત પાનદ્રવ્ય અવમેરિકા તપ કહે છે. તે જે કે અનેક પ્રકારની છે પણ સ્થૂળભેદની અપેક્ષાથી ત્રણ પ્રકારની છે. ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. એક કેળીયાથી લઈને આઠ કોળીયા સુધી ખાવું ઉકષ્ટ. નવ કોળીયાથી શરૂ કરીને સેળ કેળીયા સુધી ખાવું મધ્યમ અને સત્તર કેળીયાથી લઈને એકત્રીસ કેળીયા સુધી ખાવું જઘન્ય ભક્ત પાનદ્રવ્ય અમદરિકા છે. આમાં એક બે કેળીયાની ન્યૂનાધિકતાને કારણે અનેક અવાન્તર ભેદ નિષ્પન્ન થાય છે આથી અનેક પ્રકારની છે કે ૧૩
તત્વાર્થનિર્યુકિત–ઉપકરણદ્રવ્ય અવમેદરિકા તપના ત્રણ ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું હવે ભક્ત પાનદ્રવ્ય અવમેદરિકા તપની પ્રરૂપણું કરવામાં આવે છે.
ભક્ત પાનદ્રવ્ય અવમેદરિકા તપ અનેક પ્રકારના છે” યથા આઠ કેળીયા માત્ર આહાર કર વગેરે અહીં કેળીયાંનું પરિમાણ મરઘીના ઈડાની બરાબર સમજવું જોઈએ. પ્રધાન રૂપથી આ અવમદરિકા તપ ત્રણ પ્રકારના છે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય, પુરૂષને પરિપૂર્ણ આહાર બત્રીસ કોળીયા પ્રમાણ માનવામાં આવે છે. આમાંથી એક કોળીયાથી લઈને આઠ કેળીયા સુધી આહાર કર ઉત્કૃષ્ટ અવમેરિકા તપ છે. નવ કેળીયાથી લઈને સોળ કળીયા સુધી આહાર કરે મધ્યમ અવમૌદર્ય તપ છે અને સત્તર કોળીયા થી આરંભ કરીને એકત્રીસ કળીયા સુધી ખાવું જઘન્ય અવમૌદર્ય છે.
આવી રીતે અવમદરિકા તપ જે કે ત્રણ પ્રકારના છે તે પણ એક બે કેળીયા ઓછા કે વધારે ખાવાથી તેના અનેક અવન્તર ભેદ થાય છે અને આથી જ સૂત્રમાં તેને અનેક પ્રકારની કહેવામાં આવેલ છે,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૨૪