Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેના અવરોધક છે. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમાં અધ્યયનની પચ્ચીસમી ગાથામાં કહ્યું છે–સમાધિમાન પુરૂષ આર્ત અને રૌદ્ર ધ્યાનેને પરિત્યાગ કરીને ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાવે જ્ઞાની પુરૂષ આને જ ધ્યાન કહે છે. દા
તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં છ આભ્યન્તર તપોમાંથી ક્રમપ્રાત સ્વાધ્યાયનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે પાંચમાં આભ્યન્તર તપ ધ્યાનની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ
કઈ એક જ લય વસ્તુમાં ચિત્તનું સ્થિર થવું અર્થાત્ વાયુરહિત સ્થાનમાં રહેલા દીવાની જાતની સમાન ચિત્તનું એકાગ્ર રૂપમાં સ્થિર થઈ જવું ધ્યાન કહેવાય છે. આ રીતે એક વસ્તુનું અવલખન કરનાર, નિશ્ચલ, સ્થિરતાથી યુક્ત છદ્મસ્થ વિષયક અધ્યવસાન ધયાન સમજવું જોઈએ, જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે તેમનામાં મને વ્યાપાર હેતે નથી કારણ કે તે સમસ્ત કરણથી નિરપેક્ષ હોય છે.
ધ્યાન ચાર પ્રકારનું છે-આર્તધ્યાન, રૌદ્રધાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનને છોડીને અહીં ધર્મ અને શુકલ ધ્યાનને જ તપમાં પરિગતિ કરવા જોઈએ કારણ કે આ જ બે ધ્યાન મોક્ષ સાધનામાં ઉપયોગી થાય છે–આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નહીં.
ધ્યાનનો કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનાર્મહત્ત છે. આનાથી વધુ સમય સુધી મેહનીય કર્મના અનુભાવથી અથવા સંકલેશના કારણે દયાનમાં સ્થિરતા રહી શકતી નથી. ભગવતી સૂત્રના પચ્ચીસમાં શતકના છઠા ઉદ્દેશકના ૭૦ ૭માં સૂત્રમાં પુલાક વગેરેના વિષયમાં કહ્યું છે–
પ્રશ્ન- ભગવન ! કેટલા કાળ સુધી સ્થિર પરિણામવાળા રહે છે? ઉત્તર–ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી. સ્થાનાંગસૂત્રની ટીકામાં ચેથા સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે
છઘના ચિત્તની સ્થિરતા એક વસ્તુમાં અન્તર્મુહૂર્ત સુધી રહી શકે છે. આ ચિત્ત સ્થિરતા જ સ્થાન છે. કેવળીના વેગને નિરોધ થઈ જ યાન કહેવાય છે. ૬૭
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૮૪