Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પુનઃ પુનઃ પઠન કરવું પરિવર્તન છે. જાણેલા અર્થનું વારંવાર ચિન્તન કરવું અનુપ્રેક્ષા છે અને શ્રત અને ચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ આપ ધર્મકથા છે. ભગવતી સૂત્રને ૨૫માં શતકના માં ઉદ્દેશકના ૮૦૨ સૂત્રમાં કહ્યું છે–સ્વાધ્યાય પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે–વાચના પ્રતિકૃચ્છના, પરિવર્તાના, અનુપ્રેક્ષા અને ધર્મકથા આવી જ રીતે ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહેવામાં આવ્યું છે. આમ સ્વાધ્યાય શબ્દથી વાચના આદિ પાંચેયનું ગ્રહણ કરવું જોઈએ. ૬ ૬
ધ્યાનકે સ્વરૂપ નિરૂપણ
“gવત્તરિત્તાવાળું જ્ઞાનં ઈત્યાદિ સૂત્રાર્થ–એક જગ્યાએ ચિત્તનું સ્થિર થવું ધ્યાન છે. મેળા
તત્વાર્થદીપિકા–પહેલા છ પ્રકારના આભ્યન્તર તપમાંથી પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય તપ અને સ્વાધ્યાયનું કમથી નિરૂપણ કરવામાં આવ્યું હવે કમાગત ધ્યાન નામક આ૫ત્તર તપનું પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ
પરિણામની સ્થિરતા ધ્યાન છે. અભિપ્રાય એ છે કે અન્તમુહૂર્ત કાળ પર્યન્ત ચિત્તનું એકાગ્ર રહેવું ધ્યાન કહેવાય છે. આ ચિત્ત જાણેલા અર્થોનું અવલમ્બન કરતું થકું ચંચળ રહે છે, આથી તેને બીજા બધાં વિષયોથી મુક્ત કરીને કેઈ એક જ વિષયમાં પરેવી દેવું-અને ચારે બાજુએથી ચિત વૃત્તિને નિરાધ કરે ધ્યાન છે.
ધ્યાન ચાર પ્રકારના છે–આર્ના ધ્યાન રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શકલધ્યાન અહીં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને છેડી દઈ ધર્મધ્યાન અને શકલ. ધ્યાન એ બે ધ્યાન જ સમજવાના છે કારણ કે આ મોક્ષમાર્ગનું પ્રકરણ ચાલી રહ્યું છે જ્યારે આધ્યાન તથા રૌદ્રધ્યાન માક્ષોપચાગી નહી પણ
ન
છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૮૩