Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવાય છે. તેને યથાયેાગ્ય ક્ષેત્ર-વસતિ-પ્રત્યવેક્ષણ, ભત્ત-પાન, વજ્ર, પાત્ર, ઔષધ, ભેષજ, શરીર શુશ્રુષા સ્માદિ રૂપ સમજવુ જોઇએ અર્થાત્ આ બધા વડે સેવા કરવી વૈયાવૃત્ય છે. સત્યના ભેદથી વૈયાવૃત્યના દેશ ભેદ છે-(૧) આચાય (૨) ઉપાધ્યાય (૩) સ્થવિર (૪) શૈક્ષ (૫) ગ્લાન (૬) તપસ્વી (૭) સામિ ક (૮) કુળ (૯) ગણુ અને (૧૦) સંઘનું વૈયાવૃત્ય જે સ્થય' પાંચ આચાર રૂપ ધર્મનું પાલન કરે છે અને ખીજાએ મારફતે પાલન કરાવે છે આચાય કહેવાય છે. તેના બૈંયાનૃત્યને આચાય વૈયાવૃત્ય કહે છે. (૨) ઉપાધ્યાયની સેવા કરવી ઉપાધ્યાયવૈયાવૃત્ય છે. (૩) સ્થવિર અર્થાત્ વ, દીક્ષાપર્યાય તથા શ્રુતથી જે યુદ્ધ છે તેમની સેવા કરવી સ્થવિર વૈયાવૃત્ય છે. (૪) એક દિવસથી લઈને છ માસ સુધીના દીક્ષિત નવદીક્ષિત અથવા શૈક્ષ કહેવાય છે તેનુ વૈયાવૃત્ય શૈક્ષવૈયાવૃત્ય છે. (૫) ગ્લાન અર્થાત્ રાગી, જે ન્યાધિથી પીડિત હોય, યાનૃત્ય ગ્લાનનૈયાનૃત્ય કહેવાય છે. (૬) ઉપવાસ, છડ, અઠમ આદિ વિવિધ પ્રકારનું તપશ્ચરણ કરનાર તપસ્ત્રી કહેવાય છે. તેનું વૈયાવ્રત્ય તપસ્વિનેંચાવ્રત્ય છે. (૭) સાધમિ'ક+અર્થાત્ સમાન સમાચારીવાળા સાધુની સેવા કરવી સામિકનૈયાવ્રત્ય છે. (૮) કુળ-અનેક સાધુઓના સમૂહને કુળ કહે છે, અનેક કુળના સમૂહને ગણુ કહે છે. અનેક ગણુના સમૂહને સધૂ કહે છે કુળની સેવા કરવી કુળધૈયાવ્રત્ય છે. (૯) ગણુ-અનેક ગણુની અર્થાત્ મુનિઓના સમૂહની સેવા કરવી ગણુવૈયાનૃત્ય છે. (૧૦) સંધ-સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સેવા કરવી સઘવૈયાનૃત્ય છે.
પૂર્વક્તિ માચાય આદિની, આહાર-પાણીથી, વસ્ત્ર-પાત્રથી, ઉપાશ્રય, પીઠ, ફળક, શય્યા અને સંથારા વગેરે મેાક્ષના સાધનાથી સેવા કરવી કાન્તાર આદિ વિષમ સ્થાનાથી, ખાડા, કૂવા, કટક આદિથી યુક્ત સ્થળાથી બચાવવા, જવર, અતિસાર, ઉધરસ શ્વાસ વગેરેનુ કષ્ટ ડાય ત્યારે સેવા કરવી—ઔષધ-ભૈષજ લાવીને આપવા વગેરે વૈયાવૃત્ય કહેવાય છે. પા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૮૧