Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેના સાત ભેદ છે–(૧) જ્ઞાનવિનય (૨) દનવિનય (૩) ચારિત્રવિનય (૪) મનાવિનય (૫) વચનવિનય (૬) કાયવિનય અને (૭) લેકેપચારવિનય
આળસ ખડખેરીને દેશ, કાળ, દ્રવ્ય અને ભાવ આદિ સંધિ શુદ્ધિ કરીને, બહુમાનપૂર્ણાંક, મૈાક્ષ પ્રાપ્ત કરવાના હેતુથી જ્ઞાન ગ્રહણ કરવુ, જ્ઞાનના અભ્યાસ કરવેા, જ્ઞાનનું સ્મરણ આદિ કરવું જ્ઞાનવિનય કહેવાય છે. જ્ઞાનવિનયના પાંચ ભેદ છે-મતિજ્ઞાનવિનય, શ્રુતજ્ઞાનવિનય, અવધિજ્ઞાનવિનય, મન: વજ્ઞાનવિનય અને કેવળજ્ઞાનવિનય.
શકા—કાંક્ષા આદિ દેષાથી રહિત થઇને તવા પર શ્રદ્ધા કરવી દનવિનય છે. આના બે ભેદ છે શુશ્રુષા અને અનદ્યાશાતના,
જ્ઞાન—દર્શન સમ્પન્ન પુરૂષમાં જે ચારિત્ર જણાય તેા તેના પ્રત્યે ભાવપૂર્વક અત્યન્ત ભક્તિ કરવી અને સ્વય' ભાવપૂર્વક ચારિત્રનું અનુષ્ઠાન કરવું ચારિત્રવિનય છે. ચારિત્રવિનય પાંચ પ્રકારના છે–સામાયિક ચારિત્રવિનય, છેદેપસ્થાપનીય ચારિત્રવિનય, પરિહારવિશુદ્ધિ ચારિત્રવિનય સૂક્ષ્મસ પરાય ચારિત્રવિનય અને યથાખ્યાત ચારિત્રવિનય આ રીતે જ્ઞાન અને દનથી યુક્ત પુરૂષનુ ચારિત્રમાં મન પરોવાઈ જવુ' ચારિત્રવિનય છે.
આચાય અથવા ઉપાધ્યાય આદિ પક્ષ હાય તેા તેમના ગુણાનુ સ્મરણ વગેરે કરવું મના િવનય કહેવાય છે. મનાવિનયના બે ભેદ છે પ્રશસ્તમનેાવિનય અને અપ્રશસ્તનેાવિનય.
આચાર્ય, ઉપાધ્યાય આદિ પરાક્ષ હાય તેા પણ વચનથી તેમનાં ગુણાનું કીર્તન કરવું વગેરે વચનવિનય છે. પ્રશસ્ત તેમજ અપ્રશસ્તના ભેદથી આ પણ એ પ્રકારના છે—
આવી જ રીતે કાર્યવિનય પણ સમજવા-આચાય આદિ પરાક્ષ હાય તા પણ તેમને કાયાથી-હાથ વગેરેથી અંજલિક્રિયા કરવી આદિ કાયવિનય છે, પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી આના પછુ કે ભેદ છે.
લેકવિષયક શ્રદ્ધાપૂર્વક નમ્રતા હોવી લેાકેાપચારવિનય છે. આના સાત ભેદ છે-અભ્યાસવૃત્તિતા અર્થાત્ ગુરૂની સાંનિધ્યમાં રહેવું; પરછન્દાનુત્તિ તાખીજાની ઇચ્છાને સમજી લઇ ને તદ્ અનુસાર કાર્ય કરવું વગેરે.
વિનયનું વિસ્તારપૂર્વક લેદાઽભેદ સહિત વન ‘ઔપપાતિક' સૂત્રની મારા વડે રચાયેલી ‘પીયૂષષિ’ણી' ટીકામાં, ત્રીસમાં સૂત્રની વ્યાખ્યામાં જોઈ લેવા ભલામણ છે. ૫૬૪ા
તત્ત્વાર્થનિયુક્તિ છ પ્રકારના
આભ્યન્તર તપમાં પરિણિત પ્રથમ ભેદ પ્રાયશ્ચિત્તના આલેાચન પ્રતિક્રમણુ આદિ દશ ભેદોનુ વર્ણન પૂર્વ સૂત્રમાં કરવામાં આવ્યું, હવે ક્રમ પ્રાપ્ત દ્વિતીય આભ્યન્તર તપ વિનયની પ્રરૂપણા કરીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૭૮