Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કુમારી મલીએ છ રાજાઓને પોતાની ઉપર અનુરક્ત જાણીને, તેમને સંસારની અસારતા બતાવીને મેક્ષની અભિલાષા ઉત્પન્ન કરી હતી કહ્યું પણ છે–
જે કથાને સાંભળવા માત્રથી મેક્ષની અભિલાષા ઉત્પન્ન થાય છે, તે સંવેદિની કથા કહેવાય છે, જેવી રીતે મહલકુમારીએ ૬ (છ) રાજાઓને પ્રતિબંધ આપે. ૧
જે કથા દ્વારા શ્રોતા વિષયોગોથી વિરકત થાય છે તે નિર્વેદિની કથા કહેવાય છે કહ્યું પણ છે–
જે કથાના શ્રવણ માત્રથી વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે, તે નિદિની કથા કહેવાય છે જેવી રીતે ભગવાન મહાવીરે શાલિભદ્રને ઉપદેશ આપે. આપણા
સબ પ્રાણિયોં મેં મેત્રિભાવના કા નિરૂપણ
“વમૂયTriફિ” ઈત્યાદિ
સૂત્રાર્થ–સર્વ પ્રાણિઓ પ્રતિ મૈત્રી, અધિક ગુણવા પર પ્રમોદ, કલેશ પામન રાઓ પર કરૂણ અને અવિની પર મધ્યસ્થ ભાવ ધારણ કરવું જોઈએ ૫૮
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ‘હિંસ વિ૨મણ આદિ પાંચે તેની સાધારણ ભાવના અર્થાત્ હિંસા આદિમાં આ લેકમાં અને પરલેકમાં ઘેર દુઃખને વિચાર કરે-એ ની ભાવનાનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે તે જ વ્રતની દઢતા માટે મૈત્રી આદિ ચાર ભાવનાઓનું વિવેચન કરીએ છીએ–
સર્વભૂત, ગુણધિક, કિલશ્યમાન અને અવિનીત પર અનુક્રમથી મૈત્રી, પ્રમોદ, કાર્ય અને માધ્યરથ ભાવ રાખ જોઈએ અર્થાત સમસ્ત પ્રાણિઓ પર મૈત્રી ભાવના ભાવે, પિતાના કરતાં અધિક ગુણવાને પર અમેદ ભાવના ભાવે અર્થાત્ તેમને જોઈને અતિશય હર્ષ અનુભવે, જે જીવ કલેશને અનુભવ કરી રહ્યાં છે તેમના પ્રતિ કરૂણાભાવને અનુભવ કરે અને જેઓ અવિનીત અર્થાત્ શઠ છે તેમના તરફ મધ્યસ્થતા ઉદાસીનતા અથવા ઉપેક્ષાવૃત્તિ ધારણ કરે આ રીતે મૈત્રીભાવ આદિ ધારણ કરવાથી કેઈની પ્રત્યે વેર
વિરોધ રહેતું નથી કહ્યું પણ છે
પ્રભો ! મારો આત્મા પ્રાણીમાત્ર પ્રતિ મૈત્રીભાવ ધારણ કરે, ગુણિજનેની તરફ પ્રમોદભાવ ધારણ કરે, કલેશ ભેગવનારા પર કરૂણાભાવ ધારણ કરે અને વિપરીત આચરણ કરનારાઓ પર મધ્યસ્થતાને ભાવ ધારણ કરે.૫૮
તત્વાર્થનિયુક્તિ-આની અગાઉ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ ત્રતોની સ્થિરતા માટે હિંસા આદિમાં અપાય અને અઘદર્શનભાવના અને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૫૭