Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પુરૂષ–“પ્રાણાતિપાતથી વિરત થઈ જવું જ શ્રેયસ્કર છે એવી ભાવના ભાવ હિંસા આદિથી નિવૃત્ત થઈ જાય છે.
જેમ અસત્ય ભાષણથી મને મહાનું દુઃખ થાય છે, તેવી જ રીતે બધાં પ્રાણિઓ ને અસત્ય ભાષણ અને મિયાદેષિારોપણથી આ લેકમાં ઘોર દુઃખની પ્રાપ્તિ થાય છે. અસત્યભાષી જ્યાં પણ જન્મ લે છે ત્યાં જ તેને અસત્ય ભાષણ દ્વારા મિથ્યા આપનો શિકાર થવું પડે છે અને સદૈવ ઘેર દુઃખાના પાત્ર બનવું પડે છે. આવી ભાવના રાખનાર પુરૂષ અસત્યભાષણથી વિરત થઈ જાય છે.
આવી જ રીતે સરકાર વગેરે દ્વારા પ્રિય ધનનું અપહરણ થવાથી મને દુઃખ થાય છે અથવા તે અગાઉ થવું હતું તેવી જ રીતે અન્ય પ્રાણિઓને પણ તેમના દ્રવ્યને અપહરણથી દુઃખ થાય છે અને આ રીતે આત્માનુભવથી ભાવના કરતે થકો અદત્તાદાનથી વિરત થઈ જાય છે.
મૈથુન પણ રાગ-દ્વેષમૂલક છે, હિંસા અદિની જેમ દુઃખજનક છે, લેક અને સમાજમાં તિરસ્કૃત છે. આ કારણે દુઃખજનક છે એવી ભાવના કરનાર તેનાથી નિવૃત્ત થઈ જાય છે.
શંકા–સ્ત્રીઓના ઉપભેગમાં, તેમના અપરપાન આદિ સંસ્પર્શથી ઉત્પન્ન થતે વિશેષ પ્રકારને સુખાનુભવ જ લોકિક શાસ્ત્રકાર ડિ ડિમનાદની સાથે ઉચ્ચસ્વરથી ઘોષણા કરે છે અને તેમના શિષ્ય રાગાતુમારી વાદ્યોની જેમ તેમનું જ ગાન કરે છે. આવી સ્થિતિમાં તેને દુઃખરૂપ કેવી રીતે કહી શકાય ?
સમાધાન–જેવી રીતે ક્ષય અને કોઢ આદિ વ્ય ધિઓ ઓષધના પ્રયોગથી અને પરહેજના સેવનથી આંશિક રૂપથી મટી જાય છે ૫ ના વારં. વાર ઉથલા મારે છે, એવી જ રીતે કામ-વ્યાધિ પણ મૈથુન સેવનથી કયારેય પણ પૂર્ણતયા શાન્ત થયે નથી, અને કયારે પણ થશે નહી કહ્યું પણ છે
કામેના ઉપભેગથી કામ કદાપિ શાન થતું નથી એટલું જ નહીં, પરંતુ જેમ ઘી હોમવાથી અગ્નિ અધિક પ્રજવલિત થાય છે તેવી જ રીતે કામસેવનથી, કામની અભિલાષા અધિક ધિક વધતી જાય છે.
કર્મના ક્ષપશમ આદિ ક્ષેત્ર, કાળ, દ્રવ્ય અને ભાવની અપેક્ષા રાખે છે, તેનાથી આત્યંતિક સુખની ઉત્પત્તિ થઈ શકતી નથી. વાસ્તવમાં તેમનાથી થોડા સમય માટે દુઃખનું રોકાણ માત્ર થાય છે આથી મૂઢ લે કે તે દુઃખ પ્રતિબન્ધ અ૯૫ અવસ્થાને જ સુખ માની બેસે છે જેમ ખરજવાને ખળનાર પુરૂષ તે સમયે દુઃખને જ સુખ સમજે છે તેવી જ રીતે મૈથુનનું સેવન કરનાર પુરૂષ મોક્ષના વિરોધી અને અનન્તાનન્ત સંસારભ્રમણના દુઃખને, જે આપાતરમણીય છે, માત્ર ઉપલકીયા દ્રષ્ટિથી જ રમ્ય ભાસે છે, સ્પેશ સુખ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૫૫